Get The App

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામનું નવું પંચાયત ભવન સેન્ટ્રલી એસી અને સંપૂર્ણ સૌર ઊર્જા સંચાલિત

Updated: Oct 23rd, 2020

GS TEAM


Google News
Google News
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામનું નવું પંચાયત ભવન સેન્ટ્રલી એસી અને સંપૂર્ણ સૌર ઊર્જા સંચાલિત 1 - image


તાપી, તા. 23 ઓક્ટોબર 2020 શુક્રવાર

તાપી જીલ્લો એ આદિવાસી વસ્તી ધરાવતો અને અંતરિયાળ વિસ્તાર છે, અને આવા જિલ્લામાં આધુનિક સુવિધા મળવી ઘણી મુશ્કેલ હોય છે. પરંતુ હવે આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ શરૂ થવાથી આ ગામડાઓ ડિજિટલ બનવા તરફ આગળ વધી રહ્યા છે.

આ બધા વચ્ચે તાપી જિલ્લાના વાલોડ તાલુકાનું બુહારી ગામની ગ્રામ પંચાયતનું જે નવું ભવન બનાવવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે સેન્ટ્રલ એસી અને સોલાર ઉર્જાથી ચાલશે. સમગ્ર તાપી જિલ્લામાં બુહારી ગ્રામ પંચાયત એ પ્રથમ એવી ગ્રામ પંચાયત વર્ષે જે સોલાર ઉર્જાથી ચાલશે અને વીજળીની બચત થશે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામનું નવું પંચાયત ભવન સેન્ટ્રલી એસી અને સંપૂર્ણ સૌર ઊર્જા સંચાલિત 2 - image

તાપી જિલ્લાનું બુહારી ગામની વસ્તી અંદાજે 6500 છે. ગામના દરેક ફળીયામાં પાકા રસ્તા, પેવર બ્લોક, પીવાના પાણી, તમામ સુવિધા ભૂગર્ભ ગટર યોજના જેવી સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ ગામમાં WIFI, CCTV કેમેરા, ગામની પંચાયતની વેબસાઈટ બનાવી બુહારી ગામ સ્માર્ટ વિલેજ બનાવવા તરફ આગળ વધ્યું છે.

ગામ સમગ્ર તાપી જિલ્લામાં પ્રથમ ગામ એવું છે, જે સંપૂર્ણ ડિજિટલ બન્યુ છે અને હવે આ ગામ સોલર ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર તાપી જિલ્લામાં બુહારીગામનું પંચાયત ભવન સોલાર ઉર્જા થકી ચાલશે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામનું નવું પંચાયત ભવન સેન્ટ્રલી એસી અને સંપૂર્ણ સૌર ઊર્જા સંચાલિત 3 - image

ગામના ઉપસરપંચ સુરજ દેસાઇ કહે છે કે" તાપી જિલ્લામાં લોકો વીજળીનો ખર્ચો ઓછો કરે અને સોલર ઉર્જા તરફ આગળ વધે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે તે માટે ગામનું નવું પંચાયત ભવન સૌર ઊર્જાથી સજજ કરવામાં આવ્યું છે. પહેલા પંચાયતનો વીજળી ખર્ચ 25,000 આવતો હતો તે હવે સોલાર પેનલ લાગવાથી શૂન્ય થઇ જશે.

29 લાખના ખર્ચે તૈયાર થયેલું આ નવું પંચાયત ભવન સૌર ઊર્જાથી સજ્જ તો હશે જ પરંતુ સેન્ટ્રલ એસી પણ રહેશે. ગ્રામ પંચાયતમાં આવતા લોકો આ તમામ સુવિધાઓ લાભ મેળવી શકશે સાથે જ 150 CCTV કેમેરા કે જે ગામમાં લગાવવામાં આવ્યા છે તેનું સંચાલન પણ અહીંથી જ કરવામાં આવશે.

Tags :