Get The App

કોરોનાના કન્ટેન્મેન્ટ ઝોન ક્રૂષ્ણને નડયાં: રથયાત્રા ટુંકાવવાનો નિર્ણય

- 31 કિમી લાંબી ગાંધીનગરની રથયાત્રા છ કિમીમાં સમેટી લેવાશે

Updated: Jun 9th, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાના કન્ટેન્મેન્ટ ઝોન ક્રૂષ્ણને  નડયાં: રથયાત્રા ટુંકાવવાનો નિર્ણય 1 - image


ગાંધીનગર,તા. 08 જૂન 2020,સોમવાર

કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વ પ્રભાવીત છે ત્યારે ભગવાનને પણ આ કોરોના કપરાકાળને સહન કરવાનો વારો આવ્યો છે. પહેલા ૭૫ દિવસ સુધી મંદિરો લોકડાઉન રહ્યા બાદ હવે રથયાત્રા પણ ટુંકાવાનો નિર્ણય ગાંધીનગરની સમિતિએ કર્યો છે. 

સામાન્ય રીતે દરરોજ ભક્તો ભગવાનના દર્શન માટે મંદિરે જતાં હોય છે પરંતુ રથયાત્રાના એક જ દિવસે ભગવાન ભક્તોની ખબર અંતર પુછવા અને દર્શન આપવા માટે નગરની ચર્યાએ નીકળતાં હોય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે ગાંધીનગરમાં છેલ્લા ૩૫ વર્ષથી પરપરાંગતરીતે રથયાત્રા નીકળતી હતી. કોમી એખલાસ સાથે નીકળતી આ રથયાત્રા ધાર્મિકની સાથે લોકત્સવ પણ બની ગઇ હતી. ત્યારે કોરોનાનો કપરોકાળ ક્રૂષ્ણને પણ નડયો છે. ગાંધીનગર રથયાત્રા સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં કન્ટેન્મેન્ટ ઝોન અને કોરોનાનો વાયરસ ફેલાય નહીં તે માટે રથયાત્રા ટુંકાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાંધીનગરની આ ૩૬ મી રથયાત્રામાં પંચદેવ મંદિરેથી સવારે ૭ કલાકે આરતી બાદ નીકળશે. ચ રોડ ઉપર જઇને ચ-૬, સેક્ટર-૨૯/૩૦ થી રથયાત્રા જલારામ ધામ એટલે કે મોસાળામાં જશે. ત્યાંથી એ જ રૂટ ઉપર રથ પરત આવશે. વૈજનાથ મહાદેવ પાસેથી રથયાત્રા નીજ મંદિર ખાતે પરત ફરશે. જ્યાં ભક્તોને હાજરીમાં સોશ્યલ ડીસ્ટસીંગ સાથે ભગવાનની આરતી થશે અને ત્યારબાદ રથ અને ભગવાન દર્શન માટે ખુલ્લા રાખવામાં આવશે.

Tags :