લીંબડી હાઈવે ઉપર બલદાણા પાસે અકસ્માતમાં મહિલાનું મોત
- મોબાઈલમાં વાતો કરતા ડ્રાયવરે કાવુ મારતા ઇકો કાર ચાલક સામે ફરિયાદ નોંધાઇ
- મોબાઇલમાં વાતો કરતા ડ્રાઇવેર અચનાક કાવુ મારતા ઇકો કાર પલટી જતાં અકસ્માત સર્જાયો : અન્ય મુસાફરોને ઇજા
રાજકોટના ધુનાબેન દામાભાઈ ચાવડા નામના મહિલા તેમના નાનીબેન જડીબહેન હનુભાઈ મીર અને પૌત્ર મિહિર સાથે લીંબડીથી તેમના પિયર હલીયાસણ જવા માટે ઈકો કારમાં બેઠા હતા કાર બલદાણા ગામના પાટીયે પહોંચી ત્યારે સામેથી વાહન આવતા ઈકો કારના ચાલકે મોબાઈલમાં વાત કરતા કરતા કાવો માર્યું હતું. પરિણામે ઈકો કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ધુનાબેન અને જડીબેનને ગંભીર ઈજા થતા લીંબડી હોસ્પિટલમા સારવાર આપીને સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ હોસ્પિટલમા લઈ જવાયા હતા જ્યાં જડીબેનનુ સારવાર દરમિયાન મોત નિપજેલ હતુ ધુનાબેનને દાખલ કર્યા હતા. તેમજ કાર ચાલકને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સુરેન્દ્રનગર લવાયેલ હોવાનું જાણવા મળે છે. આ અંગે ધુનાબેને વઢવાણ પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.