Utility

LPG e-KYCની ડેડલાઇન પૂરી: શું ઘરમાં ગેસ સિલિન્ડર આવતો બંધ થઈ જશે? જાણો નિયમ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
LPG ગેસ સિલિન્ડર માટે e-KYC ની ડેડલાઇન 23 ઓગસ્ટ 2026 ના રોજ પૂરી થઈ ગઈ છે, જેથી ગ્રાહકોમાં ચિંતા વધી છે. જોકે, તાત્કાલિક ગેસ સપ્લાય બંધ નહીં થાય. ટેકનિકલ ખામીઓને કારણે ઘણા ગ્રાહકો પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, તેથી ડેડલાઇન લંબાવવાની માંગ છે. ગ્રાહકો હજુ પણ પોર્ટલ પર અથવા નજીકની એજન્સીનો સંપર્ક કરીને e-KYC કરાવી શકે છે, જેથી સબસિડી ચાલુ રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

LPG e-KYCની ડેડલાઇન પૂરી: શું ઘરમાં ગેસ સિલિન્ડર આવતો બંધ થઈ જશે? જાણો નિયમ

LPG E-KYC Deadline : LPG ગેસ સિલિન્ડર માટે e-KYC કરાવવાની નિર્ધારિત ડેડલાઇન 23 ઓગસ્ટ 2026ના રોજ પૂરી થઈ ગઈ છે, જેના કારણે ગ્રાહકોમાં ગેસ સપ્લાય અને સબસિડી બંધ થવા અંગે ચિંતા વધી છે. આ પહેલાં છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2026 રાખવામાં આવી હતી. જે ગ્રાહકોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તેમની સબસિડી અટકી જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

શું ડેડલાઇન પૂરી થતાં જ ગેસ સિલિન્ડર આવતો બંધ થશે?

ડેડલાઇન ચૂકી જવાનો અર્થ એવો બિલકુલ નથી કે ઘરમાં આવતો LPG ગેસ સિલિન્ડર તાત્કાલિક બંધ થઈ જશે. નિયમ મુજબ તારીખ વીતી ગયા પછી તરત કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી કોઈ સત્તાવાર જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જોકે, ભવિષ્યમાં સિલિન્ડર બુકિંગ અને સબસિડી મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે.

ડેડલાઇન લંબાવવા ડીલરો અને ગ્રાહકોની માંગ

દેશભરમાં ટેકનિકલ ખામીઓના કારણે અનેક ગ્રાહકો સમયસર e-KYC કરાવી શક્યા નથી. આથી LPG ડીલર્સ અને ગ્રાહકો તરફથી ડેડલાઇન આગળ વધારવાની માંગ કરવામાં આવી રહી છે.

પોર્ટલ પર હજુ પણ e-KYCની પ્રક્રિયા ચાલુ

ગેસ કંપનીઓ દ્વારા પોર્ટલ પર e-KYC ની લિંક બંધ કરવામાં આવી નથી. ગ્રાહકો પોર્ટલ પર જઈને પોતાની પ્રક્રિયા અત્યારે પણ પૂર્ણ કરી શકે છે. સમયસર આ કામ પૂરું કરવાથી એકાઉન્ટ ફ્રીઝ થવાથી બચી જશે અને સબસિડી પણ ચાલુ રહેશે.

નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરવા અપીલ

જો આપે હજુ સુધી e-KYC નથી કરાવી, તો હવે વધુ સમય બગાડવો યોગ્ય નથી. ગ્રાહકો સંબંધિત ગેસ કંપનીના ઓફિશિયલ પોર્ટલ અથવા નજીકની ગેસ એજન્સીનો રૂબરૂ સંપર્ક કરીને તાત્કાલિક પોતાની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઈએ.