Get The App

રોજગાર સર્જક નીતિ .

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
રોજગાર સર્જક નીતિ                                     . 1 - image


ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો ઊંચો વિકાસ દર રોજગારીનું સર્જન કરે છે તેવી માન્યતા ઘટી રહી છે. આપણો જીડીપી વૃદ્ધિ દર ઊંચો રહ્યો છે પરંતુ રોજગાર સર્જનમાં અપેક્ષિત વધારો જોવા મળ્યો નથી. હવે આપણે રોજગારી પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને જીડીપી વૃદ્ધિ દર તેનું પરિણામ હોઈ શકે છે. આ માટે કેન્દ્ર સરકારે એની માનસિકતામાં મૂળભૂત પરિવર્તન લાવવું પડશે. ભારતે ઈ. સ. ૧૯૯૧ના આર્થિક સુધારા સાથે અપનાવેલી વોશિંગ્ટન સર્વસંમતિથી આગળ વધવું પડશે. તેમના મતે, રાજ્ય એ મેક્રો-ઈકોનોમિક ફંડામેન્ટલ્સ જાળવવા, બહેતર ભૌતિક અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા અને વ્યવસાય કરવાની સુગમતામાં સુધારો કરવા માટે તેની ભૂમિકા મર્યાદિત કરવી જોઈએ. આવી સ્થિતિમાં મુક્ત બજાર તેનું કામ કરશે.

ચીન સાથેની સરખામણી કરવાથી આ વલણની મર્યાદાનો ખ્યાલ આવે છે. ઈ. સ. ૧૯૯૧માં, આપણે માથાદીઠ આવક અને ટેક્નોલોજીના સંદર્ભમાં સમાનતા પર હતા. બજાર પરિબળોને એકલા છોડવાને બદલે, ચીની સરકારે ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો અને નિકાસમાં સફળતા મેળવી ચીનને વિશ્વનું કારખાનું બનાવ્યું. ચીને બોધપાઠ લીધો અને દક્ષિણ કોરિયા અને જાપાનની નીતિઓનું પાલન કર્યું જેણે અગાઉ તે દેશોને સફળતા અપાવી હતી. હવે ભારતે રોજગાર સર્જન પર વધુ ભાર મૂકવો પડશે. પરંતુ આ માટે પહેલા આપણે માનવું પડશે કે સરકાર વધુ સારી નીતિઓ બનાવી શકે છે અને તેનો અમલ કરીને ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષીને જરૂરી રોજગારીનું સર્જન કરી શકે છે. ૧૯૯૧ સુધી આપણું પ્રદર્શન નબળું હતું અને ત્યાં સુધી આપણે કેન્દ્રિય આયોજન અને અર્થ વ્યવસ્થાનાં સૂક્ષ્મ-વ્યવસ્થાપન કરવાની સરકારની ક્ષમતા પર વિશ્વાસ કરતા હતા.

ઈ. સ. ૧૯૯૧ના સુધારા પછી, કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે રાજ્ય એ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે બજારના પરિબળોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં, જેના કારણે આપણે અપેક્ષિત પ્રદર્શન ન કરી શક્યા. સફળતા માટે બે મેક્રો-લેવલ પોલિસી રિફોર્મ્સની જરૂર છે, પરંતુ આ એકલા પર્યાપ્ત નથી. પ્રથમ, વાસ્તવિક વિનિમય દર જે તરફ જોઈએ તેટલું ધ્યાન આપવામાં આવતું નથી. વાસ્તવિક વિનિમય દરમાં વધારો કરવા માટે વિશ્વભરના અર્થશાીઓમાં સર્વસંમતિ છે કે સ્થાનિક મૂલ્યવૃદ્ધિ અને રોજગાર નિર્માણ પર પ્રતિકૂળ અસર થઈ છે. આપણા દેશમાં વાસ્તવિક વિનિમય દર વધ્યો છે જ્યારે ચલણને મજબૂત બનાવતા પરિબળો હોવા છતાં ઉત્પાદકતા અને નિકાસમાં વધારો થયો નથી. આવું એટલા માટે થયું કે વિદેશમાંથી નાણાં મોકલવામાં આવ્યા હતા અને આપણા શેરબજારમાં જંગી મૂડી રોકાણ થયું હતું.

આપણી નીતિ, બજારને વિનિમય દર નક્કી કરવા દેવાની છે. આના કારણે આપણને નુકસાન થયું છે. વાસ્તવિક વિનિમય દરનો વધારો રોકવા માટે રિઝર્વ બેંકને બજારમાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવાનો હવે સમય આવી ગયો છે. પૂર્વ એશિયાના દેશોએ વધતા ઔદ્યોગિકરણ માટે કૃત્રિમ રીતે ચલણનું યોગ્ય રીતે અવમૂલ્યન કર્યું છે. બીજું, વ્યવસાય કરવાનો ખર્ચ ઘટાડવાનો છે. એક ગરીબ, વિકાસશીલ અર્થતંત્ર કે જે સંસાધનોની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે તેણે સુધારણા પહેલાના યુગમાં 'લક્ઝરી' ચીજવસ્તુઓ પર ક્રોસ સબસિડાઇઝેશન અને ઊંચા કર દરોનો માર્ગ અપનાવ્યો છે અને એ રીતે કિંમતો નક્કી કરવામાં આવી છે. ખુલ્લી અર્થવ્યવસ્થામાં દીર્ઘકાલીન વિરોધાભાસ ખર્ચના મોરચે નુકસાનની સ્થિતિનું નિર્માણ કરે છે જે કોઈપણ એક કંપનીના નિયંત્રણની બહાર હોય છે.

અહીં લોજિસ્ટિક્સની કિંમત પ્રતિસ્પર્ધી દેશો કરતા ૫૦ ટકા વધારે છે. આદર્શરીતે, ડિઝલ જેવા ઉત્પાદનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના સૌથી નીચા અથવા મધ્યમ સ્લેબમાં હોવા જોઈએ, પરંતુ તેના પર જીએસટીના સર્વોચ્ચ દર કરતાં લગભગ બમણો ટેક્સ લાગે છે. ધંધામાં સરળતા કરતાં ધંધાના ખર્ચમાં ઘટાડો કરવો એ મોટી પ્રાથમિકતા છે. પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ એ માન્યતાનું પરિણામ છે કે દેશના ઊંચા ખર્ચને બજેટરી સપોર્ટ સાથે નીચે લાવવાની જરૂર છે. દરેક પ્રકારના ઉત્પાદનને પીએલઆઈ સપોર્ટ મળી શકતો નથી, તેથી એવા નિર્ણયો લેવાની જરૂર છે જેનાથી વ્યવસાય કરવાનો ખર્ચ ઘટાડી શકાય. વાસ્તવિક કટોકટી ઘટાડવા માટે, ખાનગી રોકાણને એકત્ર કરીને રોજગારીનું સર્જન કરવું પડશે કારણ કે સરકારી ખાલી જગ્યાઓ ભરે એ પૂરતું નથી.આપણને વધુ સારી સેક્ટર મુજબની નીતિઓની જરૂર પડશે. 


Google NewsGoogle News