- પાલિકાના શાસકો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ માંગણી સાથે રજૂઆત
- તળાવનો વિકાસ કરી પર્યટક સ્થળ બનાવવાની યોજના જાહેર કર્યા બાદ 20 વર્ષ થઇ ગયા
વિરમગામ : મુખ્યમંત્રી સમક્ષ પાલિકાના શાસકોએ રજૂઆત કરી હતી કે વિરમગામના ઐતિહાસિક મુનસર અને ગંગાસર તળાવનો વિકાસ ક્યારે કરવામાં આવશે. તળાવનો વિકાસ કરી પર્યટક સ્થળ બનાવવાની યોજના જાહેર કર્યા બાદ ૨૦ વર્ષ વીતી ગયા છે.
વિરમગામ શહેરના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિ સમીક્ષા બેઠક મળી હતી જેમાં વિરમગામ નગરપાલિકા પ્રમુખ ચેતન રાઠોડ અને શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર નરેશ શાહ, મહામંત્રીએ વિરમગામ શહેરના વિકાસ માટે વિવિધ લેખિતમાં રજૂઆત કરી હતી અને માંગણી કરવામાં આવી હતી.
તેમાં વિરમગામ નગરપાલિકાએ ૨૦૧૫માં નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. ભોજવા, હાંસલપુર, મેલડીનગર અને કાજીપુરા તમામ માળખાકીય સુવિધા માટે નવો ડી.પી.આર. બનાવવામાં આવે, વિરમગામ શહેરમાંથી જ પસાર થતી વરસાદી પાણીનો નિકાસ માટે નવો ડીપીઆર બનાવવો, શહેરમાં કોટ વિસ્તારમાં જુની કપાત, ભૂગર્ભ ગટરના હયાત ઓક્સીડેશન પોન્ડની જગ્યાએ આધુનિક એસટીપી બનાવું.
શહેરમાં ફાળવેલી જગ્યામાં આંબેડકર હોલ બનાવવા કામોને મંજુરી આપવા, મુનસર દરવાજાથી રહેમલપુર ચોકડી જે કચ્છ હાઇવેને જોડતો રસ્તાનો પહોળો કરવા.
શહેરમાં મેડિકલ કોલેજ સ્થાપવા, વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવનું પુનરૂત્થાન અને સુશોભન હાથ ધરવામાં આવે આ પરિયોજનાનું ભૂમિપૂજન ૨૬-૧૦-૨૦૨૨માં રાજ્યના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ વાતને ૨૦ વર્ષના વ્હાણા વીતી ગયાછતાં આ તળાવને પર્યટક સ્થળ તરીકે જાહેર કરાયું હોવા છતાં કાચબા ગતિએ કામ ચાલે છે.
વિરમગામ બાદ પાટણની રાણકીવાવનો વિકાસ કરવામાં આવ્યો પરંતુ વિરમગામ મનુસર તળાવનો વિકાસ કરવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.
શહેરમાં આવેલ કાંકરિયા કરતા પણ વિશાળ જગ્યામાં ફેલાયેલા ગંગાસર તળાવને બ્યુટીફીકેશન કરી નવીન કરવામાં આવે તેમજ તળાવને ફરતે થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સત્તાધારી પક્ષ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવી હતી. વિરમગામના મનુસર તળાવને અને ગંગાસર તળાવનો વિકાસ થશે કે કેમ તે આવનાર સમય બતાવશે. ૨૦ વર્ષથી ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ થાય તેમ પ્રજા મીટ માંડીને બેઠી છે.


