ચાર કર્મચારી પોઝિટિવ આવતાં ડી-માર્ટ લોકડાઉન
ગાંધીનગર,તા. 05 જૂન 2020, શુક્રવાર
ગાંધીનગરના છેવાડે સેક્ટર-૨૬માં આવેલા ડી-માર્ટમાં કામ કરતાં ચાર કર્મચારીઓ એક સાથે કોરોનામાં સપડાયાં છે. કોરોના પોઝિટિવ કર્મચારીઓ આવવાના કારણે કોર્પોરેશન તંત્ર સાબદુ બન્યું છે. આ ડી-માર્ટને સાવચેતીના ભાગરૂપે બંધ પણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં આ ડીમાર્ટના કર્મચારીઓ સુપર સ્પ્રેડર તરીકે સામે આવ્યા છે. જ્યારે સેક્ટર-૨૪ પોસ્ટ કોલોનીમાં રહેતા અને કલોલના પોસ્ટમેન પણ પોઝિટિવ આવ્યા છે. જેને પણ સુપર સ્પ્રેડર તરીકે ગણવામાં આવે છે. જ્યારે જુના સચિવાલયની ટ્રેઝરી ઓફિસ તથા જિલ્લાની તિજોરી કચેરીના એક-એક કર્મચારી પણ કોરોનામાં સપડાયાં છે.
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં દિવસે અને દિવસે પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે. અગાઉ સાત બાદ ગઇકાલે ૧૩ કેસ નોંધાયા હતા. જ્યારે આજે પણ સાત કેસ સામે આવી રહ્યાં છે. કોર્પોરેશનના આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જુના સચિવાલય બ્લોક નં.૧૩માં આવેલી રાજ્યની ટ્રેઝરી કચેરીમાં ફરજ બજાવતાં અને સેક્ટર-૩/ડીમાં રહેતા ૫૭ વર્ષિય પુરુષને તાવ સહિતના લક્ષણો જણાતાં તેમનો ટેસ્ટ કર્યો હતો.
જે આજે પોઝિટિવ આવ્યો છે. આ કર્મચારીના ઘરના છ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કલોલમાં પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. ત્યારે કોરોનાના કપરાકાળમાં પણ ઘરે ઘરે જઇને ટપાલ સેવા પુરી પાડતાં કોરોના વોરિયર્સ એવા પોસ્ટમેન પણ સંક્રમિત થયાં છે. આ ૨૬ વર્ષિય પોસ્ટમેન સેક્ટર-૨૪ સ્થિત પોસ્ટ કોલોનીમાં રહે છે.
જ્યારે તેમના પત્નિ અમદાવાદની એલજી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપે છે. સેક્ટર-૫/સીમાં રહેતા અને જિલ્લા તિજોરી કચેરી ખાતે ફરજ બજાવતાં ૫૬ વર્ષિય કર્મચારી પણ સંક્રમિત થયા છે. જેમના ઘરના પાંચ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે જીઇબી છાપરા ખાતે કરીયાણાની દુકાન ધરાવતો ૩૨ વર્ષિય યુવાન પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પોઝિટિવ યુવાનના ઘરના ચાર સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તો કરીયાણાની દુકાન ધરાવતા આ યુવાનને પણ સુપર સ્પ્રેડર ગણાવામાં આવ્યો છે.
સેક્ટર-૨૬માં આવેલા ડી-માર્ટમાં ફરજ બજાવતાં ચાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જેને લઇને ડી-માર્ટ કોર્પોરેશને બંધ કરાવ્યું છે. આ ચાર કર્મચારીઓ પૈકી એક મહિલા કર્મચારી સેક્ટર-૨૪ ઇન્દિરાનગરમાં રહે છે. ૨૧ વર્ષિય આ યુવતિ કોરોનામાં સંક્રમિત થતાં આઠ વ્યક્તિઓને ફેસેલિટી કવોરેન્ટાઇન કર્યા છે. જ્યારે ગોકુલપુરા, સેક્ટર-૧૪માં રહેતી અને ડી-માર્ટમાં કામ કરતી ૧૯ વર્ષિય યુવતિ પોઝિટિવ આવતાં તેના ઘરના ચાર વ્યક્તિઓને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તો સેક્ટર-૨૪ આદર્શનગરમાંથી પણ વધુ એક પોઝિટિવ દર્દી સામે આવ્યો છે. આ વૃદ્ધ દર્દીની સારવાર ગાંધીનગર સિવિલમાં ચાલી રહી છે.
ક્રમ |
ઉંમર |
પુરુષ/સ્ત્રી |
વિસ્તાર |
1 |
57 |
પુરુષ |
સે-3/ડી |
2 |
26 |
પુરુષ |
સેક્ટર-24 |
- |
- |
- |
પોસ્ટ કોલોની |
3 |
21 |
સ્ત્રી |
ઇન્દિરાનગર |
- |
- |
- |
સેક્ટર-24 |
4 |
19 |
સ્ત્રી |
ગોકુલપુર,સે-14 |
5 |
56 |
પુરુષ |
સેક્ટર-5/સી |
6 |
32 |
પુરુષ |
જીઇબી છાપરા |
7 |
64 |
પુરુષ |
આદર્શનગર,સે-24 |
દહેગામની સોસાયટીમાંથી કેસ મળતાં તંત્ર સાબદુ થયું
દહેગામ તાલુકાના ગામોમાંથી અગાઉ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા બાદ હવે દહેગામ શહેરની સોસાયટીઓમાંથી કેસ પ્રકાશમાં આવતાં તંત્ર સાબદુ થયું છે. મળતી માહિતી પ્રમાણે રખીયાલથી થોડા દિવસ પહેલાં દહેગામના બારીયા - બારડોલી વિસ્તારમાં રહેવા માટે આવેલાં ૪૦ વર્ષિય મહિલા કોરોનામાં સપડાયાં છે. જ્યારે હરીઓમ સોસાયટીના ૭૬ વર્ષિય મહિલા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ વૃદ્ધાના બે દિકરા પૈકી એક દિકરો અમદાવાદમાં નોકરી કરે છે અને બીજી પુત્ર ગાંધીનગર નોકરી કરે છે. તેના દ્વારા આ વૃદ્ધાને ચેપ લાગ્યો હોવાની શક્યતાં સ્થાનિક તંત્રએ વ્યક્ત કરી છે. શિવનગર સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષિય પુરુષને કીડનીની બિમારી હતી. જેને લઇને અમદાવાદની હોસ્પિટલોમાં તેઓ સારવાર કરવા માટે જતાં હતા તે દરમિયાન ગઇકાલે તેમનો ટેસ્ટ કરાવતાં આજે તે પોઝિટિવ આવ્યા છે. જ્યારે દહેગામની અનુરાધા સોસાયટીમાં રહેતો ૩૨ વર્ષિય યુવાન નરોડા અપડાઉન કરતો હતો. જેને લઇને તે ગઇકાલે પોઝિટિવ આવ્યો હતો.
ક્રમ |
ઉંમર |
પુરુષ/સ્ત્રી |
વિસ્તાર |
1 |
40 |
સ્ત્રી |
બારીયા
બારડોલી |
2 |
76 |
સ્ત્રી |
દહેગામ |
3 |
57 |
પુરુષ |
શિવનગર સોસા. |
4 |
32 |
પુરુષ |
અનુરાધા સોસા. |
કલોલમાં વધુ સાત પુરુષ અને બે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
કલોલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે. બે દિવસ અગાઉ જ એક જ દિવસમાં કુલ ૧૫ પોઝિટિવ કેસ મળી આવ્યા હતાં. ત્યારે આજે શુક્રવારના રોજ વધુ નવ કેસ મળી આવ્યા છે એટલે કે કુલ ૮૦ થી પણ વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ અત્યાર સુધીમાં નોંધાઇ ચુક્યા છે. આજે કલોલના મોતીલાલ પાર્કમાં રહેતા ૪૦ વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જેથી તેના પરિવારના સાત સભ્યોને ફેસેલિટી કવોરેન્ટાઇન અને ત્યાં રહેતા ૮૦ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરાયા છે. મહેન્દ્ર મિલની ચાલીમાં રહેતો ૩૪ વર્ષિય યુવક પણ કોરોનામાં સપડાયો છે. ચાલીમાં અગાઉ પણ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હોવાથી ત્યાંથી જ ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. પૂર્વ વિસ્તારમાં આવેલી અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ૭૪ વર્ષિય વૃદ્ધનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વૃદ્ધ ડાયાબિટીસના બીમારીથી પીડાતા હતા. તેમના પરિવારના છ સભ્યોને ફેસેલિટી કવોરેન્ટાઇન અને ૮૦ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરાયા છે. જલારામ સોસાયટીમાં રહેતો ૪૪ વર્ષીય યુવક પણ કોરોનામાં સપડાયો છે. જેથી તેના પરિવારના ચાર સભ્યોને ફેસેલિટી કવોરેન્ટાઇન અને ૮૦ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરાયા છે. ઉમિયા રેસીડેન્સીમાં રહેતો ૪૨ વર્ષિય યુવકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેના પરિવારના ચાર સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન એ ફલેટના ૭૮ રહેવાસીઓને હોમ કવોરેન્ટાઇન કરાયા છે.
સોજા ગામમાં રહેતી ૨૫ વર્ષિય યુવતી ગાંધીનગર ખાતે આવેલા મોલમાં નોકરી કરતી હતી. જેથી ત્યાંથી તે સંક્રમિત થઇ હતી. આજે યુવતિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેના પરિવારના સાત સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન અને અંદાજે ૩૦થી પણ વધારે વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કર્યા છે. છત્રાલમાં રહેતી ૨૮ વર્ષિય પરિણીતા પણ કોરોનામાં સપડાઇ છે. યુવતિનો પતિ છત્રાલ જીઆઇડીસીમાં નોકરી કરે છે. જેથી પતિ દ્વારા તેને ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. સઇજમાં આવેલી સંસ્કાર રેસીડેન્સીમાં રહેતો ૨૭ વર્ષનો યુવક પણ કોરોના પોઝિટિવ છે. યુવક કલોલમાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે.
જેથી ગ્રાહક મારફતે ચેપ તેને લાગ્યો હતો. યુવકના પરિવારના ત્રણ સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઈન અને આસપાસના ૬૦ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરાયા છે. પાનસરમાં રહેતો ૩૩ વર્ષિય યુવક ગાંધીનગર સેક્ટર-૨૧માં શાકમાર્કેટમાં નોકરી કરે છે. જેથી ત્યાંથી સંક્રમિત થતા તેનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના પરિવારના ત્રણ સભ્યોને ફેસેલિટી કવોરેન્ટાઇન અને ૭૦ વ્યક્તિઓને આરોગ્ય તંત્ર દ્વારા હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં કોરોના કલોલમાં પણ સદી વટાવી દેય તેવા અણસાર વર્તાઇ રહ્યાં છે.
ક્રમ |
ઉંમર |
પુરુષ/સ્ત્રી |
વિસ્તાર |
1 |
40 |
પુરુષ |
મોતીલાલ પાર્ક |
2 |
34 |
પુરુષ |
મહેન્દ્રમીલની
ચાલી |
3 |
74 |
પુરુષ |
અમૃતકુંજ
સોસા. |
4 |
44 |
પુરુષ |
જલારામ સોસા. |
5 |
42 |
પુરુષ |
ઉમિયા
રેસીડન્સી |
6 |
25 |
સ્ત્રી |
સોજા |
7 |
28 |
સ્ત્રી |
છત્રાલ |
8 |
27 |
પુરુષ |
સંસ્કાર રેસી., સઇજ |
9 |
33 |
પુરુષ |
પાનસર |
માણસામાં રહેતા બે યુવાન પણ કોરોનામાં સપડાયાં
ગાંધીનગરના માણસા શહેરમાંથી આજે બે પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે માણસા નીલકંઠ સોસાયટીમાં રહેતો ૩૭ વર્ષિય યુવાન કે જે સેક્ટર-૨૮ની જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે તે યુવાન સંક્રમિત થયો છે.
છેલ્લા ઘણા વખતથી તાવ આવવાના કારણે સ્થાનિક ડોક્ટર અને ત્યારબાદ માણસા સિવિલમાં પણ સારવાર કરાવી હતી. ત્યારબાદ ગાંધીનગર સિવિલમાં ગઇકાલે ટેસ્ટ કરાવતાં તે આજે પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત માણસા ગોપાલનગરમાં રહેતો ૩૩ વર્ષિય યુવાન નરોડામાં મેડિકલ સ્ટોર ધરાવે છે. ઘણા વખતથી તાવ સહિતની તકલીફ રહેવાના કારણે માણસા સિવિલ બાદ ગાંધીનગર સિવિલમાં સારવાર લીધી હતી. ગઇકાલે કોરોનાનો ટેસ્ટ કરાવતાં તે આજે પોઝિટિવ આવ્યો છે.
ક્રમ |
ઉંમર |
પુરુષ/સ્ત્રી |
વિસ્તાર |
1 |
38 |
પુરુષ |
નિલકંઠ સોસા. |
2 |
33 |
પુરુષ |
ગોપાલનગર |
લીબોદરામાં રહેતા પીંડારડાની સસ્તા અનાજની દુકાનના બે સંચાલકો સપડાયાં
ગાંધીનગર તાલુકાના પીંડારડા પ્રજાપતિવાસમાં આવેલી સેવા સહકારી મંડળી એટલે કે સસ્તા અનાજની દુકાનમાં કામ કરતાં બે સંચાલકો પોઝિટિવ આવ્યા છે. આરોગ્યના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લીબોદરામાં રહેતા અને પીંડારડાની દુકાન ચલાવતાં ૮૦ વર્ષિય વૃદ્ધ અને ૪૧ વર્ષિય યુવાન કોરોનાથી સંક્રમિત થયાં છે.
કુડાસણમાં બે, પીંપળજ, પેથાપુરમાં એક-એક કોરોના પોઝિટિવ
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સૌથી વધારે કોરોનાના દર્દીઓ ગાંધીનગર તાલુકામાં છે. ગાંધીનગર તાલુકાના મોટા ભાગના ગામોમાંથી કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં અમદાવાદ કનેક્શન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગર શહેરને અડીને આવેલા કુડાસણમાંથી બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. નવકાર બંગલોઝમાં રહેતી ૫૮ વર્ષિય મહિલા સરગાસણથી એક મહિના પહેલા રહેવા આવી હોવાનું ધ્યાને આવી રહ્યું છે.
જ્યારે કુડાસણમાં રહેતી વધુ એક ૫૦ વર્ષિય મહિલા કોરોનામાં સપડાઇ છે. પથરીનું ઓપરેશન કરાવવાનું હોવાના કારણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોટી ચિલોડામાં ૫૮ વર્ષિય પુરુષ કોરોનામાં સપડાયાં છે. ડી-માર્ટમાં નોકરી કરતી ૨૪ વર્ષિય યુવતિ કે જે પેથાપુરમાં રહેતા છે તે પણ પોઝિટિવ આવી છે. જ્યારે પીંપળજમાં ૪૫ વર્ષિય પુરુષ પણ કોરોનાથી સંક્રમિત થયાં છે. આ પુરુષ ખેતીકામ સાથે સંકળાયેલા છે.
ત્યારે શરદી-ખાંસી થવાના કારણે બાલવા આરોગ્ય કેન્દ્ર ખાતે તેમણે તપાસ કરાવી હતી. તેમ છતાં તકલીફમાં ફેર નહીં પડતાં તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનો ગઇકાલે રીપોર્ટ કરાવતાં આજે કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના નાના ચિલોડાની એક સોસાયટીમાં રહેતાં પરિવારના ત્રણ સભ્યો કોરોના ગ્રસ્ત થયાં છે. જેમની ગાંધીનગર સિવિલ ખાતે સારવાર ચાલતી હોવાનું સામે આવ્યું છે.
ક્રમ |
ઉંમર |
પુરુષ/સ્ત્રી |
વિસ્તાર |
1 |
58 |
સ્ત્રી |
નવકાર બંગલોઝ |
- |
- |
- |
કુડાસણ |
2 |
50 |
સ્ત્રી |
કુડાસણ |
2 |
58 |
પુરુષ |
મોટા ચિલોડા |
3 |
45 |
પુરુષ |
પીંપળજ |
5 |
24 |
સ્ત્રી |
અજય
એપાર્ટમેન્ટ પેથાપુર |
હવે અમદાવાદથી કોરોના દર્દીઓને ગાંધીનગર સિવિલ ટ્રાન્સફર કરાશે
- અમદાવાદથી કોરોનાનું સંક્રમણ ગાંધીનગરમાં વધવાની દહેશતઃસિવિલ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત
કોરાનાપોઝિટિવ દર્દીને જે હોસ્પિટલમાં હોય ત્યાં જ સારવાર આપવીન આ ચેપી દર્દીને ખસેડવા નહીં તેવી ગાઇડલાઇન પહેલા હતી પરંતુ હવે જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ નીયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે અમદાવાદમાં સ્થિતિ બેકાબુ બની ગઇ છે ત્યારે દરરોજ ૩૦૦ જેટલા નવા દર્દીઓ અમદાવાદમાં ઉમેરાય છે ત્યારે અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવા માટે ગાંધીનગર સિવિલ તરફ અધિકારીઓએ મીટ માંડી છે.
આગામી દિવસોમાં અમદાવાદના દર્દીઓને ગાંધીનગર સિવિલમાં ખસેડવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદના દર્દીઓને સારવાર તો મળી રહેશે પરંતુ ગાંધીનગર ખસેડવામાં આવતા હોવાને કારણે પાટનગરમાં ચેપ વધુ ફેલાવવાની દહેશત્ ઉભી થઇ છે. આગામી દિવસોમાં અમદાવાદથી ગાંધીનગર સિવિલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ આવવાના હોવાને પગલે સિવિલ સત્તાધીશોએ આજે તાત્કાલિક બેઠક બોલાવી હતી.
જેમાં હવે મેડિકલ કોલેજ અને સિવિલના તમામ ડિપાર્ટમેન્ટના તબીબોને કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવશે. તમામ ડોક્ટરોને પોતાના મોબાઇલ ફોન બંધ નહીં કરવા માટે તથા રજા નહીં લેવા માટે સુચના આપી દેવામાં આવી છે.આ નિર્ણયથી સિવિલ તંત્ર હાલ અમદાવાદથી દર્દીઓ ટ્રાન્ફર કરવાના હોવાને લઇને તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે ત્યારે ગાંધીનગરમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધ્યું છે.
કલોલમાં માસ્ક વગર ફરતાં 108 લોકો પાસેથી તંત્રએ 21600નો દંડ વસુલ્યો
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં દિનપ્રતિદિન કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહયો છે ત્યારે તંત્ર દ્વારા પણ વેપારીઓ સાથે બેઠક કરીને સંક્રમણને ઘટાડવા માટેની કઈ કઈ બાબતોને પ્રાધાન્ય આપવું તે અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. ઉપરાંત જાહેરનામાંનો ભંગ કરનારા લોકો સામે પણ કડકહાથે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કલેકટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીએ બેઠક યોજી હતી જેમાં વેપારીઓને દુકાન ઉપર આવતાં ગ્રાહકો ફરજિયાત માસ્ક પહેરીને આવે તેવો આગ્રહ રાખવાનું જણાવ્યું હતું. તો સોશ્યલ ડીસ્ટેન્સીંગ જળવાઈ રહે તેની પણ તકેદારી રાખવાની સાથેસાથે હેન્ડ ગ્લોવઝ તથા સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનું જણાવાયું હતું. શહેરમાં આવેલા કન્ટેન્મેન્ટ ઝોનમાં જાહેરનામાંનો ભંગ કરનાર બે વ્યક્તિઓ સામે કેસ કરવામાં આવ્યા હતા.
તો વાઈરસનું સંક્રમણ અટકાવવા અને જાહેરનામાં મુજબ માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડીસ્ટેન્સીંગ જળવાઈ રહે તે માટે નગરપાલીકાની ચાર ટીમોને કામગીરી સોંપવામાં આવી હતી. જેમને શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને કામગીરી હાથ ધરી હતી. જેમાં માસ્ક ના પહેરીને ફરતાં ૧૦૮ વ્યક્તિઓ પાસેથી રૂપિયા ર૧૬૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે તો અત્યાર સુધી તંત્રએ ૩૩૩ વ્યક્તિઓ પાસેથી માસ્ક ના પહેરવા બદલ ૬૬ હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.