તાપી, તા. 27 સપ્ટેમ્બર 2020 રવિવાર
કુદરતના ખોળે વસેલા તાપી જિલ્લાના આમણીયા ગામ નજીક આવેલા સુંદર આંબાપાણી ઈકો ટુરિઝમ બનવવામાં આવ્યું છે.

2.22 કરોડના ખર્ચે બનેલું આ ઇકો ટુરિઝમ આ દક્ષિણ ગુજરાતના લોકો માટે એક અલગ સ્પોટ બની રહેશે.

આંબાપાણી ખાતે બોટિંગ ડેક બનાવવામાં આવ્યો છે જે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર છે.

નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે પુર્ણા નદીના કિનારે આવેલ આંબાપાણી ઈકો ટુરિઝમ ખાતે વિકાસની વિપુલ તકો છે.

અહીં પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ, ગઝેબો, કિચન વીથ ડ્રીંકીંગ ફેસીલીટી, ટ્રે હાઉસ, મેઈન ગેટ, ચિલ્ડ્રન પ્લે એરિયા વીથ ઈકવીપમેન્ટ, પાર્કિંગ ફેસીલીટી, પેવીંગ એન્ડ કબિંગ વર્ક, બોટીંગ ડેક, સીટીંગ બેન્ચ, રીનોવેશન વર્ક ઓફ એકઝેસ્ટીંગ ટોયલેટ, રીનોવેશન ઓફ ટેનમ્ટ એરિયા પ્લીન્થ, રીનોવેશન અફો એકઝેસ્ટીંગ વિઝીટ સેન્ટર, ઈલેકટ્રીકલ લેન્ડસ્કેપ વિગેરે ઉભા કરાયા છે. અહીં પ્રવાસીઓ ભરપુર આનંદ માણી શકશે.







