સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં યુવાન ડૂબ્યો : કલાકો બાદ લાશ મળી
- મંદિરમાં આરતી કરવા ગયા બાદ કપડાં અને સાયકલ મળ્યા : તરવૈયાઓએ શોધી કાઢ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં વીસ વર્ષનો યુવાન ડુબી ગયાના સમાચાર મળતા ફાયર બ્રિગેડની ટીમ બે સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ ચાલતી હતી તેમાં જહેમત બાદ લાશ મળતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
બનાવની વિગત એવી છે કે સુરેન્દ્રનગરમાં રહેતા વીસવર્ષના પાર્થરાજસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ, સાયકલ લઈને સાંજે ૭-૩૦ કલાકે ધોળધજા ડેમે આવેલ મંદિરમાં આરતી કરવા ગયા હતા બાદમાં તેમના કપડા અને સાયકલ ડેમ પાસેથી મળતા પાર્થરાજસિંહ ડુબી ગયાની આશંકા વ્યકત થતી હતી આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા બે સ્થાનીક તરવૈયાઓ તથા બોટ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી છે વોર્ડ-૨ના સદસ્ય નિરવભાઈ દવે, એડવોકેટ પ્રવિણસિંહ ઝાલા ડેમઉપર ઉપસ્થિત રહ્યા હતા.