Get The App

ઝંઝાવાત શક્તિના સૂસવાટા .

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
ઝંઝાવાત શક્તિના સૂસવાટા                          . 1 - image

ત્રણ કાંઠે સમુદ્રકિનારો હોય એ ભૌગોલિક સ્થિતિ દેશ માટે વરદાન સમાન પણ હોય અને જોખમકારક અભિશાપદાયક પણ હોય. સમુદ્ર ક્યારેય સ્થિર રહ્યો નથી અને બદલાતા જતા હવામાન સાથે તેની અસ્થિરતા વધતી રહેવાની છે. ભારતનો પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ કાંઠો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. સરેરાશ દર છ મહિને વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિ આવતી રહે છે. જેમ જાપાને ભૂકંપને સ્વીકારી લીધો છે એમ સમુદ્રગામી આફતોને ભારતીયોએ સ્વીકારી લેવી પડશે. આ વખતે જે ચક્રવાત છે તેનું નામ છે શક્તિ. આ ચક્રવાત ચોતરફ રમખાણ મચાવીને ઓરિસ્સાના જનજીવનને વિચ્છિન્ન કરી મૂકે એવી દહેશત છે. ચક્રવાત શક્તિનો પ્રકોપ ભારતના પૂર્વ કિનારે ત્રાટક્યો હોવાથી ઓરિસ્સાએ અપ્રતિમ તાકીદ સાથે તૈયાર કરી છે અને સંવેદનશીલ વિસ્તારોમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું.

આ ઝંઝાવાત કેટલો જોખમી સાબિત થઈ શકે એમ હતું તેની સાબિતી આ સ્થળાંતરના સ્કેલ ઉપરથી ખબર પડે છે. ઓરિસ્સાએ આ કુદરતી આપત્તિ પહેલા લીધેલા પગલાં નોંધનીય છે. ચક્રવાત શક્તિ, ૧૨૦ કિમી/કલાકની ઝડપે પવન સાથે, ભીતર કણિકા નેશનલ પાર્ક અને ધામરા બંદર વચ્ચેના વ્યૂહાત્મક અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં ત્રાટકશે એવું અનુમાન છે. લગભગ ૩,૦૦,૦૦૦ લોકોને પહેલેથી જ સ્થળાંતરિત કરવા પડયા છે,   જ્યારે ૧૪ જિલ્લાના ૩,૦૦૦ ગામડાઓમાંથી ૧૦ લાખથી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની સરકારની તૈયારી હતી. ત્યાંની સરકારે શાળાઓ બંધ કરી દીધી, વાહનવ્યવહાર અટકાવ્યો અને ઓરિસ્સા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ, ફાયર સર્વિસીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એકમો સહિત ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમોનું નેટવર્ક એકત્ર કર્યું છે. વાવાઝોડાની અસરને ઓછી કરવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા કામચલાઉ આશ્રયસ્થાનો તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર વખતે ગુજરાત પર જે ટૌટે વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે ગુજરાત સરકાર બેફિકર હતી ને એથી પશ્ચિમ દરિયાકાંઠાની પ્રજાએ બહુ માર વેઠવાનો આવ્યો હતો.

વહીવટીતંત્રનું વલણ કુદરતી આફતોનો સામનો કરવા માટે સ્થિતિસ્થાપકતાના વિશાળ દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરતું હોવું જોઈએ. જો કે ઓરિસ્સા સિવાય બીજા પાંચથી છ રાજ્યોને એલર્ટ ઉપર મૂકવા પડયા છે. અત્યારે દેશના સોળ રાજ્યો પર વરસાદી વાદળો છવાયેલા છે. ઓરિસ્સાની તૈયારી અને પ્લાનિંગ ખૂબ સારા નીવડયા. આના જેવા અન્ય ઝંઝાવાતો હવે ભારતીય જનજીવનનો નવો ચહેરો છે. જિંદગીને મૂળમાંથી ઉખેડી ફેંકવાની તાકાત કુદરત ધરાવે છે એ વાત માણસજાતને વિસ્મૃત થઈ જાય છે. ચોમાસુ અણધાર્યું હોય છે અને વાવાઝોડાઓ આકસ્મિક હોય છે. પ્રકૃતિના આ નવા પલટાઓ સામે સરકાર અને પ્રજા પૂરા તૈયાર નથી. સરકાર જે કંઈ કરે છે એ ટેકારૂપ કાર્યવાહી છે કારણ કે આસમાની આફતનું કોઈ નિવારણ નથી.

ઓરિસ્સાની સરકારે ફૂડ પેકેટ પણ તૈયાર રાખ્યા હતા. બંગાળ અને ઓરિસ્સાની સરકારે રેસ્ક્યુ ટીમ દ્વારા કુમક મોકલવા માટે એકબીજાની સાથે રહીને યોજના બનાવી હતી. સત્તાધિકારીઓ અને સ્થાનિક સમુદાયો વચ્ચેના સંકલિત પ્રયાસો આ મેસેજને પ્રતિબિંબિત કરે છે કે તમે સુરક્ષિત હાથમાં છો, - આ વિધાન ઓરિસ્સાના મુખ્ય પ્રધાનનું છે. પણ હકીકત એ છે કે ગ્લોબલ વોમગ અને કલાઈમેટ ચેન્જના પગલે દુનિયાનો કોઈ માણસ સંપૂર્ણ સુરક્ષિત નથી, ખાસ કરીને દરિયાકાંઠે રહેનારો સમુદાય. માટે તંત્રએ અને પ્રજાએ હાથમાં હાથ મિલાવીને સાથે તૈયારી કરવી પડશે. આપત્તિના સંજોગોમાં વ્યવસાયિક બચાવકર્મીઓએ પ્રજાને મદદ કરવી પડશે તો જ ભાવિ કુદરતી આફતમાં જાનહાનિ ઘટશે.

જેમ જેમ ચક્રવાતને કારણે મધ્યરાત્રિએ લેન્ડફોલ એટલે કે ઝંઝાવાતનો કિનારાને સ્પર્શ થતાં વરસાદ વરસી પડે ત્યારે પૂર્વીય ભારતના તટ ઉપર ખૂબ ઝડપી પવન ફૂંકાતો હોય. ભારે વરસાદ અને ૧૧૦ કિમી/કલાકની ઝડપે પવનને કારણે વૃક્ષો ઉખડી જતા હોય છે, રસ્તાઓ ભરાઈ જાય અને રાજ્યોના નાગરિકોનું જીવન ગંભીર રીતે ખોરવાઈ જાય છે.