કલોલમાં 7 જુગારીઓ 11 હજારની રોકડ સાથે ઝડપાયા
કલોલ, તા. 20 મે 2020, બુધવાર
કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા વાગોસણાના પરામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ગાંધીનગર એલસીબીએ દરોડો કરી જુગાર રમતા પારખાનજી બેચરજી ઠાકોર, દેવાજી છનાજી ઠાકોર, કમલેશજી બળદેવજી ઠાકોર, મહેશજી ઉદાજી ઠાકોર, કિશનજી પ્રતાપજી ઠાકોર તમામ રહે.વાગોસણા પરું તથા અરવિંદ હરગોવિંદભાઇ પરમાર રહે.આયોજનનગર કલોલ, પૂર્વ , સુરેશ મોહનભાઇ પરમાર રહે.જય ભવાની રો હાઉસ ને રંગે હાથે ઝડપી લીધા હતા.
પારખાનજી ઠાકોર માણસો લાવીને જુગારનો ધંધો ચલાવતો હતો. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૧૧,૧૬૦ ની રોકડ કબ્જે લઇ જુગારીઓ સામે જુગારનો તથા જાહેરનામાના ભંગનો પણ ગુનો દાખલ કર્યો છે.