Get The App

કોરોનામાં ગાંધીનગર તાલુકો 56 અને 18 કેસ સાથે સે-24 મોખરે

- ગાંધીનગર જિલ્લો ડબલ સેન્ચ્યુરીની નજીક છે ત્યારે

- કલોલમાં 31 તો દહેગામમાં 13 અને માણસામાં આઠ કેસ-સે-3 અને સે-3/ન્યુમાં જ 15 કેસ નોંધાયા

Updated: May 23rd, 2020

GS TEAM

Google News
Google News
કોરોનામાં ગાંધીનગર તાલુકો 56 અને 18 કેસ સાથે સે-24 મોખરે 1 - image


ગાંધીનગર,તા. 22 મે 2020, શુક્રવાર

કોરોનાનું સંક્રમણ હજુ શમવાનું નામ લેતું નથી ગાંધીનગર જિલ્લામાં કુલ કેસ ર૦૦ની નજીક પહોંચી ગયા છે ત્યારે જિલ્લામાં સૌથી વધારે ગાંધીનગર તાલુકામાં પ૬ તો ગાંધીનગર શહેરના સે-ર૪માં ૧૮ કેસ જોવા મળ્યા છે. જો કે જિલ્લામાં ૭૬ પૈકી ૪૧ વ્યક્તિઓને રજા આપી દેવામાં આવી છે તો ગાંધીનગર શહેરમાં પણ કુલ ૧૦૮ દર્દીઓ પૈકી ૬૮ને રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી ૧૦ વ્યક્તિઓના કોરોનાથી મોત નીપજયા છે.    

ગાંધીનગર જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા હાલ તમામ તંત્રો મથી રહયા છે પરંતુ ગાંધીનગર જિલ્લો રાજયમાં ચોથા ક્રમે પહોંચી ગયો છે. જિલ્લામાં કુલ કેસ ૧૯૮ સુધી પહોંચી ગયા છે જે હવે ડબલ સેનચ્યુરીથી તદન નજીક છે. ગાંધીનગર જીલ્લામાં સૌથી વધારે ગાંધીનગર તાલુકામાં પ૬ કેસ નોંધાયા છે જે પૈકી ૧૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જયારે પાંચના મોત નીપજયા છે અને ૩૭ દર્દીઓને રજા આપવામાં આવી છે.

આ જ પ્રકારે માણસા તાલુકાના આઠ પૈકી ત્રણ સારવાર હેઠળ છે જયારે પાંચ દર્દીઓને રજા અપાઈ છે. તો કલોલ તાલુકામાં ૩૧ કેસ પૈકી ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે તો ૧૬ને રજા આપી દેવામાં આવી છે તો બે દર્દીઓના મોત નીપજયા છે. દહેગામ તાલુકામાં ૧૩ કોરોના દર્દીઓ પૈકી હાલ એકજ સારવાર હેઠળ છે અને બેના મોત નીપજયા છે જ્યારે દસને રજા આપવામાં આવી છે.

તો ગાંધીનગર શહેરના કેસો ઉપર નજર કરીએ તો અહીં સૌથી વધારે સે-ર૪માં ૧૮ કેસ નોંધાયા છે જેમાં ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે અને સાતને રજા આપવામાં આવી છે. બીજા નંબરે સે-૩માં દસ કેસ અને સે-૩/ન્યુમાં પાંચ કેસ છે. સે-ર૯માં સાત કેસ હતા જેમાં એક વૃધ્ધનું મોત થયું હતું બાકીના છ સ્વસ્થ થઈ ગયા છે. તો સે-રમાં પણ અત્યાર સુધી આઠ કેસ નોંધાયા છે.  સે-ર૧માં ચાર, સે-ર૩માં પાંચ અને સે-રરમાં ત્રણ કેસ નોંધાયા છે. કોર્પોરેશન અને જિલ્લા તંત્ર દ્વારા હવે રેન્ડમલી ટેસ્ટીંગ પણ બંધ કરવામાં આવ્યું છે જેના કારણે અન્ય કેસ સામે આવતાં નથી. જે દર્દીઓને તકલીફ જણાય તેમના જ ટેસ્ટ કરવામાં આવી રહયા છે. 

જિલ્લામાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા 3254 લોકો કવોરેન્ટાઈન હેઠળ

- કલોલ તાલુકામાં સૌથી વધારે 1580 તો ગાંધીનગર શહેરમાં 574 લોકો વિવિધ 

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે તેની ચેઈન તોડવી મહત્વની છે. જે માટે પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં રહેનાર લોકોને તંત્ર કવોરેન્ટાઈન કરે છે. જિલ્લામાં હાલની સ્થિતિએ ૩રપ૪ લોકો કવોરેન્ટાઈન હેઠળ છે. જેમાં ગાંધીનગર શહેરમાં ૫૭૪ અને ગાંધીનગર જિલ્લામાં ૨૬૮૦ લોકોનો સમાવેશ થાય છે જેમાં સૌથી વધારે લોકોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવે છે. 

કોરોના વાઈરસ હાલ લોકોને ચિંતામાં મુકી રહયો છે ત્યારે તંત્ર પણ આ વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે તેની ચેઈન તોડવા દોડી રહયું છે. જે માટે કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં રહેનાર લોકોને વિવિધ કવોરેન્ટાઈન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. જિલ્લામાં હાલની સ્થિતિએ ૩૨૫૪ લોકો કવોરેન્ટાઈન હેઠળ છે જેની વિગતવાર નજર કરીએ તો ગાંધીનગર તાલુકામાં ૩૭૭ લોકો, જ્યારે માણસામાં ર૫૧, કલોલમાં ૧૫૮૦ અને દહેગામના ૪૭૨ લોકો કવોરેન્ટાઈન હેઠળ છે. જેમાં ર૪૬૯ લોકો હોમ કવોરેન્ટાઈન અને ૧૦૮ લોકો સરકારના ફેસેલીટી કવોરેન્ટાઈનમાં છે. આ જ પ્રકારે ગાંધીનગર શહેરના પ૭૪ લોકો કવોરેન્ટાઈન હેઠળ છે જેમાં ૪૩૦ હોમ કવોરેન્ટાઈન અને ૧૧૧ લોકો ફેસેલીટી કવોરેન્ટાઈનમાં છે. હવે તો રાજય કે દેશમાંથી આવનાર લોકોને પણ ૧૪ દિવસ સુધી કવોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવી રહયા છે. 

કવોરેન્ટાઈનમાં

તાલુકો

કેસ

એક્ટીવ કેસ

મૃત્યુ

ડીસ્ચાર્જ

ગાંધીનગર

૫૬

૧૪

૦૫

૩૭

માણસા

૦૮

૦૩

૦૦

૦૫

કલોલ

૩૧

૧૩

૦૨

૧૬

દહેગામ

૧૩

૦૧

૦૨

૧૦

સેક્ટર

કેસ

એક્ટીવ કેસ

ડીસ્ચાર્જ

૧૦

૩ ન્યુ

૧૨

૧૩

૧૭

૨૧

૨૨

૨૩

૨૪

૧૮

૧૧

૨૭

૨૯

૧મોત

૩૦

Tags :