Get The App

કેન્દ્રની પ્રહાર પોલિસી .

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
કેન્દ્રની પ્રહાર પોલિસી                                    . 1 - image

ઓટીટી પ્લેટફોર્મ પર આવતા કોન્ટેન્ટમાં અસભ્યતાની પરાકાષ્ઠા જોવા મળતી હોય છે. એની સામે છેલ્લા ઘણા સમયથી દેશમાં ઊહાપોહ ચાલતો હતો. છેવટે હવે છેક સરકારે એમાંથી પાંચ અતિ લોકપ્રિય પ્લેટફોર્મ પર જડબેસલાક પ્રતિબિંબ ફટકારી દીધો છે. હમણાં છેલ્લા કેટલાંક કોન્ટેન્ટમાં તો આતંકવાદને સમર્થન આપતા હોય એવા સંવાદો પણ તરતા થયા હતા. ફાઈનાન્શિયલ ફ્રોડ અને સાયબર ચિટીંગ જેવા કારનામાઓ તો આ પ્લેટફોર્મ પર સાવ સામાન્ય થઈ ગયા હતા જેને મુખ્યત્વે કરોડોની જનસંખ્યા ધરાવતી યુવા પેઢી જોતી હતી. બીજી તરફ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઇન્ટરનેટના યુગમાં, આતંકવાદ સામે લડવું, જે વધુને વધુ ઘાતક અને વૈશ્વિક બની રહ્યું છે, તે દેશ અને વિશ્વ બંને માટે એક મોટો પડકાર છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આપણી આતંકવાદ વિરોધી વ્યવસ્થા ટેકનોલોજિકલ અને સંસાધન-વ્યૂહરચના ધરાવતી નથી, જેના પરિણામે ગુનેગારો આસાનીથી પોલીસ અને સુરક્ષા દળો પર કાબુ મેળવી રહ્યા છે.

અમદાવાદની શાળાઓ પર 'વાઘ આવ્યો રે વાઘ' જેવા બોમ્બ મૂકાયાની ધમકીના જે ઈમેઈલ આવતા રહે છે એનું મૂળ આ રાજ્ય સરકારનું ગૃહ ખાતું શોધી શક્યું નથી કે કોઈની ધરપકડ કરી નથી. દિલ્હી ને મુંબઈની જેલોમાં સંખ્યાબંધ કેદીઓ ઈમેઈલ કરવાના એક્કાઓ હતા. ઉપરાંત સંગઠિત ગુનાઈત ગેંગ હવાલા અને અન્ય સ્રોતો દ્વારા નાણાંકીય સંસાધનો એકત્ર કરીને સરકારોને પડકાર ફેંકી રહી છે. આ કટોકટીને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે આતંકવાદ પર કડક કાર્યવાહી કરવા માટે એક વ્યૂહરચના નક્કી કરી છે. ભારત સરકારે હવે આતંકવાદ સામેની લડાઈમાં પ્રહાર નામની નવી રાષ્ટ્રીય નીતિ અને વ્યૂહરચના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા ઘડવામાં આવેલી આ આતંકવાદ વિરોધી નીતિ અને વ્યૂહરચના, પ્રથમ વખત ડિજિટલ જોખમોને આતંકવાદ તરીકે વર્ગીકૃત કરે છે. આ નવી વાત છે જેમાં સરકારે મોડે મોડે પણ ધ્યાન આપ્યું છે. એનડીએ સરકાર પોતાની સત્તાના ભવિષ્ય વિશે જેટલી ચિંતા કરે છે એનાથી અરધી ચિંતા પણ ભારતીય પ્રજાના ભવિષ્ય વિશે કરે તો કલ્યાણ થઈ જાય.

તાજેતરમાં થયેલા ઘરમાં નજરકેદ રાખવાના, ડિજિટલ એરેસ્ટ કરવાના અને નિર્દોષ નાગરિકોની ખુલ્લેઆમ લૂંટફાટના કિસ્સાઓએ નાગરિક સમાજમાં ભય ફેલાવ્યો છે. જે રીતે લોકોની જીવનભરની મહામૂલી બચત અને નિવૃત્તિ વેળાએ મળતી ગ્રેજ્યુઈટી વગેરેની બલ્ક રકમ ઓનલાઈન લૂંટાઈ રહી છે તે જોતાં, ડિજિટલ ધમકીઓને આતંકવાદ તરીકે વર્ગીકૃત કરવી સમયસરની વાત છે. ડિજિટલ ગુનાઓ દ્વારા આતંક ફેલાવનારાઓને આતંકવાદીઓની જેમ સજા મળે તે સુનિશ્ચિત કરવું પણ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં, દેશમાં આંતરિક સાયબર હુમલા અને ગુનાઈત હેકિંગના કેસોમાં પણ ધરખમ વધારો થયો છે. નવી આતંકવાદ વિરોધી નીતિનો હેતુ ડાર્ક વેબ અને ક્રિપ્ટો-વેબ્સ જેવી અદ્યતન તકનીકો દ્વારા અપરાધી વિશ્વને પોષતી ફાઇનાન્સિંગ સિસ્ટમનો સામનો કરવાનો પણ હશે, જે આજે દેશમાં આતંકવાદનો એક સ્રોત બને છે.

તાજેતરના સરહદ પારના ડ્રોન હુમલાઓ અને સાયબર આતંકવાદ રાષ્ટ્રીય સુરક્ષા માટે એક નવો પડકાર છે. આ સંદર્ભમાં, નાગરિકોનાં હિતોનું રક્ષણ કરવા માટે આતંકવાદી હુમલાઓને કાબુમાં લેવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ધમકીઓને તાત્કાલિક શોધી કાઢવા અને ઝડપથી જવાબ આપવાથી નાગરિકોનાં હિતોનું રક્ષણ થઈ શકે છે. આ માટે નાગરિક સુરક્ષામાં રોકાયેલા પોલીસ, સુરક્ષા દળો અને અન્ય આંતરિક ક્ષમતાઓને એકીકૃત કરવાની જરૂર છે. વૈશ્વિક સ્તરે ભારતના સાર્વભૌમત્વને પડકારતી સંસ્થાઓનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોની પણ જરૂર છે. આ ચાલુ આતંકવાદ વિરોધી વ્યૂહરચનામાં હુમલાઓને રોકવા માટે ગુપ્તચર માહિતીની ગુણવત્તામાં સુધારો, દળોને અદ્યતન શસ્ત્રો પૂરા પાડવા અને તેમને નવી ટેકનોલોજીથી સજ્જ કરવા, પોલીસ, શજીય્ અને કેન્દ્રીય સુરક્ષા દળો વચ્ચે સંકલન દ્વારા ઝડપી પ્રતિભાવ સુનિશ્ચિત કરવા અને આધુનિકીકરણ અને તાલીમ દ્વારા આતંકવાદનો સામનો કરવા માટે સુરક્ષા એજન્સીઓની ક્ષમતા વધારવાનો સમાવેશ થાય છે.

પ્રથમ વખત, ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ ૨૦૨૩ને આતંકવાદ વિરોધી કાનૂની માળખામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. વધુમાં, આતંકવાદ વિરોધી નીતિમાં સમાજમાં કટ્ટરપંથીકરણને રોકવાના પ્રયાસોનો સમાવેશ થાય છે, જેમાં સમુદાયના નેતાઓ, ધાર્મિક નેતાઓ અને સ્વૈચ્છિક સંગઠનોની સંડોવણીનો સમાવેશ થાય છે. જો સરકાર આ કાયદાઓનો પણ ઈડી ને ઈન્કમટેક્સ જેમ દુરુપયોગ ન કરે તો ખરા અપરાધીઓ માટે આ કાનૂનો ઘાતક પૂરવાર થઈ શકે છે.