Get The App

વઢવાણ પ્રાંત અધિકારીએ હાઈ-વે પરથી ઓવરલોડ ડમ્પરો પકડયા

- રોયલ્ટી અને પાસ-પરમિટ વગરના ડમ્પરો રોકીને રૃપિયા ૩૦.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
વઢવાણ પ્રાંત અધિકારીએ હાઈ-વે પરથી ઓવરલોડ ડમ્પરો પકડયા 1 - image


સુરેન્દ્રનગર, તા.27 જૂન 2020, શનિવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં અખુટ પ્રમાણમાં ખનીજ સંપત્તિ આવેલી છે ત્યારે ભુમાફીયાઓ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે જે અંગે અગાઉ પણ અનેક વખત ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા હાઈવે પર ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતાં વાહનચલકો સામે લાલ આંખ કરી હતી અને નિયમોનું ઉલંધ્ધન કરી ચાલતાં ડમ્પર ચાલકો પાસેથી મોટીરકમનો દંડ વસુલવામાં આવ્યો હતો. 

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, વઢવાણ, ચોટીલા, થાન, સાયલા સહિતના તાલુકાઓમાં અખુટ પ્રમાણમાં ખનીજ સંપત્તિ આવેલી છે જેનું ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નીયમોનું ઉલંધ્ધન કરી ખનન અને વહન કરવામાં આવે છે અને સરકારી તીજોરીને કરોડો રૃપિયાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા કલેકટર કે.રાજેશની સુચનાથી વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમે અલગ-અલગ હાઈવે પર ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથધર્યું હતું. જેમાં રોયલ્ટી અને પાસ પરમીટ વગર ઓવરલોડ ડમ્પર સહિત અંદાજે રૃા. ૩૦.૧૨ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસને સોંપી વધુ તપાસ હાથધરી હતી જ્યારે અચાનક ચેકીંગથી ભુમાફીયાઓ સહિત ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

Tags :