Get The App

કારમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો

- ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર

- અમદાવાદના બે શખ્સો કારમાં હિંમતનગરથી દારૂ લઈને આવતા હતાઃપોલીસે રૂા.4.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Updated: May 26th, 2020

GS TEAM

Google News
Google News
કારમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો 1 - image


ગાંધીનગર, તા. 25 મે 2020,સોમવાર

કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે પોલીસે અન્ય જિલ્લામાંથી આવતાં વાહનો ઉપર નજર રાખવાની શરૂઆત કરી છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસેથી કારનો પીછો કરીને ઝડપી પાડી હતી. જેમાં તપાસ કરતાં અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં ૧૮ લીટર જેટલો વિદેશી દારૂ ભરેલો હતો. અમદાવાદના આ બન્ને શખ્સોને ઝડપી લીધા હતા તો આ દારૂ હિંમતનગરના શખ્સે ભરી આપ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે કાર અને દારૂ મળી ૪.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.    

લોકડાઉનમાં ભલે છુટછાટ આપવામાં આવી હોય પરંતુ ગાંધીનગર પ્રવેશતા વાહનો ઉપર પોલીસ નજર રાખી રહી છે. ત્યારે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વાહનોમાં વિદેશી દારૂની હેરફેરને પગલે પણ સતત ચેકીંગ થઈ રહયું છે. 

ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન જીજે-૦૧-એચજે-૦૯૩૩ નંબરની કાર આવતાં તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો પરંતુ કાર ચાલકે કાર દોડાવી દીધી હતી અને ચિલોડા સર્કલ પાસે પોલીસે નાકાબંધી કરી ફરીથી આ કારને ઝડપી પાડી હતી. જેમાં સવાર અમદાવાદના ચેઈનપુરના મીતુલ અશોકભાઈ ગજજર અને સન્ની કલ્પેશભાઈ રામીને પકડયા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં અલગ અલગ પ્લાસ્ટીકની કોથળીઓમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું જણાયું હતું.

જે દારૂ સંદર્ભે પુછતાં તેમણે કહયું હતું કે હિંમતનગર ખાતેથી અનીલ રાજેન્દ્રકુમાર પંડયાએ વિદેશી દારૂની ૧૮ બોટલ આપી હતી જેને આ કોથળીઓમાં ભરીને બોટલો નાંખી દીધી હતી. જેથી પોલીસે કાર, મોબાઈલ અને દારૂ મળી ૪.૧ર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બન્ને શખ્સો સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Tags :