ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ વધુ 24 કેસ
- પાટનગરમાંથી નવ જ્યારે ગાંધીનગર અને કલોલ તાલુકામાંથી નવા પાંચ-પાંચ દર્દીઓ મળી આવ્યાં
ગાંધીનગર,તા.13 જુલાઈ 2020, સોમવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ દિવસે અને દિવસે વધી રહ્યાં છે. ગઇકાલે ૪૫ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા બાદ આજે વધુ ર૪ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જે પૈકી પાટનગરના નવ કેસ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગાંધીનગર અને કલોલ તાલુકામાંથી પાંચ પાંચ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે દહેગામમાંથી બે અને માણસામાંથી ત્રણ પોઝિટિવ દર્દી આવ્યાં છે.
આજે મળી આવેલા કુલ ૨૪ પોઝિટિવ દર્દીઓ પૈકી પાટનગરમાંથી નવ કેસ સામે આવ્યા છે. જેમાં સેક્ટર-૪માંથી વધુ બે કેસ મળ્યા છે. આ બંને દર્દીઓ સેક્ટર-૪/સીમાં રહેતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અગાઉ પોઝિટિવ આવેલાં પતિની ૩૦ વર્ષિય પત્નિ પોઝિટિવ આવી છે. જ્યારે ઘરે રહેતો ૬૦ વર્ષિય પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
બાપુ કોલેજમાં આસી.પ્રો.તરીકે ફરજ નિભાવતી સેક્ટર-૫/સીની ૨૮ વર્ષિય યુવતી ચેપગ્રસ્ત થઇ છે. જેને હોમ આઇસોલેશનનો વિકલ્પ પસંદ કર્યો છે. સેક્ટર-૨૪ હરસિધ્ધિનગરમાં રહેતી બે મહિલા કોરોનામાં પટકાઇ છે. એસબીઆઇ સે-૧૦માં કામ કરતી ૩૦ વર્ષિય યુવતિ જ્યારે ગુરૂકુલની ૪૮ વર્ષિય શિક્ષિકા કોરોનામાં સપડાયાં છે. આ બંને મહિલા દર્દીને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સેક્ટર-૨૬ કિસાનનગરમાંથી વધુ એક પોઝિટિવ દર્દી મળી આવ્યો છે.નરોડાથી પાંચ દિવસ પહેલાં સેક્ટર-૨૬માં આવેલી ૪૩ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેક્ટર-૨૯ અમનપાર્કમાં રહેતી ૨૮ વર્ષિય ગૃહિણીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે. પાલજમાં આવેલી આઇઆઇટીમાં ૧૫ દિવસ પહેલાં બિહારથી આવેલાં ૩૨ વર્ષિય આસી.એન્જિનીયર કોરોનામા સપડાયાં છે. જેની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થર્મલ પાવર સ્ટેશનમાં આસી. તરીકે ફરજ નિભાવતા અને જીઇબી કોલોનીમાં રહેતા ૪૧ વર્ષિય યુવાન કર્મચારીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સારવાર ગાંધીનગર સિવિલમાં ચાલી રહી છે.
ગાંધીનગર તાલુકામાંથી આજે પાંચ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સરઢવની અને મોટા ચિલોડાની વૃધ્ધા ઉપરાંત પેથાપુર, કુડાસણના યુવાન કોરોનામાં સપડાયાં છે. જ્યારે ખોરજમાં રહેતી ૩૫ વર્ષિય યુવતિનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
દહેગામ શહેર અને તાલુકામાંથી એક-એક એમ બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સુર્યકાંત સોસાયટીમાં રહેતા પપ વર્ષિય આધેડ સંક્રમિત થયાં છે જ્યારે વાસણાચૌધરીના ૬૫ વર્ષિય વૃદ્ધ કોરોનામાં પટકાયાં છે.
માણસામાંથી ત્રણ કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. તેમાં લોદરામાંથી બે જ્યારે માણસા શહેરી વિસ્તારમાંથી એક પોઝિટિવ દર્દી મળી આવ્યો છે.
જિલ્લામાં કોરોના હોટ સ્પોટ બનેલા કલોલમાંથી નવા પાંચ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. બોરીસણામાંથી બે નાદરીમાંથી એક, ધમાણસામાંથી એક જ્યારે કલોલ શહેરી વિસ્તારમાંથી એક પોઝિટિવ દર્દી પ્રકાશમાં આવ્યા છે. કલોલ શહેર અને તાલુકામાં આરોગ્યલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે કરવા માટે સુચના આપવામાં આવી છે.
ક્રમ |
ઉંમર |
પુ./સ્ત્રી |
વિસ્તાર |
૧ |
૩૦ |
સ્ત્રી |
સેક્ટર-૪/સી |
૨ |
૬૦ |
પુરુષ |
સેક્ટર-૪/સી |
૩ |
૨૮ |
સ્ત્રી |
સેક્ટર-૫/સી |
૪ |
૩૦ |
સ્ત્રી |
હરસિધ્ધનગર સેક્ટર-૨૪ |
૫ |
૪૮ |
સ્ત્રી |
સેક્ટર-૨૪ |
૬ |
૪૩ |
સ્ત્રી |
કિ.નગર,સે-૨૬ |
૭ |
૨૮ |
સ્ત્રી |
અમનપાર્ક
સેક્ટર-૨૯ |
૮ |
૪૧ |
પુરુષ |
જીઇબી કોલોની |
૯ |
૩૨ |
પુરુષ |
આઇઆઇટી પાલજ |
૧૦ |
૭૬ |
સ્ત્રી |
સરઢવ |
૧૧ |
૬૨ |
સ્ત્રી |
મોટાચિલોડા |
૧૨ |
૪૫ |
પુરુષ |
પેથાપુર |
૧૩ |
૩૭ |
પુરુષ |
કુડાસણ |
૧૪ |
૩૫ |
સ્ત્રી |
ખોરજ |
૧૫ |
૫૫ |
પુરુષ |
સુર્યકેતુ
સોસા.દહેગામ |
૧૬ |
૬૫ |
પુરુષ |
વાસણાચૌધરી |
૧૭ |
૪૨ |
પુરુષ |
લોદરા |
૧૮ |
૫૦ |
પુરુષ |
લોદરા |
૧૯ |
૪૩ |
પુરુષ |
માણસા |
૨૦ |
૫૭ |
પુરુષ |
ધમાસણા |
૨૧ |
૨૫ |
સ્ત્રી |
બોરીસણા |
૨૨ |
૨૯ |
પુરુષ |
બોરીસણા |
૨૩ |
૬૫ |
સ્ત્રી |
નાદરી |
૨૪ |
૪૧ |
પુરુષ |
કલોલ અર્બન-ર |