Get The App

ગ્રીષ્મનો અર્બન બુખાર .

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
ગ્રીષ્મનો અર્બન બુખાર                                           . 1 - image

ઉત્તર ભારતમાં જ્યારે ૪૭ ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન પહોંચી ગયું છે અને હવામાન વિભાગ ગરમીના રેકોર્ડ હજુ વધુ તૂટશે તેવી જાહેરાત કરી રહ્યું છે, તે જ સમયે, ઉત્તર-પૂર્વ સિક્કિમમાં મુશળધાર વરસાદથી થયેલા ભૂસ્ખલનને કારણે લગભગ પ્રવાસીઓને એરલિફ્ટ કરવાનો સમય આવી પડયો છે. ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે-૧૦ને નુકસાન થવાને કારણે બંગાળ અને સિક્કિમનો રોડ કનેક્ટિવિટી તૂટી ગઈ છે. એક તરફ અસહ્ય ગરમી અને ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ ભૂસ્ખલનને કારણે લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો છે. આ બનાવો વચ્ચે કુદરત, શાસન પ્રણાલિકા અને માનવીય ધીરજ અને શાણપણની પરીક્ષા લઈ રહી છે. વહીવટી તંત્રની પરીક્ષા એટલા માટે કે પાણી અને વીજળીનો અવિરત પુરવઠો એ તમામ રાજ્ય સરકારો સામે એક મોટો પડકાર બની ગયો છે, અને શહેરીજનોની કસોટી એ અર્થમાં કે આપણે ચોમાસાની ધીરજપૂર્વક રાહ જોઈને પર્યાવરણને વધુ ન બગાડવાના શું કોઈ પાઠ શીખ્યા છીએ? લગભગ નહિ.

શહેરોમાં આજકાલ જે ગરમી પડે છે એને માટે દેશના ટોચના પ્રકૃતિવિદોએ નવી પરિભાષા પ્રયોજી છે અને તેઓ આ ગરમીને હવે અર્બન બુખાર કહેવા લાગ્યા છે. સિમેન્ટ કોન્ક્રિટના જંગલોની આ ગરમી એક જીવલેણ તાવ જેવી છે. કુદરત ગુસ્સે છે, તેને જાણવા માટે કોઈ જ્ઞાાનની જરૂર નથી, કારણ કે સમગ્ર વિશ્વના ભૂગોળવેત્તાઓ અને ખગોળશાસ્ત્રીઓ દાયકાઓથી ચેતવણી આપી રહ્યા છે કે પૃથ્વીનું વાતાવરણ ઝડપથી આડે પાટે ચડી રહ્યું છે. વૈજ્ઞાાનિકોએ એવા કારણો પણ સમજાવ્યા છે શાના શાના કારણે પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને શેના કારણે ચક્રવાતી તોફાનો અને અતિશય વરસાદ અથવા દુષ્કાળની આવૃત્તિ વધી રહી છે. પરંતુ ન તો વિશ્વની રાજકીય નેતાગીરીએ આ અંગે પૂરતી ગંભીરતા દાખવી છે કે ન તો વિશેષાધિકૃત વસ્તી સંવેદનશીલ બની છે. વિકસિત દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સતત પગલાં લઈ રહ્યા છે અને સ્થિતિ એવી છે કે માત્ર એક વર્ષ પહેલાં જ સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું હતું કે ૧૯૯૭ અને ૨૦૨૨ વચ્ચે માત્ર યુરોપના ગ્લેશિયર્સમાં લગભગ ૮૮૦ ક્યુબિક કિલોમીટર બરફ પીગળી ગયો છે. હવે જ્યારે કટોકટી ઘરઆંગણે છે, ત્યારે પર્યાવરણને બચાવવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવશે તેવી હજુ પણ કોઈ નક્કર ખાતરી નથી.

જો કે ઉત્તર ભારત ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. તેની ઝડપ પર નજીકથી નજર રાખી રહેલા હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ મહિનાના અંતમાં ઉત્તર ભારતીય રાજ્યોમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થયા પછી જ ગરમીમાંથી રાહત મળશે, જોકે તે પહેલાં હળવા વરસાદથી રાહત મળી શકે છે. આ વર્ષે મધ્યમ ચોમાસાની આગાહી ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે, ત્યારે તે ફરી એકવાર શહેરી સંસ્થાઓના પ્રેક્ટિશનરોની કસોટી કરશે. દેશ વર્ષોથી સ્માર્ટ સિટીનું સપનું જોઈ રહ્યો છે. પરંતુ કમનસીબે, આપણા શહેરો માત્ર પાણી ભરાવા અને લાંબા ટ્રાફિક જામ માટે હેડલાઇન્સમાં રહે છે. તેવી જ રીતે, મકાન બાંધકામ વિભાગે પણ શહેરોમાં જર્જરિત ઇમારતોની ઓળખ કરવી જોઈએ અને જરૂરી સાવચેતીના પગલાં લેવા જોઈએ. જો કે ખરાબ હવામાનથી ગરીબ લોકો સૌથી વધુ પ્રભાવિત થાય છે, પરંતુ આ વખતની કાળઝાળ ગરમીએ સુવિધાસભર લોકોને પણ કહી દીધું છે કે કુદરત તેમને છોડશે નહીં. શનિ-રવિના દિવસે કોંક્રીટના શહેરી જંગલોમાંથી પહાડો તરફ ભાગી જનારાઓ માટે બહુ રાહત નથી.

કારણ કે મસૂરી, દેહરાદૂન, મનાલિ જેવા સ્થળો પણ હવે તપવા લાગ્યા છે. પ્રગતિની ઈમારતો બાંધતી વખતે આપણે કુદરત સાથેની સંવાદિતાને ખલેલ ન પહોંચાડીએ તો સારું રહેશે, તો આપણે ચોમાસાની રાહ જોવાની આવી તકલીફ વેઠવી ન પડે! આ વર્ષની ગરમીને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી જે સંકટનું સ્તર અનુમાન કરવામાં આવી રહ્યું હતું તે ફળીભૂત થઈ રહ્યું છે. દિલ્હીમાં તીવ્ર ગરમીના મોજાને કારણે ૧૭ લોકોના મોત થયાના સમાચાર છે અને આ સંખ્યામાં વધારો થવાની આશંકા છે. સૂર્યની ગરમી સહન કરવાની મર્યાદા વટાવી ગયા બાદ જે લોકો બીમાર પડીને હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે તે દર્શાવે છે કે આ ગરમી તેમના પર છેલ્લા ઘણા સમયથી વધુ અસર કરી રહી છે.

જો કે આ વખતે દેશભરમાં જે તાપમાનનો અનુભવ થઈ રહ્યો છે તે ચિંતાજનક છે, પરંતુ દિલ્હીમાં લઘુત્તમ તાપમાને છેલ્લા પંચાવન વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. એક અંદાજ પ્રમાણે આ વખતે દેશમાં ગરમીને કારણે એક હજારથી વધુ લોકોની જિંદગી થીજી ગઈ છે.. આ નવું હવામાન આગામી વરસોમાં ભારતીય પ્રજાનું આખું જીવનચક્ર બદલી નાંખશે. બપોરના તાપમાને ઘણા લોકો માટે તેમની સામાન્ય દિનચર્યા જ નહીં પરંતુ તેમના જીવન પર પણ સંકટ ઉભું કર્યું છે. ઘણા રાજ્યોમાં, શાળાઓ બંધ કરવા અંગે નવી સૂચનાઓ જાહેર કરવી પડી હતી.