Get The App

સાતેય વહાણ ડૂબ્યા .

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
સાતેય વહાણ ડૂબ્યા                                               . 1 - image

પંજાબ વિધાનસભાની ચૂંટણી માત્ર દસ મહિનાના અંતરે છે. ત્યારે આમ આદમી પાર્ટી નવા આંતરિક વિચ્છેદનથી પીડાવા લાગી છે. તેજસ્વી પ્રતિભા રાજકારણમાં ઘણીવાર નડે છે. રાઘવ ચઢ્ઢાની રજૂઆતની પ્રભાવક શૈલી, સ્વતંત્ર ઈનોવેટિવ વિઝન અને નેતૃત્વ ક્ષમતાની સંભાવનાઓ તથા સંસદમાં એમના વધતા જતા મિત્રોને કારણે તેઓ પોતે પક્ષના મોભી અરવિંદ કેજરીવાલની આંખમાં કાચના કણની જેમ ખટકવા લાગ્યા હતા. ભાજપની જેમ હવે બધા પક્ષોને મૂર્ખ આજ્ઞાાંકિતો અને ઠોઠ યસમેનો જ વ્હાલા લાગે છે. આ એવા લોકો છે જેઓ પક્ષની વિચારધારાને ખતમ કરીને પક્ષને જ કાળની ગહન ગર્તામાં વિલીન કરી દે છે. કોંગ્રેસમાં યસમેનો બહુ વધી ગયા ત્યારે ઈન્દિરા ગાંધીનું પતન થયું. મનમોહનસિંહની સરકાર ધન્ય ધન્ય ચાલતી હતી એમાં સોનિયા ગાંધીને કારણે ઠોઠ યસમેનો એટલા વધી ગયા કે એક સારી સરકારનું પતન થયું. સારી એટલે એટલી સારી કે એના કેટલાક મીઠા ફળ હજુ પણ એના પછીની સરકાર પ્રજાના હાથમાંથી આંચકી શકી નથી.

કેજરીવાલને પણ હવે પંજાબમાં અને બહાર બધે યસમેનો જોઈએ છે. રાજ્યસભાના સાત સાંસદોના રાજીનામા સાથે આમ આદમી પાર્ટીનું સંકટ વધુ ઘેરું બનતું દેખાય છે. રાજ્યસભાના ત્રણ બળવાખોર સભ્યો, રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે પાર્ટીમાં ભાગલા પાડવાની જાહેરાત કરી અને કહ્યું કે ઉપલા ગૃહમાં AAPના બે તૃતીયાંશ સાંસદો, અથવા દસમાંથી સાત, એ ભારતીય જનતા પાર્ટીમાં એક જૂથ તરીકે ભળી જવાનો નિર્ણય લીધો છે. તાજેતરના મહિનાઓમાં ખાસ કરીને અવાજ ઉઠાવનારા રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં AAPના ઉપનેતા પદેથી દૂર કર્યા પછી ટોચના નેતૃત્વ સામે મોરચો શરૂ કર્યા પછી ભાગલાના સંકેતો દેખાવા લાગ્યા હતા. રાજ્યસભામાં આપના ઉપનેતા તરીકે રાઘવની જગ્યાએ આવનારા અશોક મિત્તલ પણ તેમની સાથે જોડાયા છે. ગયા વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે કારમી હાર બાદ આમ આદમી પાર્ટી માટે આ સૌથી મોટો ફટકો છે.

એક સમયે, રાઘવને આમ આદમી પાર્ટીમાં નવી પેઢીનું ઉર્જાવાન પ્રતીક માનવામાં આવતું હતું. હવે, તેઓ AAP નેતૃત્વ પર પાર્ટીના મુખ્ય મૂલ્યોથી પીછેહઠ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. રાઘવ અને અન્ય બળવાખોર સાંસદોએ કહ્યું કે આમ આદમી પાર્ટી જાહેર ચિંતાઓ કરતાં વ્યક્તિગત લાભને પ્રાથમિકતા આપી રહી છે. તેમનું નિશાન AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ છે, જેમને દિલ્હીથી પંજાબમાં માન સરકારને નિયંત્રિત કરનાર માનવામાં આવે છે. અપેક્ષા મુજબ, મુશ્કેલ એક્સાઇઝ નીતિના મુદ્દામાં ફસાયેલા અને હાલમાં કોર્ટની લડાઈ લડી રહેલા કેજરીવાલે આ સાંસદો પર પંજાબના લોકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે આપથી અલગ થયેલા સાંસદો પર પંજાબના લોકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, કેજરીવાલ ભાજપ પર પણ નિશાન સાધી રહ્યા છે, જેના પર તેઓ આમ આદમી પાર્ટીને નબળા પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવે છે. ખરેખર, ભાજપ વિધાનસભા ચૂંટણી માટે સરહદી રાજ્ય પંજાબમાં પોતાનો પગ મજબૂત કરવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યો છે.

આ સંદર્ભમાં, ભગવો પક્ષ તાજેતરના વર્ષોમાં પંજાબના ઘણા કોંગ્રેસ નેતાઓને પણ આકર્ષવામાં સફળ રહ્યો છે. આમ પણ ભાજપનો તો નિયમ જ છે કે જીતે એવા ઉમેદવારોનું એડવાન્સ શોપિંગ કરવું. AAPના રાજ્યસભાના બે તૃતીયાંશ સાંસદોનું ભાજપમાં વિભાજન આમ આદમી પાર્ટી માટે એક આકસ્મિક પડકાર ઉભો થયો છે. પરિણામે, પાર્ટીને પંજાબમાં ખોવાયેલી ભૂમિ પાછી મેળવવા અને આગળ વધવામાં હવે ઘણા ગંભીર પડકારનો સામનો કરવો પડશે. આવનારા દિવસોમાં આપના કેટલાક વધુ નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે તે વાત નકારી શકાય નહીં. ઘટના પ્રગટ થયા પછી કેજરીવાલે પોતાના અંગત દૂત દ્વારા સાતેય ડૂબતા વહાણને બચાવવા પ્રયત્ન કર્યો પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ડેમના દરવાજા તૂટયા પછી કેટલું પાણી વહી જશે તે નક્કી નથી. જો કે, AAP સુપ્રીમોની નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું તેમણે આ નેતાઓને રાજ્યસભાની ટિકિટ આપતી વખતે પાર્ટીની નીતિઓ અને પ્રક્રિયાઓને ધ્યાનમાં લીધી હતી?અથવા તો શું પાર્ર્ટીની આર્થિક પ્રાથમિકતાઓ ફક્ત તેમની લાયકાત હતી. સ્પષ્ટપણે, આ વ્યક્તિઓ જાહેર જીવનમાં અગ્રણી વ્યક્તિઓ કરતાં આર્થિક રીતે છલકછાલક સમૃદ્ધ હતા.