Get The App

સરકારી નોકરી અપાવવાના બહાને બંટી બબલી 1.05 કરોડ લઈ ફરાર

- સે-ર6ના કોન્ટ્રાકટર સાથે છેતરપીંડી

- ત્રણેય સંતાનોને નોકરી લગાડી દેવાની લાલચ આપી રૂપિયા ખંખેર્યા

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
સરકારી નોકરી અપાવવાના બહાને બંટી બબલી 1.05 કરોડ લઈ ફરાર 1 - image


ગાંધીનગર,તા. 15 જૂન 2020, સોમવાર

ગાંધીનગર શહેરના સે-ર6માં રહેતા કોન્ટ્રાકટરની બે પુત્રી અને એક પુત્રને સરકારી નોકરી અપાવવાના બહાને દંપતિએ અલગ અલગ સમયે 1.0પ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા અને ત્યારબાદ નોકરી અપાવી નહોતી અને રૂપિયા પરત માંગતા જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. જેના પગલે આ દંપતિ સામે સે-ર1 પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.  

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સે-ર6ના કિસાનનગર ખાતે પ્લોટ નં.ર13/2 ખાતે રહેતાં ઈશ્વરભાઈ હરજીવનભાઈ પ્રજાપતિ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે તેમના પરિવારમાં બે દીકરી અને એક દીકરાનો સમાવેશ થાય છે. વર્ષ ર014માં તેમની દીકરી અમદાવાદ ખાનગી મોબાઈલ કંપનીમાં કામ કરતી હતી ત્યારે તેનો સંપર્ક ત્યાં નોકરી કરતાં રીન્કુબેન ઉર્ફે આરતીબેન ભરતભાઈ પટેલ સાથે થયો હતો અને ત્યારબાદ આરતીબેન અને તેમના પતિ ભરતભાઈ સોમાભાઈ પટેલ અવારનવાર તેમના ઘરે પણ આવતાં હતા. જે સમયે ભરતભાઈએ ઈશ્વરભાઈને તેમના ત્રણેય સંતાનોને અલગ અલગ વિભાગોમાં સરકારી નોકરી આપવાની લાલચ આપી હતી. જેમાં મોટી દીકરીને યુનિયન બેંકમાં, નાની દીકરીને પોસ્ટ ઓફીસમાં અને દિકરાને ઈસરોમાં નોકરી અપાવવાનુંક હયું હતું. 

જે પેટે થોડા રૂપિયાનો વ્યવહાર કરવો પડશે તેમ પણ કહયું હતું. વર્ષ ર015થી અલગ અલગ સમયે રૂપિયા આપ્યા હતા. નોકરી અંગે પુછપરછ કરતાં થઈ જશે તેમ કહેતા હતા અત્યાર સુધીમાં 1.0પ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચુકવી દેવાઈ હોવા છતાં નોકરીનું ઠેકાણું ના પડતા સંપર્ક ઓછા કરીદીધા હતા અને ત્યારબાદ અમદાવાદ ખાતે તેમના ઘરે જઈ પૈસા પરત માંગતા જીવતા નહીં છોડીએ તેવી ધમકીઓ પણ આપી હતી.  જેથી આ મામલે સે-ર1 પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે 1.0પ કરોડની છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. 

Tags :