ખોરજ ગામ પાસે પરિણીતા ઉપર સાસરીયાનો હુમલો-4 સામે ફરિયાદ
ગાંધીનગર, તા.06 જૂન 2020, શનિવાર
ગાંધીનગર શહેર નજીક સરખેજ હાઈવે ઉપર ખોરજ ગામ પાસે મિતલબેન ઘનશ્યામભાઈ ધુરકા રહે.ગોતા હાઉસીંગ તેમના ભાઈ સાથે ઉભા હતા તે દરમ્યાન રાત્રે આઠ વાગ્યાના સુમારે એક રીક્ષામાં તેમના દિયર શૈલેષભાઈ લાલજીભાઈ ધુરકા, સાસુ મંજુલાબેન, મામી સાસુ પ્રેમીલાબેન પ્રેમજીભાઈ જાદવ અને હિતેશભાઈ રતિલાલ જાદવ તમામ રહે.નરોડા ત્યાં આવ્યા હતા અને તારે કયાં સુધી પિયરમાં રહેવાનું છે તેમ કહીને આ ચારેય લોકોએ મિતલબેન અને તેમના ભાઈ ઉપર હુમલો કર્યો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. જેથી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ મિતલબેનની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.