FOLLOW US

કોમળ ફૂલ જેવાં બાળકોને જીવલેણ ગંભીર બીમારીનું મૂળ શોધવાની જરૂર

Updated: Jan 24th, 2023


ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

વીતેલા સપ્તાહના સૌથી આઘાતજનક સમાચાર ગુજરાતનાં બાળકો વિશે હતા. રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ આશરે ૮૮-૮૯ લાખ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી. સરકારી અને ખાનગી શાળાઓ, આશ્રમશાળાઓ અને મદરેસામાં અભ્યાસ કરતાં બાળકોને આ કાર્યક્રમમાં આવરી લેવાયાં. તપાસનું પરિણામ આપણા સૌને માટે ચોંકાવનારું ગણાય. ૩,૧૯૫ બાળકોને કેન્સર, કિડનીના વ્યાધિ અને હાર્ટ પ્રોબ્લેમ હોવાનું જાણવા મળ્યું. આ તપાસ માત્ર ગુજરાત રાજ્યન

આટલાં નાનકડાં બાળકોને આવી બીમારી કેમ એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે.  હજુ તો ગયા વરસે ૨૦૨૨ના આરંભે આંખના અને ગળા-નાક-કાનના નિષ્ણાત ડોક્ટરોએ એક ચેતવણી ઉચ્ચારી હતી કે જે રીતે હેડ ફોન અને મોબાઇલનો વપરાશ વધી રહ્યો છે એ જોતાં નજીકના ભવિષ્યમાં દ્રષ્ટિઝાંખપ અને બહેરાશના કેસ વધી જશે. આ ચેતવણી પૂરેપૂરી ધ્યાનમાં લેવાય એ પહેલાં લાખો બાળકોના આરોગ્યની તપાસમાં ચોંકાવનારાં પરિણામ આવ્યાં. 

ગૃહિણીઓ રોજ કોઇ ને કોઇ કાછિયા પાસે શાકભાજી ખરીદતી હશે. એમના ધ્યાનમાં એક વાત જરૂર આવી હશે. શાકલારીવાળાનું બાળક રડે તો શાકવાળો (કે શાકવાળી) કાં તો એને મોબાઇલ ફોન પકડાવી દેશે અથવા તૈયાર નમકીનું પડીકું આપી દેશે. કાછિયા કંઇ ભણેલા તો હોતાં નથી. માત્ર શાકવાળા શું કામ, આપણે સૌ, બાળકને તોફાન કરતું અટકાવવા મોબાઇલ પકડાવી દઇએ છીએ. મોબાઇલમાંથી કિરણોત્સર્ગ (રેડિયેશન) વછૂટે છે એ હકીકત તરફ આપણે ધ્યાન આપતાં નથી. 

બાળક મોબાઇલને ચહેરાની નજીક રાખીને જુએ છે. એની પહેલી માઠી અસર એની આંખ પર થાય છે. આ રેડિયેશન પણ કેન્સર જેવી બીમારી સર્જી શકે છે. બીજી બાજુ ટ્રાફિકવાળા રોડ પર ટુ વ્હીલર ચલાવતી વખતે કાનમાં હેડફોન નાખીને વાહન દોડાવતા ટીનેજર્સ અજાણપણે કાન જેવા નાજુક અવયવ પર અત્યાચાર ગુજારે છે. બે પાંચ વરસે કાનની સાંભળવાની શક્તિ ઘટી જાય છે. 

રહી વાત કિડની અને હૃદયની બીમારીની. કિડનીની બીમારીનું એક કારણ બોરનું પાણી છે. આઠસોથી બારસો ફૂટ ઊંડેથી આવતું બોરનું પાણી પોતાની સાથે ઘણા હાનિકારક ક્ષાર લઇને આવે છે. ઉપનગરો અને ગ્રામ વિસ્તારમાં રહેતા લોકો આ જ પાણી પીવે છે. એમને ખ્યાલ નથી હોતો કે બોરનું પાણી સીધેસીધું પીવાય નહીં. પથરીના અને કિડનીની બીમારીના વધી રહેલા કેસનું કારણ બોરનું પાણી છે.

હૃદયરોગ કેમ થાય છે એ વિશે એક નિષ્ણાત સાથે વાત કરતાં તેમણે સરસ સમજાવ્યું. એમણે કહ્યું કે બજારુ નમકીનના પડીકામાંથી વેફરની એક પતરી લો. એને દીવા પર ધરી રાખો. પછી જુઓ કે કેટલું  તેલ એમાંથી ટપકે છે. મોટા ભાગની બજારુ નમકીન વાનગી ડીપ ફ્રાય હોય છે. એ બનાવવામાં કેવું તેલ વાપર્યું છે એ કોણ જોવા જાય છે. આવી ડીપ ફ્રાય બજારુ વાનગી અજાણતાંમાં બાળકના શરીરમાં કોલેસ્ટોરલ વધારી દે છે અને બાળક હૃદય રોગનો ભોગ બની જાય છે. 

સરકારી તંત્રે ભલે એવી શેખી કરી કે અમે તપાસના રિપોર્ટ પછી બધાં બાળકોને યોગ્ય સારવાર આપી છે. સરકારી તંત્રના રેઢિયાળ વહીવટને આપણે સૌ જાણીએ છીએ. આવા કિસ્સામાં સૌથી વધુ જવાબદારી આપણા સૌની છે. પોતાના બાળકની તંદુરસ્તી જાળવવાની જવાબદારી દરેક માતાપિતાની છે. ભલભલા ડોક્ટરો પણ કહે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર (સારવાર કરતાં સાવચેતી સારી). એક સમયે બાળકને ભૂખ લાગે ત્યારે માતાઓ સુખડી, થેપલાં, વઘારેલા મમરા, ઘરનો બનાવેલો ચેવડો જેવો નિર્દોષ નાસ્તો આપતી. આજે મોંઘવારી સામેની લડતમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય એટલે માતાઓને નાસ્તો બનાવવાનો સમય મળતો નથી. પરિણામે તૈયાર પેકેટ લાવીને બાળકને પકડાવી દે છે. કેટલીક પ્રાથમિક શાળાઓ સચેત રહીને માતાપિતાને સંદેશો મોકલે છે કે બાળકને તૈયાર નાસ્તા સાથે નિશાળમાં મોકલતા નહીં. આવા સંદેશાની વાટ જોયા વિના દરેક માતાપિતાએ પોતાના બાળકના આરોગ્યની બાબતમાં થોડી સજગતા દેખાડવાની જરૂર છે.


Gujarat
News
News
News
Magazines