Get The App

વોન્ટેડ 3 ડફેરોને પકડવા ગયેલી માલવણ પોલીસ પર હિંસક હુમલો

- પોલીસે આરોપીઓને ફરાર બતાવ્યાની ચર્ચા

- ત્રણ જેટલા ડફેરોએ પોલીસને અપશબ્દો બોલ્યા એક કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કર્યો

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News
વોન્ટેડ 3 ડફેરોને પકડવા ગયેલી માલવણ પોલીસ પર હિંસક હુમલો 1 - image


પાટડી,  તા. 30 જુલાઇ 2020, ગુરૂવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે અવાર-નવાર જિલ્લમાં પોલીસ પર હુમલાના બનાવો પણ વધી રહ્યાં છે ત્યારે પાટડી તાલુકાના માલવણ પોલીસ પર આરોપીઓએ હુમલો કરી ગાળો આપી હતી જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ગુન્હાઓમાં નાસતાં ફરતાં આરોપીઓ ઈમરાન ઉર્ફે ચમચી ઉર્ફે ભમરીયો જમાલભાઈ સીધી ડફેર, રસુલ નથુ ડફેર અને શરીફ અલ્લારખ્ખા ડફેર તમામ રહે.ગેડીયા તા.પાટડીવાળા સેડલાથી ગેડીયા તરફ આવ્યાં હોવાની બાતમીના આધારે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવાં બજાણા પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ ગયો હતો જેમાં પોલીસને જોતા જ રાત્રીના સમયે અંધારામાં બાઈક લઈને આરોપીઓ ભાગવા જતાં પોલીસે તેઓનો પીછો કર્યો હતો અને જે દરમ્યાન બાઈક સ્લીપ ખાઈ જતાં પોતાની ઘરપકડ થવાની ભીતીથી રસુલ નથુ ડફેર તથા શરીફ અલ્લારખ્ખા ડફેરે પોતાની પાસે રહેલ દેશી કટર પોલીસ સામે તાકી ગાળો બોલી હતી એન નાસી છુટયાં હતાં. 

જ્યારે ઈમરાન ઉર્ફે ચમકી ડફેરે પોતાની ધરપકડ ન થાય તે માટે હેડકોન્સટેબલ મયુરભાઈ સાથે ઝપાંઝપી થતાં તેઓને કાનના ભાગે છરી મારતાં ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે પ્રથમ પાટડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે આ બનાવમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું અને એક આરોપી પોલીસ જાપતામાંથી નાસી છુટયો હોવાની ચર્ચાઓ લોકમુખે થઈ રહી હતી જોકે આ સમગ્ર મામલે પોલીસે મગનું નામ મરી પાડયું નહોતું અને આરોપીઓ નાસી છુટયાં હોવાનું રટણ કર્યું હતું.

Tags :