સંસ્કૃતિ કુંજમાં આજે સાંજથી સુર સંગીત, કલાની અનેરી જમાવટ
નામી કલાકારો
દસ દિવસ સુધી લોકસંગીત અને સાહિત્ય પીરસશે
મુખ્યમંત્રી દ્વારા
વિખ્યાત વસંતોત્સવનું ઉદ્ધાટન થશે યુવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રીની ઉપસ્થિતી રહેશે
ગાંધીનગર : વસંતોત્સવ વર્ષ ૧૯૯૬થી ગાંધીનગરનાં સંસ્કૃતિ કુંજ ખાતે યોજાતો સાંસ્કૃતિક લોક ઉત્સવ છે. જેની પાટનગરનો કલા રસિક વર્ગ જેની આતૂરતાપૂર્વક રાહ જોતો હોય છે. વસંતોત્સવને તારીખ ૧૪ માર્ચનાં સાંજે સાત વાગ્યે ખુલ્લો મુકાશે. જેમાં ભારતનાં અને રાજ્યનાં વિવિધ જાણીતા લોક નૃત્યો રજુ કરાય છે. આ ઉપરાંત ગુજરાતની લુપ્ત થઈ રહેલી નટ-બજાણીયા, બહુરૃપી જેવી લોકકળા તેમજ ઉત્તર ગુજરાતનાં વિવિધ લોકનૃત્યો અને લુપ્ત થઈ રહેલા વાદ્યો દ્વારા સંગીત રજુ કરવામાં આવે છે.
ગુજરાતનાં જાણીતા
શાીય નૃત્યનાં કલાકારો અને વૃંદ દ્વારા ગણેશ વંદના, વિવિધ પ્રસિધ્ધ ગૃપ દ્વારા પરંપરાગત
નૃત્યોની પ્રસ્તુતિ, સરકારી નવરાત્રિ સ્પર્ધામાં પ્રાચિન, અર્વાચિન ગરબા અને રાસની
સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર વૃંદ દ્વારા પ્રસ્તુતિ, તૂરી-બારોટ
સમાજના મંડળો દ્વારા વિવિધ વિસરાતા લોકનૃત્યોની પ્રસ્તુતિ અને આદિજાતી ગૃપ દ્વારા વિવિધ
આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરાશે. ઉપરાંત દરરોજ ગુજરાતના સુવિખ્યાત ગાયક કલાકારો દ્વારા
લોકગીતો રજૂ કરાશે. પ્રથમ દિવસે ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર દ્વારા લોકગીતોની રમઝટ બોલાવશે.
કોવિડ મહામારીને કારણે ઉત્સવ/મેળા યોજાયા નહોતા. ત્યારે વસંતોત્સવ ખાસ બની રહેશે. અહીં
ખાણીપીણી બજારમાં ગુજરાતી અને વિવિધ પ્રાંતની વાનગીઓનો સ્વાદ માણી શકાશે. પ્રવેશ બપોરે
૨ વાગ્યાથી મળશે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે ૭થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલશે.
દેશના ૧૦ રાજ્યના
કલાકારો પ્રાદેશિક લોકનૃત્ય રજુ કરશે
વસંતોત્સવ ૨૦૨૨માં ભારતનાં ૧૦ રાજ્યના કલાકારો દ્વારા વિવિધ
સાંસ્કૃતિક અને જાણીતા લોક નૃત્યો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ પાંચ દિવસ રાજસ્થાન,
હરિયાણા, છત્તીસગઢ, ઓરિસ્સા, જમ્મુ અને કાશ્મીર રાજ્યના કલાકારો દ્વારા તેમજ દ્વિતિય
પાંચ દિવસ પંજાબ, સિક્કિમ, આસામ, પશ્ચિમ બંગાળ અને મણીપુર રાજ્યના કલાકારો દ્વારા અલગ-અલગ
જાણીતા પ્રાદેશિક નૃત્યોની પ્રસ્તૃતિ કરવામાં આવશે.
પ્રથમ વખત રેત
શિલ્પ અને રંગોળીની કલાનું આકર્ષણ
પ્રથમવાર વસંતોત્સવમાં પોટ્રેટ રંગોળી અને રેત શિલ્પનાં કલાકારો દ્વારા દરરોજ નવીનતમ વિષય સાથે રેત શિલ્પનું સર્જન કરાશે, જે કલા રસિક પ્રજા માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ વર્ષે પણ દેશી હાટની શૈલીમાં ઉભા કરાયેલા સ્ટોલ્સમાં હસ્તકલાનાં કારીગરોએ તૈયાર કરેલી કલાત્મક ચીજ વસ્તુઓનુ પ્રદર્શન અને વેચાણ થશે. જેથી નગરવાસીઓ વિસરાતી કલાત્મક વસ્તુઓની ખરીદી કરી શકશે.