ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફલો
- ચુડા, ભૃગુપુર, ચોકડી સહિતના નિચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા, કેટલાક ગામોમાં મોડી સાંજે વરસાદ
સુરેન્દ્રનગર, લીંબડી, તા. 25 જુલાઇ 2020, શનિવાર
સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લાના શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારેથી લઈ અતિભારે વારસદ ગાજવીજ સાથે નોંધાઈ રહ્યો છે ત્યારે ચુડા તાલુકામાં પડેલ ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફલો થયો હતો જેના કારણે તંત્રએ નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા હતાં.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબસમગ્ર જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરી વિસ્તારો સહિત અલગ-અલગ તાલુકાઓમાં ધીમીધારેથી લઈ અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ચુડા તાલુકામાં અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફલો થયો હતો જેના ભાગરૂપે તંત્રએ ચુડા, ભૃગુપુર, ચોકડી સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા હતાં અને સલામત સ્થળે ખસી જવાની સુચનાઓ આપી હતી. આ ઉપરાંત ભૃગુપુર પાસેનો ડેમ પણ ઓવરફલો થતાં પાણીની આવક વધી હતી આમ ચુડા તાલુકમાં મેધરાજા મન મુકીને વરસતાં ખેડુતો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી જ્યારે અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજસીતાપુર, નારીચાણા, ભેચડા સહીતના ગામોમાં મોડીસાંજે ધોધમાર વરસાદ નોંધાયો હતો.