Get The App

ઓનલાઈન ગેમના શોખીનો .

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઈન ગેમના શોખીનો                                . 1 - image

ભારતમાં જુગાર એક રસિક અને લોકખ્યાત શોખ છે. એક લત છે. જેનું ચિત્ત જેમાં એમાં જ હોય રસની ખાણ. આધુનિક યુગમાં નવી ટેકનોલોજીની પાછળ જે કેટલાક અવગુણો અને આફત્તિના પહાડો જેવા ઉપદ્રવો પણ તણાઈ આવ્યા છે તેમાં જુગાર અગ્રતાક્રમે છે. એ વાત સાચી છે કે જો ઓનલાઈન મની ગેમિંગ એક વ્યસન બની જાય તો તે એક ધનિક વ્યક્તિને પણ બરબાદ કરી શકે છે. એક આંકડા મુજબ, દેશમાં દર વર્ષે ૪૫ કરોડ લોકો વીસ હજાર કરોડ રૂપિયા ગુમાવે છે. બધું ગુમાવ્યા પછી આત્મહત્યાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે. આ લોભ પ્રેરિત મની ગેમિંગની પારદર્શિતા પર પણ પ્રશ્નો ઊભા થયા છે. આ ચિંતાઓ પછી, સરકારે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ ૨૦૨૫ રજૂ કર્યું  છે. જેને સંસદમાં ગંભીર ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પૈસાથી રમાતી કોઈપણ ઓનલાઈન ગેમને ગેરકાયદે જાહેર કરે છે. હકીકતમાં, સરકાર માને છે કે ઓનલાઈન મની ગેમિંગ સામાજિક અને જાહેર સ્વાસ્થ્ય માટે ઘાતક સમસ્યા છે. સરકારના મતે, તે ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવા માટે ઉત્સુક છે, જેમાં કોઈ નાણાંકીય જોખમ નથી.

તાજેતરનાં વર્ષોમાં ઓનલાઈન સ્કિલ ગેમિંગ ઉદ્યોગ ઝડપથી વિસ્તર્યો છે, જેમાં ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરો અને ફિલ્મ સ્ટાર્સના પ્રમોશનની પણ ભૂમિકા રહી છે. ઓનલાઈન ગેમિંગની વાર્ષિક આવક ૩૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે, તે દર વર્ષે પ્રત્યક્ષ અને પરોક્ષ કરના રૂપમાં વીસ હજાર કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપે છે. પરંતુ એ પણ ચિંતાનો વિષય છે કે સોનેરી આશાઓ બતાવતી ઘણી ઓનલાઈન ગેમિંગ એપ્સ રમતા સામાન્ય લોકોને નાણાકીય નુકસાન અને મની લોન્ડરિંગને પણ પ્રોત્સાહન આપે છે. આ જ કારણ છે કે ઓનલાઈન ગેમિંગમાં પોતાની બચત ગુમાવનારા કમનસીબ વપરાશકર્તાઓ નિષ્ફળતા પછી આત્મહત્યા કરવા મજબૂર થાય છે. સરકારે ઓનલાઈન મની ગેમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદીને એક મોટું જોખમ પણ લીધું છે. આમાં સરકારને આવકનું મોટું નુકસાન પણ થઈ શકે છે. સરકારી પ્રતિબંધથી શરાબપાન બંધ થયા નથી તો આ જુગાર બંધ થશે? લોકાનુભવ બહુ સારો નથી.

બીજી તરફ, ઘણા ઉદ્યોગ સાહસિકો આ ઝડપથી ઉભરતા ગેમિંગ વ્યવસાયના પતન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એવું કહેવાય છે કે દેશમાં અગિયારસોથી વધુ ગેમિંગ કંપનીઓ અને લગભગ ચારસો સ્ટાર્ટઅપ્સ ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેના નિયમન વિશે વિચારી શકાય છે. તેઓ ચિંતિત છે કે આના કારણે મોટી સંખ્યામાં નોકરીઓ ગુમાવી શકાય છે. પરંતુ સરકાર કહે છે કે તેણે જાહેર કલ્યાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. પરંતુ બીજી તરફ, ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓનલાઈન મની ગેમિંગના કાનૂની પ્લેટફોર્મ બંધ થવાને કારણે, ખેલાડીઓ અનિયંત્રિત વિદેશી ઓપરેટરોનો ભોગ બની શકે છે. ઈન્ટરનેટ અને વિદેશી ઓપરેટરોનો વ્યાપક વ્યાપ બિલના મુખ્ય ઉદ્દેશ્યોને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. ઈન્ટરનેટ એક ખુલ્લું જગત છે, એમાં ઓનલાઈન ગેમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ કેટલી હદે શક્ય બનશે તે સમય જ કહેશે.

નાણાંકીય પ્રણાલીઓની અખંડિતતા તેમજ રાષ્ટ્રની સુરક્ષા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું આવશ્યક છે. એવું માનવામાં આવે છે કે છ હજાર કરોડ રૂપિયાના મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડ પછી આ નવો કાયદો બનાવવાની જરૂર કદાચ સરકારને અનુભવાઈ હતી. જેની ભમ્ૈં અને ઈઘ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. છત્તીસગઢના કેટલાક ટોચના રાજકારણીઓ અને અમલદારો પર પણ સટ્ટાબાજી એપ્લિકેશનના ેંછઈ સ્થિત પ્રમોટર્સ સાથે સંબંધો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેઓ કથિત રીતે વિદેશમાં હવાલા વ્યવસાય અને મની લોન્ડરિંગ કામગીરીમાં સંડોવાયેલા છે. આ કેસ તમામ હિસ્સેદારો માટે ચેતવણી છે, પરંતુ આ સંદર્ભમાં કોઈ ઉતાવળમાં પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં.

તેના બદલે, ઓનલાઈન મની ગેમિંગનું કડક નિયમન અને તેને ભારે કરવેરા હેઠળ લાવવું એ એક વ્યવહારુ ઉકેલ હોઈ શકે છે. તે જ સમયે, પારદર્શિતા અને જવાબદારી પર ભાર મૂકીને ગ્રાહકો માટે સલામતીનાં પગલાં સુનિશ્ચિત કરવાની જરૂર હતી. આ ઝુંબેશમાં, ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ પ્લેટફોર્મ પર દંડ પણ લાદવામાં આવી શકે છે. બીજી તરફ, મોટા દાવા કરતી સેલિબ્રિટીઓ સામે પણ કાર્યવાહી કરી શકાય છે. આવી સ્થિતિમાં, આ ઝડપથી ઉભરતા આર્થિક ક્ષેત્રને ડૂબતા પણ બચાવી શકાય છે. ક્યારેક કડક પ્રતિબંધો જેવા કઠોર પગલાં પણ વિપરીત અસર કરી શકે છે.