Updated: Jan 2nd, 2023
- ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
સુરત, તા. 02 જાન્યુઆરી 2023 સોમવાર
સુરતના માંડવી તાલુકામાં દુર્ઘટના સર્જાઈ છે. માંડવી તાલુકાના આંબાપારડી ગામેથી સોનગઢના દેવલીમાડી મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓનો ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાળકોના મોત થઈ ગયા છે. વ્યારા ગામની સીમમાં ટેમ્પો પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો.
ટેમ્પામાં 15થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. આ અકસ્માતમાં 2 બાળકોના મોત થઈ ગયા છે જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ ફોન પર માહિતી મેળવી હતી અને સંવેદના વ્યક્ત કરી હતી.