પેન્શનર્સ માટે મોટા સમાચાર: 1 નવેમ્બરથી DLC 5.0 શરૂ, હવે બૅન્ક ગયા વગર ઘરે બેઠાં જમા થશે લાઈફ સર્ટિફિકેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

DLC Campaign 5.0: Submit Digital Life Certificate Online via Face Authentication | દર વર્ષે નવેમ્બર મહિનો શરૂ થતાં જ પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકો અને તેમના પરિવારો સામે સૌથી મોટી ચિંતા ઊભી થાય છે. “બૅન્ક કે સરકારી કચેરીઓની લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહીને જીવન પ્રમાણપત્ર કેવી રીતે જમા કરાવવું?” પેન્શન નિયમિત મળતું રહે તે માટે દર વર્ષે પેન્શનરે પોતે હયાત હોવાનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત હોય છે. પરંતુ આ વખતે વડીલોએ ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે પેન્શનર્સની આ મોટી મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવા માટે દેશવ્યાપી સૌથી મોટું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાન એટલે કે DLC Campaign 5.0 શરૂ કરી દીધું છે.
દેશના બે હજાર શહેરોમાં અઢી કરોડ કરોડ સર્ટિફિકેટ્સનો લક્ષ્યાંક
- સરકાર દ્વારા સંચાલિત આ દેશવ્યાપી અભિયાન 1 નવેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી આખો મહિનો ચાલશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ સુવિધા દેશના છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાનો છે.
- આ વખતે સરકારે દેશભરના આશરે 2,000 શહેરો અને જિલ્લાઓમાં અભિયાન ચલાવીને કુલ 2.30 કરોડ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવવાનો મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ રાખ્યો છે.
ઈ બાયોમેટ્રિક ડિવાઈસ નહીં: હવે સીધો સ્માર્ટફોન કેમેરાથી થશે 'ફેસ સ્કેન'
આ વખતના અભિયાનની સૌથી મોટી વિશેષતા ફેસ ઓથેન્ટિકેશન તકનીક છે. અગાઉ ફિંગરપ્રિન્ટ કે આંખોના સ્કેન માટે અલગ બાયોમેટ્રિક મશીનની જરૂર પડતી હતી, જેમાં ઘણીવાર વડીલોની ફિંગરપ્રિન્ટ મેચ ન થવાની સમસ્યા આવતી. હવે કોઈ વધારાના ડિવાઈસ વગર માત્ર એન્ડ્રોઈડ કે iOS સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરાથી ચહેરો સ્કેન કરીને ઘરે બેઠાં જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) જમા કરી શકાય છે. ઘરનો કોઈ પણ યુવા સભ્ય પોતાના વડીલો માટે આ પ્રક્રિયા માત્ર થોડી મિનિટોમાં પૂર્ણ કરી શકે છે.
મોબાઈલથી સર્ટિફિકેટ જમા કરાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
- સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી Jeevan Pramaan App (અને જરૂરી Face RD App) ડાઉનલોડ કરો.
- એપ ઓપન કરી આધાર કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
- મોબાઈલ પર પ્રાપ્ત થયેલ OTP નાખીને વેરિફિકેશન પૂર્ણ કરો.
- સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરા સામે ચહેરો રાખીને લાઈવ ફેસ સ્કેનિંગ કરો.
- ત્યારબાદ પેન્શનરનો પ્રકાર, PPO નંબર, સંબંધિત બૅન્ક અથવા પેન્શન એજન્સીની વિગતો અને સેન્ક્શન ઓથોરિટીની માહિતી ભરો.
- સબમિટ કરતાં જ તમારું Jeevan Pramaan ID જનરેટ થઈ જશે, જેને તમે ડાઉનલોડ કરીને સાચવી શકો છો.
પથારીવશ વડીલો માટે ઘરે સેવા અને કેમ્પમાં હેલ્થ ચેકઅપ
- ઘરે બેઠા સહાય: જે વૃદ્ધો બીમાર છે, પથારીવશ છે કે ચાલી-ફરી શકતા નથી અને બૅન્ક સુધી પહોંચવામાં અસમર્થ છે, તેમને ઘરે જઈને આ ડિજિટલ સુવિધા પૂરી પાડવામાં આવશે.
- આરોગ્ય તપાસ અને આધાર સહાય: દેશભરમાં યોજાનારા વિશેષ શિબિરોમાં પેન્શનર્સ માટે સામાન્ય સ્વાસ્થ્ય તપાસ અને આધાર કાર્ડ સંબંધિત સુધારા-વધારાની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
- ફરિયાદ નિવારણ અધિકારી: પ્રમાણપત્ર જમા કરાવતી વખતે જો કોઈ ટેકનિકલ ખામી સર્જાય, તો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સ્પેશિયલ કમ્પ્લેઈન્ટ ઓફિસર્સ તૈનાત કરવામાં આવ્યા છે.
તમામ અગ્રણી વિભાગો અને મંત્રાલયોનું સંયુક્ત નેટવર્ક
- તમામ અગ્રણી પેન્શન ડિસ્બર્સિંગ બૅન્કો
- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બૅન્ક (IPPB)
- ભારતીય રેલવે
- એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)
- સંરક્ષણ મંત્રાલય (CGDA)
- યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)
- ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (MeitY)




