Get The App

મોસમ રંગ બદલે છે .

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
મોસમ રંગ બદલે છે                                     . 1 - image


બે ચાર દિવસથી પવને પલટો માર્યો છે પણ એ તો ઘડીકનો જ ફેરફાર છે. એ સિવાય તો આ વરસે પહેલીવાર હિમાલયનો પ્રભાવ ઘટયો છે. એને કારણે સમગ્ર ઉત્તર ભારતને પહેલીવાર સૂરજની અગનઝાળ સહન કરવાનો વારો આવ્યો છે. કુદરત ગુસ્સે છે, તેને જાણવા માટે કોઈ જ્ઞાાનની જરૂર નથી, કારણ કે સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓ દાયકાઓથી ચેતવણી આપી રહ્યા છે કે પૃથ્વીનું વાતાવરણ ઝડપથી બગડી રહ્યું છે. વૈજ્ઞાાનિકોએ એવા કારણો પણ સમજાવ્યા છે શેના શેના કારણે પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને શેના કારણે ચક્રવાતી તોફાનો અને અતિશય વરસાદ અથવા દુષ્કાળની આવૃત્તિ વધી રહી છે.

પરંતુ ન તો વિશ્વની રાજકીય નેતાગીરીએ આ અંગે પુરતી ગંભીરતા દાખવી છે કે ન તો વિશેષાધિકૃત વસ્તી સંવેદનશીલ બની છે. વિકસિત દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સતત પગલાં લઈ રહ્યા છે અને સ્થિતિ એવી છે કે માત્ર એક વર્ષ પહેલાં જ સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું માત્ર યુરોપના ગ્લેશિયર્સમાં લગભગ ૮૮૦ ક્યુબિક કિલોમીટર બરફ પીગળી ગયો છે. હવે જ્યારે કટોકટી ઘરઆંગણે છે, ત્યારે પર્યાવરણને બચાવવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવશે તેવી હજુ પણ કોઈ નક્કર ખાતરી નથી. દેશમાં હવે જ્યારે ૪૭ ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન  પહોંચી ગયું છે અને હવામાન વિભાગ ગરમીના રેકોર્ડ તુટશે તેવી જાહેરાત કરી રહ્યું છે, તે જ સમયે, દેશના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે.

ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે-૧૦ ને નુકસાન થવાને કારણે બંગાળ અને સિક્કિમનો રોડ કનેક્ટિવિટી તૂટી ગયો છે. એક તરફ અસહ્ય ગરમી અને ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ ભૂસ્ખલનને કારણે લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો છે. આ બનાવો વચ્ચે કુદરત શાસન પ્રણાલી અને માનવીય ધીરજ અને શાણપણની પરીક્ષા લઈ રહી છે. વહીવટી તંત્રની પરીક્ષા એટલા માટે કે પાણી અને વીજળીનો અવિરત પુરવઠો એ તમામ રાજ્ય સરકારો સામે એક મોટો પડકાર બની ગયો છે, અને શહેરીજનોની કસોટી એ અર્થમાં કે આપણે ચોમાસાની ધીરજપૂર્વક રાહ જોઈને પર્યાવરણને વધુ ન બગાડવાના શું  કોઈ પાઠ શીખ્યા છીએ? જો કે ઉત્તર ભારત ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. તેની ઝડપ પર નજીકથી નજર રાખી રહેલા હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ મહિનાના અંતમાં ઉત્તર ભારતીય રાજ્યોમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થયા પછી જ ગરમીમાંથી રાહત મળશે, જોકે તે પહેલાં હળવા વરસાદથી રાહત મળી શકે છે. આ વર્ષેસારા ચોમાસાની આગાહી ખેડૂતો માટે સારા સમાચાર છે.

પરંતુ કમનસીબે, આપણા શહેરો માત્ર પાણી ભરાવા અને લાંબા ટ્રાફિક જામ માટે હેડલાઇન્સમાં રહે છે. તેવી જ રીતે, મકાન બાંધકામ વિભાગે પણ શહેરોમાં જર્જરિત ઇમારતોની ઓળખ કરવી જોઈએ અને જરૂરી સાવચેતીના પગલાં લેવા જોઈએ. જો કે ખરાબ હવામાનથી ગરીબ લોકો સૌથી વધુ પ્રભાવિત થાય છે, પરંતુ આ વખતની કાળઝાળ ગરમીએ સુવિધાસભર લોકોને પણ કહી દીધું છે કે કુદરત તેમને છોડશે નહીં. શનિ-રવિના દિવસે કોંક્રીટના શહેરી જંગલોમાંથી પહાડો તરફ ભાગી જનારાઓ માટે બહુ રાહત નથી, કારણ કે મસૂરી, દેહરાદૂન જેવા સ્થળો પણ હવે તપવા લાગ્યા છે. પ્રગતિની ઈમારતો બાંધતી વખતે આપણે કુદરત સાથેના સંવાદિતાને ખલેલ ન પહોંચાડીએ તો સારું રહેશે.

આ વર્ષની ગરમીને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી જે સંકટનું સ્તર અનુમાન કરવામાં આવી રહ્યું હતું તે ફળીભૂત થઈ રહ્યું છે. દિલ્હીમાં તીવ્ર ગરમીના મોજાને કારણે વીસથી વધુ લોકોના મોત થયાના સમાચાર છે અને આ સંખ્યામાં વધારો થવાની દહેશત છે. સૂર્યની ગરમી સહન કરવાની મર્યાદા વટાવી ગયા બાદ જે લોકો બીમાર પડીને હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે તે દર્શાવે છે કે આ ગરમી તેમના પર છેલ્લા ઘણા સમયથી વધુ અસર કરી રહી છે. જો કે આ વખતે દેશભરમાં જે તાપમાનનો અનુભવ થઈ રહ્યો છે તે ચિંતાજનક છે, પરંતુ દિલ્હીમાં લઘુત્તમ તાપમાને છેલ્લા પંચાવન વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

Tags :