દેશની રાજધાની તરીકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા અન્યત્ર કરતાં વધુ કડક હશે, અને ગુનાઓ વધુ અસરકારક રીતે નિયંત્રિત થશે. જોકે, સમયાંતરે પ્રકાશિત થતા ગુનાના આંકડાઓની વિડંબના એ છે કે દિલ્હીમાં ગુનેગારોની હિંમત ચરમસીમાએ છે, અને પોલીસ વહીવટીતંત્ર તેમને સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં અસમર્થ રહ્યું છે. કેન્દ્ર સરકાર કે જેની પાસે પાટનગરનું ગૃહમંત્રાલય છે એ બંગવિજયના ઉત્સવમાંથી નવરાશ પામે પછી અગ્રતાક્રમે પોતાના પગતળેની જમીન પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. નોંધાયેલા ફોજદારી કેસોની દ્રષ્ટિએ દિલ્હીની સ્થિતિ દેશના અન્ય મહાનગરો કરતાં વધુ ખરાબ છે. પ્રશ્ન એ છે કે દરેક સ્તરે મજબૂત કાયદો અને વ્યવસ્થાના દાવાઓ છતાં આ સ્થિતિ શા માટે અસ્તિત્વમાં છે?
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (શભઇમ્) ૨૦૨૪ના રિપોર્ટમાં દેખાય છે કે દેશના અન્ય ઓગણીસ મહાનગરોની તુલનામાં દિલ્હીમાં નોંધાયેલા ગુનાઓની સંખ્યા સૌથી વધુ છે. છેલ્લા બે વર્ષમાં ગુન્હાખોરીમાં ઘટાડો થયો હોવા છતાં, શભઇમ્ના આંકડા હજુ પણ સૂચવે છે કે પોલીસ ગુના અને ગુનેગારોને નિયંત્રિત કરવામાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી છે. ડેટા અનુસાર, દેશનાં ઓગણીસ મહાનગરોમાં કુલ ૫,૯૩,૯૯૬ કેસ નોંધાયા હતા, જેમાં એકલા દિલ્હીનો હિસ્સો ૪૬ ટકાથી વધુ હતો. એવું કહી શકાય કે દેશનાં મહાનગરોમાં થયેલા તમામ ગુનાઓમાંથી, દરેક બીજો ગુનો દિલ્હીમાં નોંધાયો હતો. જોકે, શભઇમ્ મુજબ, જે રાજ્યોમાં ઓનલાઈન ખૈંઇ દાખલ કરવાની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં લોકો જઘન્યથી લઈને નાના સુધીના તમામ ગુનાઓ માટે સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે. જે રાજ્યોમાં આ સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાં ગુનાના આંકડા તુલનાત્મક રીતે ઓછા હોઈ શકે છે.
આનો અર્થ એ થયો કે દેશના ઘણા ભાગોમાં, ઘણા લોકો હજુ પણ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી શકતા નથી, કારણ કે તેમની પાસે પહોંચનો અભાવ છે અથવા પ્રક્રિયાની જટિલતા છે. કલ્પના કરી શકાય છે કે ગુનાનો ભોગ બનેલા કેટલા લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે. આ દ્રષ્ટિકોણથી, દિલ્હીમાં સિસ્ટમની કામગીરીમાં ચોક્કસપણે સુધારો થયો છે. જોકે, પ્રશ્ન એ રહે છે કે સરકાર અને સંબંધિત વિભાગો ગુના અટકાવવા માટે શું કરી રહ્યા છે. વધુમાં, સમય જતાં એક નવી ગૂંચવણ ઊભી થઈ છેઃ જેમ જેમ લોકો રોજિંદી પ્રવૃત્તિઓ માટે ડિજિટલ મીડિયા પર નિર્ભરતામાં વધારો કરી રહ્યા છે, તેમ તેમ ગુનેગારો પણ હવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ઉદાહરણ તરીકે, શભઇમ્ના ડેટા પોતે જ દર્શાવે છે કે સાયબર ગુનેગારોની ગેંગ ડિજિટલ દુનિયામાં તેમની હાજરી વધારી રહી છે. સાયબર ગુનામાં આશરે ૧૮ ટકાનો વધારો થયો છે. ઓનલાઈન છેતરપિંડી, ડિજિટલ ધરપકડ અને ધાકધમકીનાં કિસ્સાઓ સૌથી સામાન્ય છે. આ એક નવો પડકાર છે જે તાજેતરનાં વર્ર્ષોમાં ઉભરી આવ્યો છે અને તેના માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. મહાનગરોમાં, સુવિધાઓથી લઈને સુરક્ષા સુધીની દરેક બાબત અન્ય શહેરો કરતાં વધુ સારી અને કાર્યક્ષમ હોવાની અપેક્ષા છે. છતાં, જો દિલ્હી ગુનાની દ્રષ્ટિએ અન્ય ઘણાં મહાનગરોને પાછળ રહ્યું છે, તો સરકાર, પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને અન્ય એજન્સીઓ વચ્ચે સંકલન અને કાર્યક્ષમતાના અભાવને ધ્યાનમાં લેવાનો સમય આવી ગયો છે, જેમાં તાત્કાલિક સુધારાની જરૂર છે.
પાટનગર નવી દિલ્હી આમ તો અનેક પ્રકારની અંધારી આલમનો અડ્ડો બની ગયો છે. જે નેપાળ આજકાલ ભારત સાથે વાંકી દ્રષ્ટિથી ચાલી રહ્યું છે તે જ નેપાળથી ઔષધીઓની કરોડો રૂપિયાની તસ્કરી ભારત સાથે થાય છે એમાં આદાન-પ્રદાનનો નિયમ છે. હિમાલયની મૂલ્યવાન વનસ્પતિ ખાલસા કરીને કરીને નેપાળ પહોંચી જાય છે અને નેપાળનાં જંગલોની ઔષધીઓ ભારત આવીને પછી એશિયા અને યુરોપ સુધી પહોંચે છે. આ એક જુદા પ્રકારની અંધારી આલમ છે. એ જ રીતે દિલ્હી પણ ડ્રગ્સ નું પાટનગર બની રહ્યું છે. પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં દરરોજ કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાઈ રહ્યા છે. સરકાર હજુ એને ગંભીરતાથી લેતી નથી. પરંતુ જ્યારે આનાં વિકરાળ પરિણામો સામે આવશે ત્યારે એના પર નિયંત્રણ રાખવું બહુ અઘરું થઈ પડશે. પંજાબના અનુભવમાંથી કેન્દ્ર કે અન્ય રાજ્ય સરકારો કંઈ શીખી હોય એવું લાગતું નથી.


