ડોલવણના હરિપુરામાં ડુંગર ખોદીને થઇ રહેલું ગેરકાયદે ચર્ચનું બાંધકામ
આદિવાસીઓ માટે પવિત્ર ગણાતા ડુંગરનો ઇતિહાસ માયાદેવી માતા સાથે જોડાયેલો છે
ડુંગર ખોદી રસ્તો પણ બનતા લોકોમાં રોષ
વ્યારા તા.12 જાન્યુઆરી 2020, મંગળવાર
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના હરિપુરા ગામે હિન્દૂ આદિવાસીઓ માટે પવિત્રભૂમિ ગણાતાં ડુંગરનો ઇતિહાસ માયાદેવી માતા સાથે જોડાયેલો છે. આ ડુંગર નજીક કાચું પ્રાર્થના ઘર બનાવાયું છે અને હવે નજીકમાં જ ડુંગર ખોદી રસ્તો બનાવી પાકું ચર્ચ બનાવવા તજવીજ થતાં હિન્દુ સમાજમાં રોષ જોવા મળે છે. ગેરકાદેસર બાંધકામ દૂર કરવા મામલતદારને આવેદન અપાયું છે.
ડોલવણ તાલુકાના હરિપુરા ગામે સરકારી જંગલની
જગ્યા પર આવેલા ડુંગરનો ઇતિહાસ કહેવાય છે કે, માયાદેવી માતા સાથે જોડાયેલો હોવાથી આદિવાસી હિંદુઓ માટે પવિત્ર ભૂમિ
મનાય છે. પરંતુ આ જંગલ વિસ્તારમાં વગર પરમિશને કાચું પ્રાર્થના કરવા માટેનું બંધકામ
કરવામાં આવ્યું છે. એટલું ઓછું હોઈ તેમ ત્યાં ગેરકાયદેસર આર.સી.સી ચર્ચનું બાંધકામ
થઇ રહ્યું છે, જ્યાં પહોંચવા માટે ડુંગર ખોદીને ગેરકાયદેસર રસ્તો પણ બનાવવામાં આવી
રહ્યો છે. ભવિષ્યમાં આ કૃત્યથી બે ધર્મના લોકો વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાવાની અને ધર્માંતરણને
પ્રોત્સાહન મળવાની સંભાવના છે.
જેને પગલે મંગળવારે હિન્દુ સમાજના આગેવાનો
સાથે સામાજિક અગ્રણી પાંડુરંગ રાધાકૃષ્ણ સાથે તંત્રની મંજૂરી વગર બિનઅધિકૃત રીતે સરકારી
જમીનમાં પ્રવેશ કરીને થઇ રહેલા ચર્ચાના બાંધકામને અટકાવવાની માંગ કરાઇ છે. આ કૃત્ય
કરનારાઓ સામે ફોજદારી અને જમીન મહેસુલ કાયદાની કલમ હેઠળ કાર્યવૌહી કરવા સ્થળના ફોટો
સહિતના પુરાવા સાથે ડોલવણ મામલતદાર કચેરી, કલેટકર અને પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેદનપત્ર
આપવામાં આવ્યું હતુ.