Get The App

મેડિકલ-અનામત-એડમિશન .

Updated: Jun 6th, 2019

GS TEAM

Google News
Google News
મેડિકલ-અનામત-એડમિશન                                               . 1 - image



એડમિશનની મોસમ શરૂ થઈ રહી છે. નવા શેક્ષણિક સત્રના આગમનના એંધાણ દેખાવા લાગ્યા છે એની સાથે જ પ્રવેશના ધોરણોને અપડેટ કરવા અંગે રાષ્ટ્રવ્યાપી ચર્ચાની શરૂઆત પણ સમાંતર રીતે આરંભાઈ છે. આથક રીતે પછાત લોકોને અનામતનો લાભ આપવાના કામમાં એકાએક તેજી આવી ગઈ છે. નવી દિલ્હીની રાજ્ય સરકારે આજ સુધી આ અંગે કોઈ હુકમ કર્યોન હતો.

 કેજરીવાલ કદાચ ચૂંટણીના પરિણામો પારખીને પછી નિર્ણય લેવા ચાહતા હતા. તેમણે હમણાં જ આથક અનામતનું પાલન કરવાનો હુકમ કર્યો છે. પરંતુ તેમણે પાછલી અસરથી એનો અમલ કરવાની સૂચના આપી છે. એટલે ગઈ પહેલી ફેબુ્રઆરીથી જે જે ખાલી જગ્યાઓ પર સરકાર દ્વારા ભરતીની પ્રક્રિયા હાલ ચાલુ છે તે તમામ પદો પર આ લાભ આપવામાં આવશે. એ જ રીતે પંજાબ સરકારે પણ કેજરીવાલના ડહાપણને અપનાવી લેવાનું નક્કી કરીને જરૂરી હુકમો કરી દીધા છે. 

પરંતુ આ બધા વૃત્તાંતોમાં ગુજરાત સરકારે કરેલો હુકમ અનોખો છે અને એટલે એ દેશભરમાં અત્યારે વિવાદનો વિષય બની રહ્યો છે. ગુજરાત સરકારે સાવ સામાન્ય ટોનમાં અને હળવાશથી એવી જાહેરાત કરી દીધી છે કે એન્જિનિયરિંગ અને મેડિકલ વગેરે કોલેજોમાં પણ આથક આધાર પરની અનામતીય જોગવાઈઓ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. ગત જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કેન્દ્ર સરકારે દસ ટકા આથક અનામતની વિભાવના અને કાયદો ઘડયો હતો. 

આ બંધારણીય સંશોધનને ચૂંટણી પહેલાના મિસ્ટર મોદીના કેટલાક માસ્ટર સ્ટ્રોકમાંથી એક માનવામાં આવે છે. એ સમયે તમામ રાજકીય પક્ષો આ વિચારધારા સાથે સહમત હતા. જાન્યુઆરીના આરંભે કેન્દ્રીય પ્રધાન મંડળે આ નિર્ણય લીધો હતો. પછીના બે-ચાર દિવસમાં જ સંસદના બન્ને ગૃહોમાંથી એ સુધારણા વિધેયકને મંજુરી મળી ગઈ અને બારમી જાન્યુઆરીએ તો રાષ્ટ્રપતિએ સહી પણ કરી.

ગુજરાતે તો તુરત જ એના અમલની જાહેરાત કરી અને તત્ સંબંધિત હુકમો પણ કર્યા. બીજા રાજ્યોએ પછી ધારાધોરણો ઘડયા. અને બાકી રહેલા અનેક રાજ્યો હવે ઉતાવળમાં હુકમો કરીને આથક બુનિયાદ પરની અનામતના હુકમ કરવા લાગ્યા છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે પાછલી એનડીએ સરકારના આ બંધારણીય સુધારા વિધેયકને હજુ દેશની સર્વોચ્ચ અદાલતની અગ્નિપરીક્ષામાંથી પસાર થવાનું બાકી છે. સર્વોચ્ચ અદાલતે અગાઉ એ આદેશ આપેલો છે અને એનો વારંવાર પુનરોચ્ચાર પણ કરેલો છે કે અનામત પચાસ ટકાથી ઓછી હોવી જોઈએ.

 સામે એ પણ હકીકત છે કે દેશના બધા રાજ્યોનું સર્વેક્ષણ કરવામાં આવે તો અનામતનું 'વેરિએશન' પણ બહુ છે. હવે એક રીતે પ્રજાના પક્ષે અને સરકારના પક્ષે અનામત એક ઠંડો પડી ગયેલો મુસદ્દો છે પરંતુ નિર્ણય બંધારણીય સુધારા સંબંધિત હોવાથી સર્વોચ્ચના સાંકડા ભેડાઘાટમાંથી એનડીએના આ નિર્ણયે પસાર તો થવાનું રહેશે જ. હવે જોવાનું એ રહે છે કે આથક બુનિયાદ પરની દસ ટકા અનામત જોગવાઈ તરફ અદાલત કેવો અભિગમ અપનાવે છે.

આ જોગવાઈ સાથે સંબંધિત એક અરજી સર્વોચ્ચ અદાલત પાસે ચૂકાદા માટે પેન્ડીંગ હતી જેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમમાં દસ ટકા આથક પછાતો માટેની અનામતની જોગવાઈને પડકારવામાં આવી હતી. ગયા ગુરુવારે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આથક અનામતનો નિર્ણય આ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ પર લાગુ થતો નથી. હવે સર્વોચ્ચ અદાલત આ કેસમાં આખરી ચૂકાદો શું આપે છે તેના પર બધાની નજર રહેશે. 

અનામત આપણા દેશમાં એટલો મોટો મુદ્દો બની જાય છે કે ગમે ત્યારે ગમે તે રીતે એકાએક જ સપાટી પર આવી જાય છે. ફરી ઠરી જાય છે ને ફરી એનો ધૂમાડો દેખાવા લાગે છે. ઔદ્યોગિક વિકાસ, કૃષિ સંશોધન કે ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ કદી મુદ્દો જ બનતા નથી અને એ કારણે આ અત્યન્ત મહત્ત્વના ક્ષેત્રોમાં કોઈ જ નવીન હલચલ નથી. હતા ત્યાંને ત્યાં જેવા અનેક ક્ષેત્રો ને અનેક વિષયો છે. વળી અનામત એ પૂર્ણતઃ સમષ્ટિગત સમાધાન તો નથી. અનામત અનિવાર્ય એટલે છે કે એ પૂર્વ અન્યાયોનું અભિનવ ન્યાયમાં રૂપાંતર કરી આપે છે. 

Tags :