Utility

Expiry Date અને Best Before વચ્ચે શું તફાવત છે? સામાન ખરીદતી વખતે તમે આવી ભૂલ ન કરતા

By GS Team
14 Nov 20263 mins read
TukuTouch Logo
બજારમાંથી વસ્તુઓ ખરીદતી વખતે ગ્રાહકો 'Expiry Date' અને 'Best Before' ને એક જ સમજે છે, જે ખોટું છે. Expiry Date એટલે ઉત્પાદન વાપરવાની અંતિમ તારીખ, જે પછી ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. Best Before એટલે ઉત્પાદનની શ્રેષ્ઠ ગુણવત્તા કેટલા સમય સુધી જળવાઈ રહેશે. આ તારીખ પછી ગુણવત્તા ઘટે, પણ યોગ્ય સંગ્રહથી વસ્તુ અમુક સમય વાપરી શકાય. સુરક્ષા અને ગુણવત્તાનો આ તફાવત સમજવો જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Expiry Date અને Best Before વચ્ચે શું તફાવત છે? સામાન ખરીદતી વખતે તમે આવી ભૂલ ન કરતા
AI Image

Know The Difference Between Expiry And Best Before: બજારમાંથી ખાવા-પીવાની ચીજવસ્તુઓ કે અન્ય ઉત્પાદનો ખરીદતી વખતે મોટાભાગના ગ્રાહકો તેની કિંમત, બ્રાન્ડ અને પેકેટ પર લખેલી તારીખ ચોક્કસ તપાસે છે. જોકે, ઘણા લોકો 'Expiry Date' (એક્સપાયરી ડેટ) અને 'Best Before'(બેસ્ટ બિફોર)ને એક જ સમજી લેતા હોય છે, જ્યારે વાસ્તવમાં આ બંને શબ્દોનો અર્થ અને ઉપયોગ તદ્દન અલગ છે. આ બંને તારીખો વચ્ચેનો સાચો તફાવત સમજવાથી તમે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહી શકો છો અને ખોરાકનો બગાડ પણ અટકાવી શકો છો.

શું હોય છે Expiry Date?

Expiry Dateનો સીધો અર્થ કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની અંતિમ તારીખ સાથે છે:

● આ તારીખ વીતી ગયા બાદ ઉત્પાદક કંપની તે પ્રોડક્ટની સુરક્ષા કે ગુણવત્તાની કોઈ ગેરંટી આપતી નથી.

● ખાસ કરીને ખાવા-પીવાની વસ્તુઓ અને દવાઓના કિસ્સામાં એક્સપાયરી ડેટ નીકળી ગયા પછી તેનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

● ઉદાહરણ: જો તમે દૂધનું પેકેટ ખરીદ્યું છે અને તેના પર Expiry Date 15 નવેમ્બર 2026 લખી છે, તો તેનો ઉપયોગ તે તારીખ સુધીમાં જ કરી લેવો જોઈએ. ત્યારબાદ દૂધમાં બેક્ટેરિયા પેદા થવાનું અને તે બગડી જવાનું જોખમ રહે છે.

શું હોય છે Best Before?

Best Beforeનો અર્થ એ છે કે કોઈ પણ પ્રોડક્ટની સર્વશ્રેષ્ઠ ગુણવત્તા કેટલા સમય સુધી જળવાઈ રહેશે:

● આ તારીખ સુધી સામાનનો સ્વાદ, સુગંધ, રંગ અને ટેક્સચર સૌથી ઉત્તમ રહેવાની અપેક્ષા હોય છે.

● જોકે, Best Beforeની તારીખ નીકળી જવાનો અર્થ એ બિલકુલ નથી કે તે વસ્તુ તાત્કાલિક ઝેરી કે અસુરક્ષિત બની ગઈ છે.

● ઉદાહરણ: જો બિસ્કિટના પેકેટ પર Best Before 15 નવેમ્બર 2026 લખ્યું હોય, તો તે તારીખ સુધી બિસ્કિટનો સ્વાદ અને ક્રિસ્પીનેસ (કડકપણું) શ્રેષ્ઠ રહેશે. ત્યારબાદ પણ જો પેકેટ યોગ્ય રીતે સીલબંધ અને સારી જગ્યાએ સ્ટોર કરેલું હોય, તો તે ખાવા યોગ્ય રહી શકે છે, પરંતુ ઉપયોગ પહેલાં તેની ગંધ અને રંગની તપાસ કરવી જરૂરી છે.

બંને વચ્ચે સૌથી મોટો તફાવત શું છે?

● સુરક્ષા વિરુદ્ધ ગુણવત્તા: Expiry Dateનો સીધો સંબંધ પ્રોડક્ટની સુરક્ષા(Safety) સાથે છે, જ્યારે Best Beforeનો સંબંધ સામાનની ગુણવત્તા (Quality) સાથે છે.

● એક્સપાયરી ડેટ વીતી ગયા પછી વસ્તુનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ, જ્યારે Best Before વીતી ગયા પછી વસ્તુની ગુણવત્તા થોડી ઘટી શકે છે, પરંતુ યોગ્ય સ્ટોરેજની સ્થિતિમાં તે અમુક સમય સુધી ઉપયોગમાં લઈ શકાય છે.

સામાન ખરીદતી અને વાપરતી વખતે રાખો આ ખાસ સાવચેતી

  • પેકેટ પર લખેલી તારીખ અને 'Use By' કે 'Best Before'ની વિગતો હંમેશાં ધ્યાનથી વાંચો.
  • દૂધ, દહીં અને અન્ય જલ્દી બગડી જતી ચીજવસ્તુઓને ફ્રીજમાં યોગ્ય તાપમાને જ સ્ટોર કરો.
  • પેકેટ એકવાર ખુલી ગયા બાદ તેના પર લખેલી સ્ટોરેજ સંબંધિત સૂચનાઓનું અવશ્ય પાલન કરો.
  • ખાદ્ય પદાર્થોમાં ફૂગ, દુર્ગંધ કે રંગમાં કોઈ અસામાન્ય ફેરફાર દેખાય તો તેનો ઉપયોગ તરત બંધ કરો.
  • માત્ર સુંઘીને કે ચાખીને કોઈ એક્સપાયર થયેલી પ્રોડક્ટને સુરક્ષિત માનવાની ભૂલ ન કરો.