અમેરિકાના પામ સ્પ્રિન્ગ્સ નામના શહેરમાં તાજેતરમાં એક ફર્ટિલિટી ક્લિનિકની બહાર કાર બોમ્બિંગ થયું. જાનમાલની ખુવારી થઈ. જાણવામાં આવ્યું કે જે માણસે આ આત્મઘાતી હુમલો કર્યો હતો તે એન્ટિ-નેટલિઝમ વિચારધારામાં માનતો હતો. એન્ટિ-નેટલિઝમ એટલે પ્રજનનક્રિયાના વિરોધી હોવું. સંતાન પેદા ન કરવા જોઈએ તેવું માનનારા. દુનિયાભરનાં મહાનગરોમાં રહેતા મોડર્ન યુવાનોમાં આજે એક મોટો વર્ગ છે, જે લગ્નનું નામ કાને પડતાં જ ભડકી ઉઠે છે. આ જુવાનિયાઓને કાં તો પરણવું નથી ને જો પરણવું જ હોય તો મોડું મોડું પરણવું છે. ધારો કે તેઓ લગ્ન કરીય લે તો પણ એમને હવે બાળક પેદા કરવું નથી. આજના કેટલાય યંગ કપલ્સને બાળક પેદા કરવા પાછળનું 'લોજિક' સમજાતું નથી! એમને બાળક ઉછેરવાની જવાબદારી લેવી નથી અથવા સંતાનનું બંધન જોઈતું નથી. તેઓ સંપૂર્ણપણે તંદુરસ્ત અને ફળદ્રુપ છે, સેક્સ સામે તેમનો કોઈ વિરોધ નથી, પણ તેમને ફક્ત પ્રજનન કરીને બાળક પેદા કરવા સામે વિરોધ છે. આ એવા યુવાન ી-પુરષો છે, જેમની માતા કે પિતા બનવાની પ્રાકૃતિક વૃત્તિ સાવ મંદ થઈ ગઈ છે.
એન્ટિ-નેટલિઝમને ગુજરાતીમાં શું કહીશું? પ્રતિ-પ્રજનનવાદ, નિઃસંતાનવાદ કે પ્રજનનવિરોધી વિચારધારા? સંતાન પેદા ન કરવા પાછળ આવાં એકાધિક આથક- સામાજિક કારણો હોઈ શકે છે. સાઉથ કોરિયામાં વચ્ચે નો-મેરેજ મુવમેન્ટ ચાલી હતી. વિદેશ તો ઠીક, આપણે ત્યાં બેંગલુરુ અને મુંબઈ જેવાં મહાનગરોમાં રીતસર એન્ટિ-નેટલિસ્ટ ગુ્રપ બન્યાં છે, જેમાં દંપતીઓ અને એકલવીરો (ને વીરાંગનાઓ) સભ્ય બને છે અને તેઓ ચાઇલ્ડ-ફ્રી મુવમેન્ટ ચલાવે છે. તેઓ સોશિયલ મિડીયા પર અને અન્યત્ર આગ્રહ કરી કરીને લોકોને કહે છેઃ સ્ટોપ મેકિંગ બેબીઝ... બાળકો પેદા કરવાનું બંધ કરો! તેઓ માને છે કે ચાઇલ્ડ-ફ્રી વર્લ્ડ હશે એટલે કે દુનિયામાં બાળકો પેદા થવાનું બંધ થશે તો જ આ પૃથ્વી નામનો ગ્રહ ટકી જશે.
માનવજાતનો જન્મદર દાયકાઓથી ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. ૧૯૫૦માં ગ્લોબલ ફટલીટી રેટ ૪.૯ હતો. એટલે કે પૃથ્વી પરની પ્રત્યેક ી પોતાના પુખ્ત જીવનકાળ દરમિયાન ૪.૯ બાળક (પાંચ બાળકો જ સમજોને) પેદા કરતી હતી. ૨૦૨૦ની સાલ આવતા સુધીમાં આ આંકડો ઘટીને ૨.૩ સુધી નીચે આવી ગયો. ૧૯૬૦માં એક અમેરિકન ીએ સરેરાશ ૩.૭ બાળકો જણ્યા હતાં, પણ ૨૦૨૦માં આ આંકડો ૧.૭ પર પહોંચી ગયો. ૨૦૨૨માં ઇંગ્લેન્ડનો ી દીઠ સંતાનની સંખ્યા ૧.૬ હતી. ઇંગ્લેન્ડના ઇતિહાસમાં સ્ત્રીઓએ આટલાં ઓછાં સંતાનો કદી પેદા કર્યાં નથી. ભારતમાં ગયા વર્ષે પહેલી વાર એવું બન્યું કે દેશનો ટોટલ ફટલિટી રેટ, દેશના ટોટલ રિપ્લેસમેન્ટ લેવલ (૨.૧)ને આંબી ન શક્યો. રિપ્લેસમેન્ટ લેવલ એટલે જેટલા લોકોનું મૃત્યુ થાય એટલા જ પ્રમાણમાં બાળકોનો જન્મ થવો. આનો અર્થ એ થયો કે ગયા વર્ષે જો પ્રત્યેક ભારતીય સરેરાશ ી દીઠ જો ૨.૧ બાળકો હોત તો મૃતકોનો આંકડો સરભર થઈ શક્યો હોત. ભારતનો વર્તમાન ફટલિટી રેટ ૨.૦૧ છે. ભારતમાં બાળજન્મનું પ્રમાણ સમગ્રપણે ઘટી જ રહ્યું છે. હોંગકોંગનો વર્તમાન ફટલિટી રેટ દુનિયામાં સૌથી ઓછો છે - ફક્ત ૦.૭. કોરિયાનો ફટલીટી રેટ ૦.૮૮ છે. ચીનનો ફટલિટી રેટ ૧.૧૮, ઇંગ્લેન્ડનો ૧.૫ અને અમેરિકા-ઓસ્ટ્રેલિયાનો ફટલિટી રેટ ૧.૬ છે.
ક્લાઇમેટ ચેન્જનો સીધો સંબંધ વાતાવરણમાં સતત ઉમેરાતા જતા કાર્બન ડાયોક્સાઈડ વાયુ સાથે છે. માણસજાત દર વર્ષે વાતાવરણમાં ૪૦ બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉમેરી દે છે. એક નક્કર વૃક્ષ એક વર્ષમાં ૪૮ પાઉન્ડ કિલો કાર્બન ડાયોક્સાઈડ શોષી શકે છે. એટલે જો આ વૃક્ષે એક ટન કાર્બન ડાયોક્સાઇડ શોષવું હોય તો એને ૪૦ વર્ષ લાગી જાય. જાગૃત નાગરિકો પ્રદૂષણ ઓછું થાય તે માટે જાતજાતના રીતરસમો અજમાવે છે. જેમ કે, તમે આખા ઘરમાં ફિલામેન્ટવાળા સાદા લાઇટ બલ્બને બદલે એલઇડી ફિટ કરાવી દો છો. તો આ રીતે તમે એક વર્ષમાં કેટલો કાર્બન બચાવો છો? ફક્ત ૦.૧ ટન પ્રતિવર્ષ. તમે એક વર્ષ કાર ન ચલાવો તો બે ટન કાર્બન ડાયોક્સાઈડ ઓછું પેદા થાય. આખું વર્ષ જાતજાતની રિસાઇકલ થયેલી ચીજવસ્તુઓ વાપરો તો પણ માત્ર ૦.૨ ટન કાર્બન ડાયોક્સાઈડ જ બચાવી શકો છો. તમે એક ટ્રાન્સ-એટલાન્ટિક ફ્લાઇટ (યુરોપથી અમેરિકાની રિટર્ન ટ્રિપ) ટાળો છો, તો પ્રતિ પેસેન્જર ૧.૬ ટન કાર્બન ડાયોક્સાઈડ બચાવો છો. હવે આ સાંભળોઃ ધારો કે તમે એક બાળક ઓછું પેદા કરો છો. તો તમે એક વર્ષમાં કેટલો કાર્બન ડાયોક્સાઈડ બચાવો છો? અધધધ ૫૮.૬ ટન! અમને બચ્ચું જોઈતું જ નથી એવું કહેતાં યંગ કપલ્સને ખરેખર પોતાની મોજમજા અને વ્યક્તિગત સ્વાતંત્ર્યની પરવા હોય છે કે પર્યાવરણની?


