For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘોરાડ પંખીનો અંતકાળ .

Updated: Apr 20th, 2024

ઘોરાડ પંખીનો અંતકાળ                              .

રાજસ્થાન અને ગુજરાતમાં અત્યંત દુર્લભ પક્ષી પ્રજાતિ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ (સોહન ચિડિયા અથવા ઘોરાડ) માટે ખતરનાક ગણાતા સૌર ઉર્જા પ્રોજેક્ટ સંબંધિત કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા લેવાયેલ સંતુલિત અભિગમ, પર્યાવરણ, ઈકોલોજી અંગે ન્યાયતંત્રની નવી વિચારસરણી છે અને વિકાસ સૂચવે છે. આ નિર્ણયમાં પહેલી વાર સુપ્રીમ કોર્ટે જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય અસંતુલનને બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો સાથે જોડયા છે. આ મામલો ૯૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનના પ્રોજેક્ટ સાથે સંબંધિત છે, જેના પર સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં તેના એક નિર્ણયમાં પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે, કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ  પક્ષીઓ આ વીજ વાયરો સાથે અથડાઈને મૃત્યુ પામે છે.

ભારતમાં સહુથી નાના અભ્યારણ્ય તરીકે જેની ગણના કરી શકાય તે કચ્છ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય છે, જે કચ્છ જિલ્લાના નળિયા ખાતે આવેલું છે. આ અભ્યારણ્યના નામ પરથી જણાઈ આવે છે કે અહીં ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ખૂબ ઝડપી ગતિથી દોડતું પક્ષી, જેને સ્થાનિક ભાષામાં ઘોરાડ કહે છે, તેનો આ વિસ્તાર છે. ઈન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓનું ભારતમાં આ બીજું મોટું અભયારણ્ય છે. સૌથી મોટું બસ્ટાર્ડ પક્ષીઓનું પ્રથમ નંબરનું અભયારણ્ય પડોશી રાજય રાજસ્થાનનું ડેઝર્ટ નેશનલ પાર્ક છે. કચ્છના, કચ્છ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય ઈન્ડિયન બસ્ટાર્ડ પક્ષી સિવાયના પક્ષીઓ જેવા કે હેરિયર્સ, સામાન્ય સારસ, કાળા તેતર, રેતીના મરઘા જેના પગે પીંછાં હોય છે. લોકો તેના શિકાર કરી ખાતા હોય છે. કાળા અને રખોડી રંગના ક્રેન્કોલિન તેમ જ વરૂ, જંગલી બિલાડી, જંગલી પાડા અને જરખ જેવાં પ્રાણીઓનું આ વતન છે.

રાજસ્થાન અને ગુજરાતનો તે વિસ્તાર આ પક્ષીઓની અવરજવરના માર્ગમાં આવે છે, પરંતુ આ વિસ્તાર સૌર ઉર્જા ઉત્પાદન માટે પણ શક્યતાઓથી ભરેલો માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ પર પ્રતિબંધના કારણે સૌર ઉર્જા ઉત્પાદન સંબંધિત દેશની યોજનાઓ ભારે ખોરવાઈ રહી હતી. તાજેતરના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટને લાગ્યું કે આ પ્રકારનો એકપક્ષીય પ્રતિબંધ પૂરતો નથી. જો પક્ષીઓને બચાવવા મહત્ત્વપૂર્ણ છે તો વૈકલ્પિક ઉર્જાનો ઉપયોગ વધારવાના દેશના સંકલ્પને પૂર્ણ કરવો પણ જરૂરી છે. તેથી, નવા આદેશમાં, કોર્ટે કહ્યું કે ૧૩,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારને આ પક્ષીઓના રહેઠાણ તરીકે સુરક્ષિત કરવામાં આવે અને ૭૭,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઓવરહેડ પાવર ટ્રાન્સમિશન લાઈનો પરનો પ્રતિબંધ હટાવવામાં આવે.

જળવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસરોને ધ્યાનમાં રાખીને સરકાર પોતાની નીતિઓમાં જે પણ ફેરફારો લાવી રહી છે, તે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પર્યાપ્ત માનવામાં આવતા નથી. આ પ્રયાસોને મજબૂત કરવા માટે તેમને બંધારણીય મૂલ્યો સાથે જોડવાની જરૂર હતી. સર્વોચ્ચ અદાલતે સામાન્ય લોકોના જીવન પર આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરો અને ઉર્જાની અછત જેવા સંકટને નાગરિકોના જીવન અને સમાનતાના અધિકારો સાથે જોડીને આ જરૂરિયાતને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. આગામી બે દાયકામાં વૈશ્વિક ઉર્જાની માંગમાં ભારતનો હિસ્સો ૨૫% રહેશે. પર્યાવરણીય પ્રદૂષણના દબાણથી સ્વચ્છ ઊર્જાની જરૂરિયાત વધશે. ભારતમાં સૌર ઊર્જાના વિકાસની પણ અપાર સંભાવનાઓ છે.

આને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનો અને ૨૦૭૦ સુધીમાં શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયમાં આ તમામ હકીકતોને ધ્યાનમાં લેવામાં આવી છે. એકંદરે, સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય કાનૂની પરિપ્રેક્ષ્ય પૂરો પાડે છે જે પર્યાવરણ અને ઇકોલોજીની જાળવણી સાથે વિકાસ સુનિશ્ચિત કરવાના માર્ગ પર આગળ વધવાનું સરળ બનાવશે. ભારતમાં થતાં ૧,૪૦૦ જાતનાં પંખીડાંમાં ઘોરાડ તેની એકાદ મીટર ઊંચી કાઠી, ભરાવદાર શરીર અને સબમરીનના પેરિસ્કોપની માફક ઉપર તરફ લંબાતી ટટ્ટાર ગરદનને કારણે ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. પાંખો ફેલાવીને હવા પર સવાર થઈ શકે તેવાં ભારતીય પક્ષીઓમાં સૌથી વજનદાર ફ્લાઇંગ બર્ડ હોય તો તે લગભગ અઢારથી વીસ કિલોનું ઘોરાડ. આ વિશેષતા જેવી તેવી ન ગણાય.

Gujarat