Get The App

WHO મુખ્ય અપરાધી .

Updated: May 26th, 2020

GS TEAM

Google News
Google News
WHO મુખ્ય અપરાધી                            . 1 - image


કોરોના સંક્રમણે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) પરનો વિશ્વાસ ડગમગાવી દીધો છે. ચીનાઓ બહુ લુચ્ચા પ્રાણીઓ છે. ચીનના હાન વંશમાં થઈ ગયેલા સમ્રાટો મધ્યયુગમાં સિંહનો શિકાર કરી એને ઓહિયા કરી જતા હતા. જંગલી મનોવૃત્તિઓ જે પ્રાગૈતિહાસિક કાળમાં દરેક વનમાનુષમાં હતી તે ચીનાઓમાં હજુય છે. એમના મસ્તિષ્કનો વિકાસ એબ્સર્ડ છે. ટેકનોલોજીને કારણે ચીનાઓની મૂર્ખતા પર લાખો ડોલરનો પરદો પડેલો છે.

પૈસા અનેક હીનતાઓ અને મૂર્ખતાઓને ઢાંકવાની પ્રાચીન ચાદર છે જે ચીને ઓઢેલી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કોઈ પણ ભેદભાવ વિના વિશ્વના દરેક નાગરિકના આરોગ્યના સુખાકારીની ચિંતા કરતી સંસ્થા છે, એવી છાપ સામાન્ય હતી. કોરોનાએ તે છાપનું ધોવાણ કરી નાખ્યું છે. કારણ કે ડબ્લ્યુ-એચ-ઓની કામગીરી ઉપર શંકા ઉઠી છે. શંકાના કારણો ઘણા છે. દુનિયાના ઘણા દેશોએ માંગણી કરી છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના સંક્રમણની શરૂઆતમાં ચીનની ઘોર તરફદારી કરી એ બદલ તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

સંસ્થાના વડાએ આ તપાસને લીલી ઝંડી બતાવવી પડી અને કોરોનાની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેની વૈજ્ઞાનિક તપાસ કરવાનો પણ આદેશ આપવો પડયો. વૈશ્વિક રોગચાળામાં ડબ્લ્યુ-એચ-ઓની સંપૂર્ણ નિષ્ફળતાના કારણો જાણવા રહ્યા. ચીની જાસૂસો વિશ્વ આરોગ્ય સંસ્થાના કંઠે પડેલા છે. બેફામ ડોલર વેરતા રહીને ચીને ડબ્લ્યુ-એચ-ઓના બેવકૂફ અધિકારીઓ દ્વારા જગતને પહેલો મેસેજ એ અપાવ્યો કે કોરોના એક મનુષ્યથી બીજા મનુષ્યમાં સંક્રાન્ત થતો રોગ નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાની અટારીએથી જગતને સંબોધીને કહેવામાં આવેલા આ વિધાનથી આખું જગત કોરોના પરત્વેની ગાઢ બેહોશીમાં પોઢી ગયું. હવે આ સંસ્થા ઉપર સૌથી મોટો આરોપ એ છે કે કોરોના સંક્રમણની ગંભીરતા જાણવા છતાં તેણે દુનિયાને અંધારામાં રાખી. કોરોના સંકટને પેન્ડેમિક તરીકે જાહેર કરવામાં પણ ચીનના ઈશારે બહુ જ મોડું કરવામાં આવ્યું.

વિશ્વ આરોગ્ય સંસ્થાની આ હરકતને લીધે દુનિયાનો દરેક દેશ કોરોનાની ઝપટમાં આવી ગયો છે. તે સંસ્થાએ આવું કેમ કર્યું ? એના પર આરોપ છે કે સંસ્થા ઉપર ચીનનો અંશતઃ કબજો છે અને સંસ્થા ચીનને નારાજ કરવા ચાહતી ન હતી. હવે જો નિષ્પક્ષ તપાસ થઈ શકે અને સાચું કારણ બહાર આવી શકે તો ખબર પડે કે કાચું ક્યાં કપાયું ? પરંતુ મોટો સવાલ એ છે કે આ નિષ્પક્ષ તપાસ થશે ખરી ? ચીન જેવો માથાભારે દેશ તપાસ થવા દેશે ? તપાસ કરવા માટેની આગેવાની કોણ કરશે અને પડદા પાછળ દોરીસંચાર કયા દેશનો હતો તેની આપણને ખબર પડશે ? વિશ્વ આરોગ્ય સંસ્થા ઉપર હકુમત સ્થાપવા માટે વિશ્વની બે મહાસત્તાઓએ સ્પર્ધા લગાવી હતી.

તેના પરિણામસ્વરૂપ જ આ હાલત થઈ અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેની શાખ ગુમાવી દીધી. અમેરિકા અને ચીનના ગજગ્રાહનું આ પરિણામ બહુ ખરાબ આવ્યું જેની કિંમત દુનિયાએ ચૂકવવાની આવી છે. રોજના નવા કોરોના સંક્રમણો અને રોજના મૃત્યુ આંક ખરેખર વિશ્વ આરોગ્ય સંસ્થાની ઉદાસીનતાનું જ પરિણામ છે. હવે સ્થિતિ કોઈનાય કાબૂમાં રહી નથી.

હમણાં જિનીવામાં ડબ્લ્યુએચઓની ઓનલાઈન મિટિંગ થઈ હતી જેમાં તે સંસ્થાની તરફેણ કરનારા દેશોની દલીલ ચિંતાજનક હતી. મિટિંગ પહેલા જ યુરોપીય સંઘે ડબ્લ્યુએચઓને અપરાધી ઠરાવતી અરજી કરી હતી, ત્યારે ભારત સહિત રશિયા, તુર્કી, સાઉદી અરેબિયા, બ્રિટન, મલેશિયા સહિતના ઘણા દેશોએ તેનું સમર્થન કર્યું. આ મિટિંગમાં ચીનનું નામ જ લેવામાં ન આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકા પણ એમાંથી બાકાત રહ્યું. અમેરિકા તો પહેલેથી ચીનની વિરુદ્ધ આરોપનામું ઉચ્ચારી રહ્યું છે તો એ મુખ્ય ખેલાડીને બદલે પરદા પાછળ કેમ ધકેલાઈ ગયું તે સવાલ છે. અમેરિકાએ ત્યાં ચીન વિરુદ્ધ એક પણ વેણ વહેતું કર્યું નહિ. જ્યારે કે અમેરિકા હજાર વાર બૂમો પાડી ચૂક્યું છે કે અમે કોરોનાની ઉત્પત્તિનું રહસ્ય જાણીને જ જંપીશુ.

ચીન અને અમેરિકાનું યુદ્ધ ખતમ થવાનું નથી. અમેરિકાનો વિશ્વ આરોગ્ય સંસ્થા ઉપર આરોપ છે કે તાઇવાનમાં થયેલી આંતરરાષ્ટ્રીય બેઠકમાં અમેરિકાને બોલાવવામાં આવ્યું ન હતું અને તેનું કારણ ચીનનો સંસ્થા ઉપરનો કબજો હતો. ચીન તાઇવાનને સ્વતંત્ર દેશ નથી માનતું જ્યારે અમેરિકાએ તાઇવાનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા હેઠળ ચીનને ભીંસમાં લેવાનો અમેરિકાનો વિચાર હતો જે ફળીભૂત ન થયો.

અમેરિકાના પ્રભુત્વનું પતન ચીનના હાથે વારંવાર થાય છે. આ સમય એવો છે કે બે મહાસત્તાઓ વચ્ચેના તણાવને કારણે પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને વિશ્વશાંતિ જોખમમાં ન મુકાય એ બાબતે પ્રયત્નો કરવામાં આવે. વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ માટે કામ કરતી સંસ્થા છે, જેનું કાર્યક્ષેત્ર ગરીબ અને વિકાસશીલ દેશો માટે મદદરૂપ થવાનું હતું. વિશ્વ નાગરિકની સરેરાશ તંદુરસ્તીનું પ્રમાણ આ જ સંસ્થા દ્વારા નક્કી થતું. પણ આ જ સંસ્થા હવે પથારીએ પડયા જેવી નૈતિક દુર્બળતા ધરાવતી એટલે કે વિવાદાસ્પદ બની ગઈ છે. કોરોનાકાળ પછી એવુ થશે કે લગભગ બધા દેશો ડબ્લ્યુ-એચ-ઓને શંકાની નજરે જોશે.

Tags :