Get The App

ચૈતર વૈશાખના વાયરા .

Updated: Apr 18th, 2019

GS TEAM

Google News
Google News
ચૈતર વૈશાખના વાયરા                                     . 1 - image



આ ચાલુ સપ્તાહમાં વાતાવરણ સતત બદલાતું રહ્યું છે. વાદળાઓ અને ધૂળની ડમરીઓ વચ્ચે આકરા સૂર્યને અવારનવાર લપાઈ જવું પડયું છે. આ વખતે ઉનાળાની શરૂઆત એકાએક જ થઈ અને ઉષ્ણતામાનનો પારો સીધો ઉંચાઈએ પહોંચી ગયો. પાનખર તુ પછી આવનારી વસંત તુ તો સાવ હાંસિયામાં ધકેલાઈ ગઈ. આવું બે વર્ષ પહેલા પણ થયું હતું. આ વખતે ફરીવાર વાસંતી વાયરાઓએ દિશાઓમાં પગલા મૂક્યા પહેલા જ વિદાય લઈ લીધી. 

અત્યારે વાતાવરણમાં હજુય શિયાળા-ઉનાળા વચ્ચેની જે સન્ક્રાન્તિ જેવી સ્થિતિ છે તે જનઆરોગ્ય માટે ખતરનાક નીવડી શકે છે. ઉનાળો આવે એટલે ગુજરાતમાં કાર્બન કેરીની મોસમ શરૂ થાય છે. આ કાર્બન કેરી એ દુષ્ટ વેપારીઓની મનોવૃત્તિનું અને ગુણવત્તાની ખાતરી કર્યા વિના ખાદ્ય પદાર્થો પેટમાં પધરાવતા ગુજરાતીઓનું સંયુક્ત ફળ છે. જેઓ તૈયાર રસ લાવે છે કે બહારથી પાકી કેરી ઘરે લઈ આવે છે તેઓને માટે ગુણવત્તા પરીક્ષણ જરૂરી છે.

કેરી તો અજાયબ અમૃતફળ છે. ગુજરાતી મધ્યમ વર્ગના લોકો કેરી માટે વિશેષ બજેટની આગોતરી વ્યવસ્થા રાખતા હોય છે. સુખી પરિવારો તો મુંબઇના એરપોર્ટ પર કેરીનું પહેલું બોક્સ દેખાય ત્યારથી છેક પહેલા વરસાદની ઝડી વરસે ત્યાં સુધી કેરીના આસ્વાદના બાહુપાશમાં બંધાયેલા રહે છે. દક્ષિણ ભારત અને દક્ષિણ મહારાષ્ટ્રમાંથી આમ તો કેરી ક્યારનીય આવવા લાગી છે. દર વરસે સરકાર લાખો રૂપિયાની કાર્બન દ્વારા પકાવવામાં કેરીના વિપુલ જથ્થાને ઝડપીને એનો નાશ કરે છે.

અપરાધીઓ પર ફોજદારી કલમો ન લગાવી હોવાને કારણે બીજા વરસે એના એ જ પરિબળો ફરી જન આરોગ્ય સાથે ચેડાં કરતા રહે છે. કાર્બન કેરીથી અનેક પ્રકારની રોગગ્રસ્તતા સ્વાદરસિકોમાં પ્રવેશી જાય છે અને પછી આરોગ્યભુવનોના લાંબા ફેરાની શરૂઆત થાય છે. પ્રબુદ્ધ કહેવાતા અને પોતાને સજાગ માનતા મોભીઓએ પરિવારને કાર્બન કેરીથી બચાવી લેવાની જરૂર છે.

જુની ગુજરાતી ભાષામાં ઉનાળો 'આગલી'નો કહેવાય. હા, આગલીનો એટલે સાવકો. સગો નહીં. બધા ઉનાળાને તોછડી નજરે જ જુએ. ઝાડના ટેકે બપોરિયું કરી રહેલો કામદાર વર્ગ કે એસી ગાડીમાં ફરી રહેલો સંપન્ન પ્રવાસી. શિયાળા અને ચોમાસાના ભરપૂર વખાણ થાય, કવિતાઓમાં તેની ખૂબસુરતીના વર્ણન થાય, ફિલ્મોમાં તેના બેકડ્રોપમાં કલાઈમેક્સના સિન આવે.

પણ ઉનાળો જાણે અસ્પૃશ્ય રહે. આપણા શરીરના તાપમાન સાથે વાતાવરણનું તાપમાન સૌથી વધુ નજીક શિયાળામાં નહીં પણ ઉનાળામાં હોય છે. આપણું ભીતરી અસ્તિત્વ પ્રકૃતિ સાથે એક સૂર એક તાલમાં હોય તોય ઉનાળો ઝટ પૂરો થાય એની બધા રાહ જોતા હોય છે. મનુષ્યને સમજવો અઘરો કેમ છે એ સમજવા માટે તેના ઉનાળા પ્રત્યેના અણગમાને એક આધાર તરીકે લઈ શકાય. 

ગરમીનું સામ્રાજ્ય આ બહુ લખાયેલું શબ્દયુગ્મ છે. હકીકતમાં આપણે ઉષ્ણ રક્તધારી સામાજિક પ્રાણી છીએ. ગરમી વિના આપણે આગળ વધી શકીએ એમ નથી. ઉનાળો મનુષ્ય માટે કુદરતે મુકેલો એલાર્મ છે કે વધુ આગળ દોડવાની લ્હાયમાં તું ફક્ત તારું જ વિચારીશ તો આગળના વળાંક ઉપર એટલી ગરમી લાગશે કે સહન નહીં કરી શકે. ઉનાળાનો મહિમા તો કોઈ ટાગોર જેવો મહાકવિ જ વર્ણવી શકે. ચારેબાજુ ઘન કે પ્રવાહી પદાર્થાે ઉપરથી વરાળ ઊડતી હોય.

ઉનાળો એકેએક તત્ત્વનું બાષ્પીભવન કરવાની કોશિશ ફાગણથી જેઠના અંત સુધી કર્યા કરે અને એમાં અંશતઃ સફળ પણ થાય. ઉનાળામાં વાતાવરણ અને જમીન સૌથી વધુ નજીક હોય, જાણે એકરસ થવાનો મોકો. ગરમીને ચાહવાનો અને તે ચાહતને રજૂ કરી શકવાનો સોનેરી મોકો ફક્ત મનુષ્યજાતને મળેલો છે. ઈતર જીવસૃષ્ટિ પાસે તો અબોલ અનુભવ સિવાય કંઈ નથી.

ગ્રીષ્મના પવન અને વૈશાખી વાયરા. ફાગણથી જેઠ સુધીનો સમય આકરી કસોટીનો સમય હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગલા વર્ષના ઉનાળા કરતાં આ ઉનાળો આકરી જવાની ભીતિ વત્તા આગાહી છે. આધુનિક વિશ્વએ પ્રગતિના નામે એ સિદ્ધિ હાંસિલ કરી છે કે દર ઉનાળાએ તાપમાનનો નવો વિક્રમ સર્જાય.

વિચારશીલ લોકો તેના કારણોમાં ગ્લોબલ વોમગ જેવા શબ્દપ્રયોગ કરશે. પણ અદના આદમીથી લઈને ટોચની સત્તા સુધી તાપમાન વધારવામાં બધાનો સહયોગ હોય છે. ઉનાળો, સામાન્ય માણસની કસોટી તો કરે જ છે પણ સાથે સાથે ઉદ્યોગો, કલાકારો, નેતાઓ, વેપારીઓ બધાની ખબર લઈ નાખે છે. એમાં પણ આ વખતે તો ચૂંટણીનું વર્ષ હોવાથી ઉનાળો રાજકીય ગરમીમાં ઘી હોમવાનું કામ કરતો હોય એવું લાગે છે. ટોળે વળેલા 

Tags :