Get The App

કલોલમાં કોરોના પ્રાણઘાતક બન્યો વધુ એક વૃદ્ધનું મોતઃનવા 18 દર્દીઓ

- - પાટનગરમાં છ, કલોલમાં પાંચ, દહેગામ અને ગાંધીનગર તાલુકામાંથી ત્રણ-ત્રણ જ્યારે માણસા એક કેસ મળી આવ્યો

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
કલોલમાં કોરોના પ્રાણઘાતક બન્યો વધુ એક વૃદ્ધનું મોતઃનવા 18 દર્દીઓ 1 - image


ગાંધીનગર,તા. 15 જૂન 2020, સોમવાર

ગાંધીનગર જિલ્લાના કલોલમાં કોરોનાની સ્થિતિ વણસતી હોય તેમ રોજ વધતાં જતાં કોરોનાના પોઝિટિવ દર્દીઓના આંકડા ઉપરાંત મૃત્યુની સંખ્યા ઉપરથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આજે પણ કલોલના વૃદ્ધનું કોરોનાથી મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે પાંચ દર્દીઓ કલોલ શહેર તાલુકામાંથી ઉમેરાયાં છે. જ્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી છ પોઝિટિવ દર્દીઓ ગાંધીનગર અને દહેગામ  તાલુકામાંથી ત્રણ- ત્રણ જ્યારે માણસામાંથી એક દર્દી પોઝિટિવ નોંધાયો છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં છ પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યાં છે. સેક્ટર-3/સીમાં રહેતાં 48 વર્ષિય પુરુષ કે જે અમદાવાદ સાબરમતીમાં ગેરેજ ધરાવે છે તે સંક્રમિત થયા છે. સેક્ટર-21 વાસ્તુનિર્માણ સોસાયટીમાં રહેતો 32 વર્ષિય યુવાન કે જે ખાનગી ધંધો કરે છે જે કોરોનામાં સપાડાયો છે. સેક્ટર-4 સીમાં રહેતા 63 વર્ષિય વૃદ્ધા કોરોનામાં પટકાયાં છે. જ્યારે સેક્ટર-2/સીમાં રહેતા નિવૃત્ત અધિકારી ચેપગ્રસ્ત થયાં છે. તેમના ઘરમાં બે વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 

જ્યારે સેક્ટર-5/બીમાં રહેતા અને એચ.ડી.એફ.સી. બેન્ક સેક્ટર-16 શાખામાં ફરજ બજાવતો યુવાન સંક્રમિત થયો છે. જ્યારે તેના 75 વર્ષિય પિતા પણ પોઝિટિવ આવ્યા છે. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ પરિવારના છ વ્યક્તિઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે દહેગામમાંથી આજે ત્રણ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં ગાંધીનગર શહેરમાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતી દહેગામના ઝીંડવાની 23 વર્ષિય યુવતિ સંક્રમિત થઇ છે. આ ઉપરાંત શારદા સોસાયટી રહેતા 48 વર્ષિય પુરુષ પણ સંક્રમિત થયાં છે.

જ્યારે નહેરૂ સોસાયટીમાં રહેતાં 56 વર્ષિય આધેડ પણ કોરોનામાં પટકાયાં છે. આ ઉપરાંત દહેગામના બાલમુકુંદ કોમ્પ્લેક્ષમાં હોસ્પિટલ ધરાવતાં અને અમદાવાદ રહેતાં ડોક્ટર પોઝિટિવ આવતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. માણસાના પુંધરામાંથી પણ વધુ એક કેસ મળી આવ્યો છે.  જ્યારે ગાંધીનગર તાલુકામાંથી આજે ત્રણ પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યાં છે. સરગાસણમાં રહેતાં 68 વર્ષિય વૃદ્ધા કે જેઓ અનલોક પછી બહુ બહાર નીકળતાં  ન હતાં તેઓ પણ વાયરસથી સંક્રમિત થયાં છે.  જ્યારે પીડીપીયુ રોડ ઉપર ઓફિસ ધરાવતાં કુડાસણના 43 વર્ષિય પુરુષ પણ કોરોનામા સપડાયાં છે. જેમને ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 

કલોલ શહેરમાં કોરોનાના વધુ પાંચ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાં મહેન્દ્ર મીલની ચાલીમાં રહેતા 3ર વર્ષીય પુરુષ તાવ અને કફની તકલીફ થતાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે આજે પોઝિટીવ આવ્યો છે. જેથી તેના પરિવારના ત્રણ સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઈન અને 90 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે. જયારે કલોલમાં આવેલા સોપાન-ર ફલેટમાં રહેતો 39 વર્ષીય પુરુષ મહેસાણાના ઈન્દ્રાડમાં આવેલી કંપનીમાં નોકરી કરે છે. ત્યાંથી તેને ચેપ લાગ્યો હતો.

તાવ અને કફની તકલીફ જણાતાં પ્રથમ તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ તેને ગાંધીનગર સિવિલમાં ખસેડાયો હતો. તેના પણ આજે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી તેના પરિવારના બે સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઈન અને 70 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે. મટવા કુવા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃધ્ધને પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃધ્ધ શાકભાજી અને ઘરની ચીજવસ્તુઓ લેવા બહાર જતા હતા જેથી ત્યાંથી સંક્રમિત થયા હતા. પરિવારના બે સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઈન અને 70 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે. કવિતા સ્કુલ પાસે આવેલા આંબાવાડી વાસમાં રહેતા 65 વર્ષીય વૃધ્ધને તાવ અને શ્વાસની તકલીફ જણાતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આજે તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃધ્ધનો પુતર સઈજમાં નોકરી કરે છે વૃધ્ધના પરિવારના બે સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઈન કરાયા છે અને 70 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે. પંચવટીમાં આવેલી જયઅંબે સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃધ્ધને તાવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી ત્યારબાદ તેમને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા હતા. જયાં ટેસ્ટ કરવામાં આવતા તેમનો પણ આજે કોરોના પોઝિટિવ આવ્યો હતો. વૃધ્ધનો પુત્ર અરવિંદ મીલમાં નોકરી કરે છે જેથી તેના દ્વારા વૃધ્ધ સંક્રમિત થયા હોવાનું અનુમાન છે. વૃધ્ધના પરિવારના સાત સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઈન અને આસપાસમાં રહેતા વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 

1

32

પુરુષ

મહેન્દ્રમીલની ચાલી કલોલ

2

39

પુરુષ

કલોલ

3

39

પુરુષ

પુંધરા ,માણસા

4

36

પુરુષ

વાસ્તુનિર્માણ સેક્ટર-21

5

65

પુરુષ

કલોલ

6

63

સ્ત્રી

સેક્ટર-4/સી

7

65

પુરુષ

સેક્ટર-2/સી

8

23

સ્ત્રી

જીંડવા, દહેગામ

9

65

પુરુષ

જયઅંબે સોસા.કલોલ

10

43

પુરુષ

સહયોગગ્રીન, કોબા

11

65

પુરુષ

કલોલ

12

43

પુરુષ

કુડાસણ

13

48

પુરુષ

સેક્ટર-3/સી

14

42

પુરુષ

સેક્ટર-5/બી

15

25

પુરુષ

સેક્ટર-5/બી

16

23

સ્ત્રી

સરગાસણ

17

48

પુરુષ

શારદા સોસા, દહેગામ

18

56

પુરુષ

નહેરૂ સોસાયટી, દહેગામ

Tags :