For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભૂકંપનું કાચું સરવૈયું .

Updated: Feb 13th, 2024


ધરતીકંપ એક જમાનામાં ચોંકી જવાય એવી ઘટના હતી. મહારાષ્ટ્રમાં લાતુર અને ગુજરાતમાં કચ્છના ઘટનાક્રમ પછી ભૂકંપ એક સામાન્ય અને અવારનવાર બનતી ઘટના છે ને એ જ કારણસર એના તરફની ગંભીરતા ઓછી થઈ રહી છે, જે એક પ્રકારની બેહોશી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે ભારતીય દ્વીપકલ્પ યુરેશિયન પ્લેટ સાથે અથડાવાના પરિણામે પૃથ્વી ધ્રુજે છે અને ભૂકંપ થાય છે. આ ઉપરાંત ધરતીની અંદર ઊર્જાના દબાણને કારણે પણ ભૂકંપ આવે છે, પરંતુ તેના પ્રભાવના ક્ષેત્રમાં માનવ વસવાટને કારણે તેનાં પરિણામો દુ:ખદ હોય છે. વીતેલા વર્ષ ૨૦૨૩ના ૩૬૫ દિવસોમાંથી ૩૪ દિવસ દેશમાં ક્યાંકને ક્યાંક ભૂકંપની ઘટનાઓ બની છે. વર્ષના પ્રથમ અને અંતિમ દિવસોમાં પણ ભૂકંપની અસર જોવા મળી છે. પહેલી જાન્યુઆરીએ દિલ્હીના શભઇ (નેશનલ કેપિટલ રિજન)થી હરિયાણા સુધી બપોરે ૧.૩૦ વાગ્યે ૩.૮ તીવ્રતાના ભૂકંપ નોંધાયા હતા. ૩૧ ડિસેમ્બરે બપોરે ૨.૩૦ કલાકે મધ્યપ્રદેશના સિંગરોલીમાં ૩.૬ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

ગત મે મહિના સિવાયના તમામ મહિનામાં દેશનાં ૧૪ રાજ્યોના ૩૦ શહેરોમાં ૨.૦ થી ૬.૬ની તીવ્રતાના આંચકા આવ્યા, પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. દિલ્હી અને દિલ્હી એનસીઆર, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરકાશી અને મણિપુર અનુક્રમે ૯, ૫, ૪ અને ૨ વખત આંચકાથી પ્રભાવિત થયા હતા. દેશના ઉત્તર, ઉત્તર-પૂર્વ અને મધ્ય પ્રદેશોમાં વધુ આંચકા અનુભવાયા. કેટલાક ભૂકંપના વિસ્તારો ખૂબ વ્યાપક હતા. ૨૪મી જાન્યુઆરીએ બપોરે ૨.૩૦ કલાકે ૩૦ સેકન્ડ માટે દિલ્હી એનસીઆર ૫.૩ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. આ આંચકાની અસર ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં જોવા મળી હતી. દરેક રાજ્ય સરકાર એમ માને છે કે ભૂકંપનો અભ્યાસ તો કેન્દ્રનો વિષય છે અને કેન્દ્ર પાસે રાષ્ટ્રીય ભૂકંપ સર્વેક્ષણ નીતિ નક્કી નથી.

ગયા વર્ષે ૧૯ ફેબ્રુઆરીએ ધાર, બરવાની, અલીરાજપુર સહિત મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં બપોરે ૧૨.૪૫ કલાકે ૩ થી ૪ તીવ્રતાના આંચકા ૬ સેકન્ડ સુધી રહ્યા હતા. તેનું કેન્દ્ર ધાર જિલ્લામાં ૧૦ કિમી દૂર છે. બીજી એપ્રિલે સવારે જબલપુર, નર્મદાપુરમ અને પચમઢીમાં ૩.૬ તીવ્રતાના આંચકા નોંધાયા હતા. ૨૧મી માર્ચની રાત્રે નર્મદાપુરમમાં પણ કેટલાક આંચકા અનુભવાયા હતા.૨૧મી માર્ચે દિલ્હી શભઇ ઉત્તર ભારતના ઘણા ભાગોમાં રાત્રે ૧૦.૨૦ વાગ્યે ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્રીજી ઓક્ટોબરે બપોરે ફરી દિલ્હી શભઇ સહિત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશનાં રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ થી ૬.૩ આંકવામાં આવી હતી.

તે જ દિવસે નેપાળમાં સાંજે ૪ થી ૫ તીવ્રતાના આંચકાને કારણે ઘણાં ઘરોને નુકસાન થયું હતું અને ૧૦ લોકો ઘાયલ થયા હતા. ૩૦ જાન્યુઆરી અને ૨ ફેબ્રુઆરીએ ગુજરાતના કચ્છ અને રાજકોટમાં ૪.૩ની તીવ્રતાના આંચકા આવ્યા હતા, પરંતુ કોઈ નુકસાન થયું ન હતું. મણિપુરના ઉખરુલ અને વિષ્ણુપુરમાં ચોથી ફેબ્રુઆરી અને ૧૬ એપ્રિલે હળવા આંચકા નોંધાયા હતા. છત્તીસગઢના ગૌરલા-પેન્દ્ર-મારવાહી અને કોરબા જિલ્લાનાં ગામોમાં ૧૩ ઓગસ્ટની રાત્રે અને ૨૮ ઓગસ્ટના રોજ સુરગુજા અને અનુપપુરમાં ભૂકંપ આવ્યો હતો. ૧૮ જાન્યુઆરી, ૧૮ માર્ચ, ૨૫ માર્ચ, ત્રીજી એપ્રિલ અને પાંચમી નવેમ્બરે અનુક્રમે કલાબુર્ગી (કર્ણાટક), જોરહાટ (આસામ), બિકાનેર (રાજસ્થાન), બિજનૌર અને અયોધ્યા (ઉત્તર પ્રદેશ)માં હળવા આંચકા અનુભવાયા હતા.

ભારતમાં વધી રહેલા ભૂકંપના સંદર્ભમાં ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે નાનાં કંપનો ભૂસ્તરશાીય ઉર્જા છોડે છે અને મોટા ભૂકંપનું જોખમ ઘટે છે. દિલ્હી ખરેખર હિમાલયની નીચે સ્થિત 'ઇન્ડિયન પ્લેટ' સાથે 'યુરેશિયન પ્લેટ'ની અથડામણથી ૨૦૦ કિલોમીટર દૂર આવેલું છે. આ ક્ષેત્રમાં કેટલીક ખામીઓ સર્જાઈ છે, જેના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ક્ષેત્રમાં વધુ ભૂકંપ આવ્યા છે.

મધ્ય ભાગ વિશે, સિસ્મોલોજિસ્ટ્સ કહે છે કે, અહીં પણ 'ટેક્ટોનિક પ્લેટ્સ'માં હલનચલનને કારણે આંચકા આવી રહ્યા છે. ખંડવા અને નર્મદા નદી સાથે જોડાયેલા જિલ્લાઓ વધુ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે એમ પણ કહ્યું છે કે નર્મદા અને સોન નદી ખીણના જિલ્લાઓમાં વધુ ખતરો છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં આ જિલ્લાઓમાં ૩૮ ભૂકંપ નોંધાયા છે. વધતા જતા ધરતીકંપ દેશ માટે નવા ખતરા તરીકે ઉભરી રહ્યા છે. તેથી, નુકસાન ઘટાડવા માટે ગંભીરતાથી પ્રયત્નો કરવા જોઈએ.

Gujarat