Updated: Dec 28th, 2022
- એક જ પરિવારના 3 લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ
તાપી, તા. 28 ડિસેમ્બર 2022, બુધવાર
ભૂંડ જેવા જાનવરો ખેતરમાં વાવેલા પાકને ખૂબ જ નુકશાન પહોંચાડતા હોય છે. ખેતરના પાકને ખૂબ મોટા પાયે નુકશાન પહોંચાડતા હોય છે. ત્યારે તાપી જિલ્લાના વાલોડ ગામમાં ખેતી પાકને બચાવવા માટે ખેતરની ફરતે કરંટ વાળા તારની વાડ કરવામાં આવી હતી. પરંતુ આ જ નુસખાનું વિપરિત પરિણામ આપતા હોવાનો કિસ્સો સામે આવી છે.
આ ઘટના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં બની છે. વાલોડમાં ખેતર ફરતે કરેલી કરંટ લાઈનથી કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે. પિતા, પુત્ર અને માતાનું મોત થઈ ગયુ છે. એક જ પરિવારના 3 લોકોના કરંટ લાગતા મોત થઈ જતા ગામમાં શોકનો માહોલ છે.
ખેતરના પા ને ભૂંડ જેવા જાનવરોથી બચાવવા માટે ખેતરમાં કરંટની લાઈન મુકતા આ ઘટના બની હતી.