Get The App

રાહુલ ગાંધીનો નવ્યાવતાર .

Updated: Jul 3rd, 2024


Google News
Google News
રાહુલ ગાંધીનો નવ્યાવતાર                 . 1 - image


૧૮મી લોકસભામાં રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બની ગયા. રાહુલ ગાંધીએ ૨૦૦૪માં રાજનીતિમાં  પ્રવેશ કર્યો અને ત્યારથી કોઈ પણ પદ સંભાળવાથી બચતા રહ્યા હતા. તેમણે પાર્ટી પ્રમુખ પદ ઉપરથી પણ રાજીનામું આપી દીધું હતું. પરંતુ હવે રાહુલ ગાંધી અનિચ્છનીય નેતાની છબી તોડતા જોવા મળી રહ્યા છે. હવે દસ વર્ષ પછી લોકસભાને નેતા પ્રતિપક્ષ મળ્યા છે. બુધવારે લોકસભામાં નેતા પ્રતિપક્ષ તરીકે રાહુલ ગાંધી પહેલી વખત બોલ્યા કે દેખિત રીતે સરકાર પાસે રાજકીય સત્તા છે પરંતુ વિપક્ષ પણ ભારતની જનતાનો અવાજ રજૂ કરી રહ્યો છે. આ વખતે વિપક્ષ ભારતની જનતાના અવાજને વધુ શક્તિશાળી રીતે રજૂ કરી રહ્યો છે.

રાહુલ ગાંધીએ સ્પીકરને કહ્યું કે વિપક્ષ તમને સંસદ ચલાવવામાં સંપૂર્ણ સહયોગ આપશે. અમે ઇચ્છીએ છીએ કે ગૃહ સરળતાથી અને અસરકારક રીતે ચાલે. સંસદમાં ભારતનો અવાજ સંભળાય તે ખૂબ જ જરૂરી છે. વિરોધનો અવાજ ઉઠાવવો જરૂરી છે. વિપક્ષને આ ગુ્રપમાં પૂરતી જગ્યા મળવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે સવાલ એ નથી કે આ ગૃહ કેટલી સારી રીતે ચાલે છે, પરંતુ સવાલ એ છે કે આ ગૃહમાં ભારતનો અવાજ કેટલો સંભળાય છે? તેથી વિપક્ષના અવાજને દબાવીને આ ગૃહને યોગ્ય રીતે ચલાવી શકાય તે એક ગૈર લોકતાંત્રિક વિચાર છે.

છેલ્લી બે વખતની ચૂંટણી સુધીમાં કોંગ્રેસ પાસે સંસદની ૧૦% સીટ પણ હતી નહીં તેથી કોંગ્રેસ વિપક્ષ તરીકે તેમનો દાવો રજૂ કરી શકી ન હતી. પરંતુ અત્યારે કોંગ્રેસ પાસે ૯૯ સીટો છે. રાહુલ ગાંધીએ સંસદમાં પહેલી વખત સંવિધાનિક પદ લીધું છે. વર્ષ ૨૦૧૯માં જ્યારે કોંગ્રેેસ ચૂંટણીમાં હારી ત્યારે રાહુલ ગાંધીએ એ હારની જવાબદારી લેતા કોગ્રેસ અધ્યક્ષ પદ છોડી દીધું હતું. અને પાંચ વર્ર્ષ સુધી કોઈપણ પદ લેવા તૈયાર ન હતા. પાંચ વર્ષ સુધી આ વાત પર અડગ રહ્યા પછી પહેલી વખત રાહુલ ગાંધી કોઈ મુખ્ય પદ લેવા તૈયાર થયા. સંસદમાં વિપક્ષની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેઓ સંસદમાં તમામ વિરોધ પક્ષોનો અવાજ બની જાય છે. તેમની પાસે તેમની પોતાની શક્તિ અને વિશેષાધિકારો છે. વિપક્ષ નેતા જાહેર હિસાબ, જાહેર ઉપક્રમ અને અંદાજો પરની સમિતિ જેવી કેટલીક મુખ્ય સમિતિઓનો એક ભાગ છે. વિપક્ષના નેતાની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા સંયુક્ત સમિતિઓ અને પસંદગી સમિતિઓમાં હોય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઈ), સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, કેન્દ્રીય માહિતી આયોગ, લોકપાલ, તેમજ ચૂંટણી કમિશનરો, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) જેવા વિવિધ મહત્ત્વના વિભાગો અને સમિતિઓમાં વિપક્ષની ભૂમિકા હવે રહેશે. વિપક્ષના નેતા ઉપરોક્ત ખૂબ જ મહત્વપૂર્ણ પદોમાં પોતાના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે. વિપક્ષના નેતા એ કેબિનેટ રેન્ક નું પદ છે, જેની પોતાની વિશેષતાઓ છે. જે કોઈપણ આ પદ ધરાવે છે, તેને સંસદના સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શન અધિનિયમ ૧૯૫૪ ની કલમ ૩ માં ઉલ્લેખિત પગાર અને દૈનિક ભથ્થા આપવામાં આવે છે.

રાહુલ ગાંધી એ ઈ. સ. ૨૦૦૪માં ઉત્તર પ્રદેશથી અમેઠી સીટ પર ચૂંટણી લડી હતી, અને તે જીતી ગયા હતા. અમેઠી થી રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી ચૂંટણી લડતા હતા. રાહુલ ગાંધી જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે અટલબિહારી બાજપેઈ સાંસદ હોવા છતાં ખરાબ તબિયતને કારણે ગૃહ પર આવી શકતા ન હતા. અડવાણી નેતા પ્રતિપક્ષ બની ગયા હતા અને મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા.

રાહુલ ગાંધી ૧૦ વર્ષ સુધી તેની સરકારમાં લોકસભા સાંસદ રહ્યા અને છેલ્લા દસ વર્ષથી વિપક્ષીય સાંસદ છે. કોંગ્રેસ જ્યારે ઈ. સ. ૨૦૦૪ થી ૨૯૧૪ સુધી સત્તામાં રહી ત્યારે રાહુલ મંત્રી ન બન્યા અને કોંગ્રેસ જ્યારે સત્તાથી બહાર થઈ ગઈ ત્ેયારે તે નેતા પ્રતિપક્ષ બનવા લાયક પણ જીત ન મેળવી શક્યા. રાહુલ ગાંધી મંત્રી તેની ઈચ્છાથી નહોતા બન્યા અને તેના પ્રતિપક્ષ બન્યા પછી તેની પાસે પૂરતા સાંસદો ન હતી. વાજપેયીનો સીધો સામનો સોનિયા ગાંધીએ કર્યો હતો અને હવે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીનો સીધો સામનો કરી રહ્યા છે.

Tags :