For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉચ્છલનાં નારણપુરમાં રસીકરણનાં પ્રચાર-પ્રસાર ગયેલી ટી.ડી.ઓ.ની ટીમને ધમકી

Updated: Apr 29th, 2021

Article Content Image

-આ લોકો મારશે, સેફ્ટી વાપરીને નીકળી જાવ

-સ્થાનિક શખ્સે આપેલી ધમકીનો વીડિયો વાયરલ થયો

-ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ ફેલાવવા તંત્ર દ્વારા ટીમ બનાવી કામગીરી થઈ રહી છે

વ્યારા

ઉચ્છલના નારાણપુર ગામે કોરોના રસીકરણ અંગે પ્રચારમાં નીકળેલા ટીડીઓ,મેડિકલ ઓફિસરો તથા સ્ટાફ સાહત ૧૭ લોકોની ટીમને સ્થાનિક શખ્સે સ્થાનિકો તમને મારશે કહી ગામ છોડી જતા રહેવાની ધમકી આપી હતી,જે અંગેનો વિડીઓ  વાયરલ થતા જીવન જોખમે કામ કરતા કર્મચારીઓમાં કચવાટ છે.

તાપી જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વધતા વહીવટી તંત્ર લોકોને રક્ષણાત્મક  કોરોના ની રસી લેવા જણાવી રહ્યું છે.જોકે ગ્રામીણ વિસ્તારમાં રસી અંગે લોકોમાં ભ્રામક પ્રચાર ચાલતો હોવાથી રસી લેવા આગળ આવતા નથી,જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ગામે ગામ રસીકરણ કરવા પ્રચાર પસાર શરૃ કર્યો છે.દરમિયાન ગુરુવારે ઉચ્છલના નારાણપુર ગામે પ્રચાર માટે ગયેલ ઉચ્છલ ટીડીઓ પી.ટી.પાયઘોડે, વિસ્તરણ અધિકારી છોટુ ગામીત , તથા આરોગ્ય સ્ટાફ જેમાં બે મેડિકલ ઓફિસર,૭ આશા વર્કર,૫ આંગણવાડી વર્કર, બે હેલ્થ વર્કર મળી કુલ ૧૮ લોકોનો સ્ટાફ ૧=૩૦ કલાકે ગામમાંથી પરત થવાની તૈયારીમાં હતો. દરમિયાન ત્યાંથી એસ્ટ્રિમ બાઈક(નં.જીજે-૨૬-જે-૩૦૭૯) લઈને પસાર થતાં રાજુભાઈ ગામીત નામના શખ્સે બાઈક થોભાવીને અધિકારી સહીત કર્મચારી ગણને આ લોકો (ગ્રામજનો)નો માર પડશે, તમે હું કરવાનાં ?,તમે તમારી સેફટી સાચવીને નીકળી જાવ,ગામ તમારા આગળ તૂટી પડે તો હું કરવાના,આપણા લોકો જ રહે છે.નહિ કોઈ દવ (દાનવ) રહેતા,'' એવુ કહી બાઈક ચાલુ કરી જતા જતાં અહીંથી નીકળી જાવ કહી ધમકી આપી જતો રહ્યો હતો.ત્યારબાદ સ્ટાફ પણ ઉચ્છલ મામલતદાર કચેરીમાં જિલ્લા પુરવઠા અધિકારીએ યોજેલ બેઠકમાં જવા નીકળી ગયા હતા.

જોકે ઘટના અંગે કોઈકે ધમકી આપતો વીડિયો સાશિયલ મીડિયામાં વાયરલ કરતાં જાનના જોખમ વચ્ચે લોકોની સેવા અર્થે કામ કરતા કર્મચારીઓમાં ચકચાર મચી છે.

નોડલ અધિકારીને જાણ કરાઈ પણ કાર્યવાહી થઈ નથી

ઉચ્છલ નારાણપુર ગામે કોરોના રસીકરણના પ્રચાર પ્રસાર દરમિયાન સ્થાનિક શખ્સે જતા રહેવાની આપેલી ધમકી બાબતે સ્ટાફે ઉચ્છલ મામલતદાર કચેરીએ નોડલ અધિકારી એવા જિલ્લા પુરવઠા અધિકારી નૈતીકા ચૌધરીએ યોજેલ મીટીંગમાં રજુઆત કરી હતી,પરંતુ માડી સાંજે પણ ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા જાનના જોખમે સેવા કરતા કર્મચારીઓનું મોરલ ડાઉન થઇ રહ્યું છે.  

Gujarat