Get The App

વિશ્વકપમાં વિશ્વ કેવડું ?

Updated: Jun 11th, 2019

GS TEAM

Google News
Google News
વિશ્વકપમાં વિશ્વ કેવડું ? 1 - image



ભારતીયોનું બ્લડ પ્રેશર થોડું ઊંચું રહે એવી મનોરંજનસભર રસાકસીની ક્ષણો પુરી થતી નથી. લોકસભાની ચૂંટણીના પરિણામનો ધમાકેદાર મેચ ત્રેવીસમી મેએ પૂરી થઈ અને તરત જ ક્રિકેટ વિશ્વકપની શરૂઆત થઈ. બંને મેચમાં ઘણું સામ્ય છે. દુનિયાને પરિણામનો સાચો અંદાજ છે અને ભારતીયોને શું પરિણામ આવશે તેનો પાક્કો વિશ્વાસ છે. 

બંને મેચમાં છેલ્લી ક્ષણો સુધી મોમેન્ટમ જળવાઈ રહે તેની વ્યવસ્થિત જોગવાઈ તે બંને મેચના છાપેલ કાટલા જેવા ખેલાડીઓએ કરી રાખી છે. પણ શું એ કઈંક વધુ પડતો જ યોગાનુયોગ ન કહેવાય કે દરેક મેચમાં છેલ્લી ઘડી સુધી નેક-ટુ-નેક કોમ્પિટિશન જળવાઈ રહે? હવે તો આકટેક્ટની જેમ ભવિષ્યમાં મેચ ડિઝાઈનરો પણ અસ્તિત્વમાં આવશે. અલબત્ત ઉતાવળ હોય તો તમે કામચલાઉ રીતે સટ્ટાખોરોને મેચ ડિઝાઈનર કહી શકો ! 

ક્રિકેટના વર્લ્ડકપની વાત કરીએ તો અત્યારે ચાલુ છે તે ટુર્નામેન્ટ કહેવાય તો છે વર્લ્ડ કપ પણ વર્લ્ડના કેટલા દેશો એમાં ભાગ લઇ શકે છે ? વિશ્વમાં અંદાજીત ૨૦૦ જેટલા દેશ છે. ક્રિકેટની ગ્લોબલ ગવનગ બોડી આઈસીસી- ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સભ્યદેશોની સંખ્યા એકસો કરતાં વધારે છે છતાં પણ વર્લ્ડ કપમાં તો માત્ર દસ દેશો જ રમે છે.

એવું કેમ ? એક અબજ કરતા વધુ લોકોની પસંદગીની ગેમનો વ્યાપ પૃથ્વીના નકશા ઉપર બહુ જ સંકુચિત છે. બીજી એક પણ એવી રમત નહીં હોય જેનો ફેલાવો આટલો બધો સીમિત રાખવામાં આવ્યો હોય. 'જેન્ટલમેન્સ ગેમ' કહેવાતી ક્રિકેટમાં આવું કેમ છે ? 

૨૦૧૫ ની સાલમાં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ આવી હતી જેનું નામ હતુંથ 'ડેથ ઓફ એ જેન્ટલમેન'. શીર્ષક સંપૂર્ણ યથાર્થ છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ક્રિકેટ ગેઈમમાં નીતિમત્તા જેવું રહ્યું નથી.  સ્પોર્ટ્સમેન સ્પિરિટની અપેક્ષા ફક્ત રમતના મેદાન ઉપર રમી રહેલા ક્રિકેટરો પાસેથી રખાય છે, તેઓના ઉપરી અધિકારીઓ પાસેથી નહીં. કારણ કે વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા સત્તાધીશો મલિન રાજકારણ રમીને પૈસા કમાવામાં જ મશગુલ છે. 

મેદાનની બહારના આ આખા ખેલમાં મુખ્ય નાયકો (કે ખલનાયકો) ત્રણ છે. ભારતની ક્રિકેટ ગવનગ બોડી બીસીસીઆઈ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ. આ ત્રણેય દેશોની ક્રિકેટની ઓથોરિટી બોડીને સંયુક્તપણે 'બિગ થ્રી' કહેવાય છે અને આ ત્રણેય દેશોના ક્રિકેટ બોર્ડનો આઈસીસીમાં સૌથી વધુ હિસ્સો છે. આ હકીકતની આરપાર એ દેખાય ય કે બીજા સભ્ય દેશોને એવી લાગણી થઈ રહી છે કે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ તેમનું શોષણ કરી રહ્યા છે. આ આખી વાત ડોક્યુમેન્ટરી ફિલ્મમાં છે. 

આમ પણ આઈસીસીનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સમાંથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ થયંર ત્યારથી જ સમજી જવાનું હતું કે હવે રમત સિવાયના ઈતર-તિતર હેતુઓ પણ આ બોર્ડ દ્વારા સર થશે. આઈસીસીના ચેરમેન પદે હાલની તારીખે પણ એક ભારતીય છે અને ભૂતકાળમાં ઘણા ભારતીયો તેમાં સર્વોચ્ચ સ્થાન ભોગવી ચુક્યા છે. 

ભારતની વસ્તી વધુ હોવાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં જાહેરાત આપનારી કંપનીઓને ઇન્ડિયામાંથી બિઝનેસ વધુ મળે છે તેના કારણે ભારતના ક્રિકેટ બોર્ડનું પલ્લું ભારે થતું રહે છે અને સરવાળે બીસીસીઆઈનું આઈસીસીમાં વર્ચસ્વ વધતું રહે છે. આપણે ત્યાં માત્ર રાજકારણમાં જ ખંધા ખેલાડીઓ છે એવું નથી, રિયલ ખેલ જગતમાં પણ છે. 

ભારતમાં ક્રિકેટ એ એક ખેલધર્મ છે અને બધા ધર્મના ભારતીયોને એક કરનારું મજબૂત પરિબળ ગણાય છે. પરંતુ એ હકીકતથી આપણે વિમુખ ન થઈ શકીએ કે ક્રિકેટમાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે મહા મોનોપોલી ભોગવી રહ્યા છીએ. માટે જ બીજા દેશોમાં ક્રિકેટ રમાતુ હોવા છતાં તેના દેશોને સરહદ પાર પ્રોત્સાહન મળતું નથી.

આ બધી હકીકતો જાણ્યા પછી એક સવાલ થવો સ્વાભાવિક છે કે જો યુરોપિયન દેશો અને અમેરિકા તથા રશિયા પણ જો ક્રિકેટ રમતા હોત અને વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યા હોત તો ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝમાં જેટલા મહાન ક્રિકેટરો બન્યા એટલા બની શક્યા હોત ખરા?

Tags :