Get The App

માલપુર ગામના ૫૬ વર્ષિય પુરૂષને કોરોના : અરવલ્લીમાં બે એકિટવ કેસ

- ચૂંટણીઓ બાદ કોરોના સંક્રમણનનું જોર વધ્યું

- અરવલ્લીના પડોશી ખેડા જિલ્લામાં કોરોનાના 21, સાબરકાંઠા અને મહિસાગરમાં ત્રણ-ત્રણ કેસથી ફફડાટ

Updated: Dec 31st, 2021

GS TEAM

Google News
Google News
માલપુર ગામના ૫૬ વર્ષિય પુરૂષને કોરોના : અરવલ્લીમાં બે એકિટવ કેસ 1 - image

મોડાસા,તા. 30

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી સંક્રમીત એવા બે દર્દી નોંધાતાં તંત્રની ઘોર બેદરકારીથી ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી. જોકે આ બે રેપીડ પોઝીટીવ દર્દીઓ પૈકી ૪૦ વર્ષિય મહિલાનું તો સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.જયારે માલપુરના અગ્રણીને કોરોનાના લક્ષણો જણાતાં જ તાબડતોડ મોડાસાની કોવીડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૨ પોઝીટીવ કેસ જોતાં જણાઈ રહયું છે. અરવલ્લી જિલ્લાના પડોશી એવા મહિસાગર,ખેડા અને સાબરકાંઠા જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વકર્યું છે.ખેડા જિલ્લામાં ૨૧, મહિસાગરમાં અને સાબરકાંઠામાં ત્રણ-ત્રણ પોઝીટીવ જયારે ખેડામાં ૦૬ અને મહેસાણા જિલ્લામાં ૦૪ ઓમિક્રોન પોઝીટીવ કેસ નોંધાયા હોવાનું રાજય આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાઈ રહયું છે.ત્યારે બુધવારના રોજ માલપુર ગામના અગ્રણી અને મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલા ૫૬ વર્ષિય અગ્રણીનો રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ જણાતાં તાબડતોડ મોડાસા ખાતેની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતાં ફફડાટ ફેલાયો હતો.અને રોગને શરૂઆતમાં જ ડામી દેવા તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરાવાય, ઉજવણીઓ, મેળાવડા, યાત્રાઓ ઉપર રોક લગાવાય તેવી માંગ ઉઠી હતી. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ આ કોરોનાગ્રસ્ત દર્દીને તાજેતરમાં જ ડાકોરનો પ્રવાસ કર્યો હતો. હાલ આ દર્દીને જરૂરી સારવાર પૂરી પડાઈ રહી છે. અને તેઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવી આ ટેસ્ટ પોઝિટિવ જણાશે તો વધુ એક સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે તેમ જણાવાયું હતું.

સંક્રમિત વિસ્તારોમાં બે સ્થળ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા

અરવલ્લી જિલ્લામાં કોરોનાના સંક્રમણે માથું ઉંચકતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સંક્રમિત વિસ્તારોમાં તાબડતોબ સર્વેલન્સની કામગીરી શરૂરુ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગના ઈ.એમ.ઓ. ર્ડા.પ્રવિણ ડામોરે જણાવ્યું કે સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખી ૮ ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે બાયડ તાલુકાના પાતેળા અને માલપુર તાલુકામાંથી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી બે સ્થળ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.