FOLLOW US

નરેન્દ્ર મોદીના આશિષ, ભુપેન્દ્ર પટેલ સત્તાનશીન : ટુ ટાયર મંત્રીમંડળ

Updated: Dec 12th, 2022


- 33 પૈકી 12 જિલ્લાને પ્રતિનિધિત્વ, મંત્રીઓમાં સુરત જિલ્લાનો દબદબો યથાવત

- રાજ્યના 17મા મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલ આ:ઢ, 8 કેબિનેટ, 8 રાજ્યકક્ષાના મંત્રી : સાત મંત્રીઓ રિપીટ, 11ને પડતા મૂકાયા

- ચાર પટેલ, ત્રણ કોળી, ત્રણ આદિવાસી, બે દલિત અને એક ક્ષત્રિયનો કેબિનેટમાં સમાવેશ

ગાંધીનગર : ગુજરાત સરકારની નવી કેબિનેટની રચના થઇ ચૂકી છે. ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે ભૂપન્દ્ર પટેલે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા છે. મુખ્યમંત્રી ઉપરાંત આઠ કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના છ મંત્રીઓ અને બે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા સભ્યોએ પણ શપથ લીધા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, સંસદસભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

ભાજપના હાઇકમાન્ડે નવી કેબિનેટને આપેલો ઓપ આશ્ચર્યજનક છે. અનેક સિનિયર પૂર્વ મંત્રીઓની બાદબાકી કરી છે. ભૂપેન્દ્ર પટેલની અગાઉની સરકારના ૧૮ મંત્રીઓ પૈકી માત્ર સાત મંત્રીઓનો સમાવેશ કર્યો છે, જ્યારે ૧૧ મંત્રીઓને પડતા મૂક્યાં છે. સિનિયર પૂર્વ મંત્રીઓની નારાજગી વચ્ચે યોજાયેલા આ સમારોહમાં કેબિનેટ મંત્રી તરીકે આઠ સભ્યોએ શપથ લીધા હતા.

નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કનુભાઇ દેસાઇ, ષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મુળુ બેરા, ડો. કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા છે. બે સભ્યો હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.

આ ઉપરાંત રાજ્યકક્ષાના છ મંત્રી તરીકે પરસોત્તમ સોલંકી, બચુભાઇ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભિખુભાઇ પરમાર અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે. નવા મંત્રીમંડળમાં રાજ્યના કુલ ૩૩ જિલ્લા પૈકી ૧૨ને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. સૌથી વધુ ચાર મંત્રીઓ સુરત જિલ્લામાંથી લેવામાં આવ્યા છે જ્યારે અમદાવાદ અને રાજકોટમાંથી બે-બે સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે મંત્રીઓએ શપથ લીધા છે તેમાં મુખ્યમંત્રી સહિત ચાર પટેલ, ત્રણ કોળી, ત્રણ સિડયુઅલ ટ્રાઇબ, બે ઓબીસી, બે સિડયુઅલ કાસ્ટ, એક ક્ષત્રિય, એક જૈન, એક અનાવિલ બ્રાહ્મણનો સમાવેશ થાય છે.

33 પૈકી 12 જિલ્લાને પ્રતિનિધિત્વ 

વિસ્તાર પ્રમાણે પ્રતિનિધિત્વ જોઇએ તો સુરત શહેર અને જિલ્લામાંથી સૌથી વધુ ચાર મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ અને રાજકોટમાંથી બે-બે મત્રીઓ આવ્યા છે. બાકીના ૯ જિલ્લા વસલાડ, મહેસાણા, જામનગર, પાટણ, દ્વારકા, અરવલ્લી, ભાવનગર, મહિસાગર અને દાહોદમાંથી એક-એક મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય  દેવવ્રતે મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.

10થી વધુ કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજાવાર મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રમાંથી કુલ ૧૦ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ શપથવિધિ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી પરિષદ મંત્રીઓમાં અમિત શાહ, રાજનાથસિંહ, સર્બાનંદ સોનોવાલ, સ્મૃતિ ઇરાની, પુષ્પતી કુમાર પારસ, મનસુખ માંડવીયા, ભૂપન્દ્ર યાદવ, પુરુષોત્તમ :પાલા, મહેન્દ્રનાથ પાંડે, ફગ્ગન સિંહ કુલસ્તે, દર્શનાબહેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, રામદાસ આઠવલે અને અનુપ્રિયા પટેલ હાજર હતા.

ભાજપ શાસિત રાજ્યોના CM

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ  પૈકી ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, અરુણાચલ પ્રદેશના પ્રેમા ખાંડૂ, ઉત્તરાખંડના પુષ્કરસિંહ ધામી, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, ગોવાના પ્રમોદ સાવંત, કર્ણાટકના બસવરાજ બોમ્મઈ, ત્રિપુરાના માણિક સહા, મણિપુરના એન. બિરેન સિંહ અને આસામના મુખ્યમંત્રી ડો. હિંમતા બિસ્વા શર્માની ઉપસ્થિતિ રહી હતી. એ ઉપરાંત એનડીએ સમર્થિત પક્ષોની રાજ્ય સરકારોના મુખ્યમંત્રીઓમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિતના મુખ્યમંત્રીઓ આ અવસરે સહભાગી થયા હતા.

નાયબ મુખ્યમંત્રીઓ 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેવ વર્, નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી યાનથુંગો પૈટન, અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ચોવના મેન અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આજના શપથર્ધિ સમારોહમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા ઉપરાંત ભાજપ શાસિત અન્ય રાજ્યોના મંત્રીઓમાં આસામના કેશવ મહંત, કર્ણાટકના બી.સી. નગેશ, બયારતી બસવરાજની પણ ઉપસ્થિતિ રહી હતી.

ભાજપના સંગઠનના મહારથીઓ 

આ ઉપરાંત ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય ઓમ માથુર, નેશનલ જનરલ સેેક્રેટરીઝ બી. એલ. સંતોષ, દુષ્યંતકુમાર ગૌતમ, સી.ટી. રવિ, શ્રી તરુણ ચુગ અને વિનોદ તાવડે, નેશનલ સેક્રેટરીમાં વિનોદ સોનકર, ઓમપ્રકાશ ધુરવે, વિજયા રાહતકર, ડો. અલકા ગુર્જર અને આશા લાકરા તથા પાર્લામેન્ટરી  બોર્ડના સભ્યોમાં ડો. ઈકબાલ સિંહ લાલપુરા, ડો. સુઘા યાદવ અને ડો. સત્યનારાયણ જાતીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના નેતાઓ 

ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ  મુખ્યમંત્રી વિજય :પાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પૂર્વ મંત્રી વજુભાઈ વાળા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ અને અગ્રણી સુરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના સંતોના આશીર્વાદ 

મુખ્યમંત્રી અને મંત્રીઓએ સંતો-મહંતોને પ્રત્યક્ષ મળીને તેમના આશીર્વાદ  પ્રાપ્ત  કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શપથવિધિ  સ્થળે સંતો-મહંતો સાથે તથા અન્ય મહાનુભાવો સાથે સૌજ્ન્ય મુલાકાત કરી હતી અને સમગ્ર મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થયાં બાદ તેમણે નવનિયુકત મંત્રીઓને  શુભેચ્છાઓ આપી હતી. મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે સમગ્ર શપથવિધિસમારોહનું સંચાલન કર્યું હતું. 

મંત્રીમંડળના સભ્યો

કેબિનેટ મંત્રીઓ 

મંત્રી

વિસ્તાર

જ્ઞાતિ

કનુભાઇ દેસાઇ

પારડી

અનાવિલ

ષિકેશ પટેલ

વિસનગર

પટેલ

રાઘવજી પટેલ

જામનગર-ગ્રામ્ય

પટેલ

બળવંતસિંહ રાજપૂત

સિદ્ધપુર

ક્ષત્રિય

કુંવરજી બાવળિયા

જસદણ

કોળી

મુળુ બેરા

ખંભાળિયા

OBC

ડો. કુબેર ડિંડોર

સંતરામપુર

ST

ભાનુબેન બાબરિયા

રાજકોટ-ગ્રામ્ય

SC


રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી                મજુરા             જૈન-વણિક

જગદીશ વિશ્વકર્મા       નિકોલ                  OBC


રાજ્યકક્ષાના મંત્રી :

પરસોત્તમ સોલંકી

ભાવનગર-ગ્રામ્ય

કોળી

બચુભાઇ ખાબડ

દેવગઢ બારિયા

ST

મુકેશ પટેલ

ઓલપાડ

કોળી-પટેલ

પ્રફુલ પાનસેરિયા

કામરેજ

પટેલ

ભિખુભાઇ પરમાર

મોડાસા

SC

કુંવરજી હળપતિ

માંડવી

ST

Gujarat
English
Magazines