Get The App

મધ્ય-પૂર્વની અગનઝાળ .

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
મધ્ય-પૂર્વની અગનઝાળ                          . 1 - image

આખરે મધ્યપૂર્વના ભારેલા અગ્નિમાંથી હોળી પ્રગટ થઈ ગઈ છે જેની જ્વાળાઓ અનેક દેશોને લાગી છે. અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો, જેના જવાબમાં ઇરાને ઇઝરાયલી અને અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવ્યા. લેબનોનના હિઝબુલ્લાહ અને યમનના હૂતીઓ પણ તેમાં જોડાયા છે. અમેરિકાની તાજેતરની ચેતવણીઓ અને ઇરાનને ઘેરી લેવાથી એવું જણાય છે કે તેનો ધ્યેય ઇરાન સાથે વાટાઘાટો કરવાનો અને તેને તેના પરમાણુ કાર્યક્રમને છોડી દેવા માટે દબાણ કરવાનો હતો. જોકે, આ વાટાઘાટો વચ્ચે, ઇરાને ઇઝરાયલ સાથે હુમલો શરૂ કર્યો. જવાબમાં, ઇરાને ઇઝરાયલ અને પશ્ચિમ એશિયામાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. સ્વદેશમાં ઘટતી લોકપ્રિયતાથી લાગેલા અને ટેરિફ પ્રકરણમાં અદાલતી પછડાટથી ઝાંખા થઈ ગયેલા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ માટે યુદ્ધનો આ નૂતન ઉપક્રમ પોતાની ઈમેજનું પુનર્ગઠન કરવાથી વિશેષ કંઈ નથી. ખિસકોલીનો જીવ જાય ને કાગડાને રમત થાય.

પરંતુ દેખાય છે એ રીતે ઈરાન ભાંગેલો કે તૂટેલો દેશ નથી. એના સૈન્યની તાલીમ આતંકવાદી કમાન્ડો કક્ષાની છે કારણ કે ઈઝરાયેલ જેવા શત્રુઓ એને માટે સર્વકાલીન પડકાર છે. ચાણક્ય કહે છે કે શત્રુ શક્તિશાળી હોય તો રાજા પોતે પણ શક્તિશાળી થવા લાગે છે. લેબનોનના હિઝબુલ્લાહ અને યમનના હુતીઓ પણ તેમાં જોડાયા છે. આના પરિણામે ઇઝરાયલી અને અમેરિકન હુમલાઓ ઇરાન પર વધુ તીવ્ર બનશે. આ બધા ઘટનાક્રમ આરબ વિશ્વને વધુ અસ્થિર બનાવશે, જે પહેલાથી જ પરસ્પર વિખવાદના કલહકાળમાંથી પસાર થઈ રહ્યું છે. એનાથી પેટ્રોલિયમના ભાવમાં પણ વધારો થશે , જે સંભવિત રીતે વિશ્વ શાંતિ માટે ગંભીર ખતરો છે. ટ્રમ્પે ઈરાની વડા ખૌમેનીને મોતને ઘાટ ઉતાર્યા પછી એમના સીધા વારસદાર મુસ્તફા ખૌમેનીના હાથમાં ઈરાનનું સુકાન આવ્યું છે, આ મુસ્તફાએ કદી કોઈ સરકારી પદ સંભાળ્યું નથી.

જો કે ખૌમેની પરિવાર સામે ઈરાનમાં ઘણા લાંબા સમયથી બળવો ચાલે છે. યુદ્ધને કારણે આંતરિક સંઘર્ષ અત્યારે શાંત થઈ ગયો છે એ ઈરાની પ્રજાની પુખ્તતા છે. ખૌમેનીને અંજલિ આપવા એકત્રિત થયેલી ઈરાની પ્રજાએ વિરાટ લોકસાગર સ્વરૂપની પોતાની એકતા અને શાસકની શહિદી માટે અભૂતપૂર્વ રેલી કરી. ટ્રમ્પનું બાકી રહેલું લક્ષ્ય હવે ઇરાનની પરમાણુ શસ્ત્રો ઉત્પાદન પ્રણાલીનો નાશ કરવાનો છે. આ સંઘર્ષ એવા સમયે ફાટી નીકળ્યો છે જ્યારે ચાર વર્ષ પછી રશિયા-યુક્રેન યુદ્ધ ચાલુ છે, અને તાજેતરમાં, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ યુદ્ધો ફાટી નીકળ્યા છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી સંઘર્ષના દૂરગામી પરિણામો આવી શકે છે. ભારતને પણ અસર થશે. તે ફક્ત પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાં રહેતા લાખો ભારતીયોને બહાર કાઢવાના પડકારનો સામનો કરી શકે છે, પરંતુ મોંઘા ક્રૂડ તેલ ખરીદવાની તાકાત એશિયન દેશોની નથી.

એ પણ ચોક્કસ છે કે ભારત આ સંઘર્ષમાં કોઈનો પક્ષ લેવા ચાહે નહીં. પશ્ચિમ એશિયામાં બે કટ્ટર હરીફ એકબીજાની સામે છે. ઈરાન પર ઈઝરાયલના મોટા હુમલા અને ત્યારબાદ ઈરાનના બદલો લેવાથી યુદ્ધ લાંબુ ચાલવાનો ભય ઉભો થયો છે. હકીકતમાં, ઈઝરાયલ માને છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેના અસ્તિત્વ માટે નોંધપાત્ર ખતરો છે.  આની સામે ઈરાન દાવો કરે છે કે તે પરમાણુ કાર્યક્રમ નાગરિક હેતુઓ માટે છે. જો કે, એવો અહેવાલ છે કે ઈરાને યુરેનિયમને એટલા સ્તર સુધી સમૃદ્ધ બનાવ્યું છે કે તે હવે પરમાણુ બોમ્બ બનાવવા સક્ષમ છે. ઇઝરાયલનો દાવો છે કે આ ધમકીને ધ્યાનમાં રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે શું ઈરાન ખરેખર પરમાણુ બોમ્બ બનાવવા સક્ષમ બની ગયું છે? જોકે, જે રીતે તમામ ભય વચ્ચે ઈઝરાયલે ઈરાનની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવી, આ ઘટનાઓથી હવે વિશ્વમાં નવા મોટા યુદ્ધની શક્યતા વધી ગઈ છે. ઈઝરાયલી હુમલામાં ઈરાનના ત્રણ ટોચના લશ્કરી અધિકારીઓ સહિત અનેક વૈજ્ઞાાનિકો માર્યા ગયા.

આ ઈરાન માટે મોટો ફટકો છે. બંને દેશોના નેતાઓના આક્રમક નિવેદનોથી સમગ્ર વિશ્વમાં ચિંતા વધી છે. ઈરાને કહ્યું છે કે ઈઝરાયલને કડક સજા કરવામાં આવશે. દરમિયાન, અમેરિકાની ચિંતા સમજી શકાય તેવી છે. ઈરાન સાથેના પરમાણુ કરારમાંથી ખસી ગયા પછી, એવી આશા હતી કે તે દબાણને વશ થશે, પરંતુ એવું થયું નહીં. તેના બદલે, ઈરાને તેના પરમાણુ કાર્યક્રમનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં, અમેરિકાને મધ્ય પૂર્વમાં તૈનાત તેના સૈનિકોને સુરક્ષિત રાખવાનો પડકારનો સામનો કરવો પડશે. દરમિયાન, ઈઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સ્થળોને સંપૂર્ણપણે નાશ કરવાનો ઇરાદો ધરાવે છે.