Updated: May 22nd, 2023
- અમદાવાદથી આરોપીને પકડીને પાટડી પોલીસને સોંપ્યા
સુરેન્દ્રનગર : પાટડીમાં બે વાછરડી (ગૌવંશ)ની ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે અટકાયત કરી છે.
પાટડી ખાતે આવેલા ઓમ રેસીડેન્સીના ગેટ આગળથી બે વાછરડીને મહંમદ હનીફ ઉર્ફે બાબુ અબ્દુલ હમીદ ઉર્ફે જાકીર શેખ, મોહસીન ઉર્ફે સમીર લંગડો મુનીર પઠાણ, નાસીર ઉર્ફે કાણો, સમીર ઉર્ફે લડ્ડુ તથા સાહીલ ઉર્ફે કાલીયા, નામના શખ્સો ફોર્ડ ફીગો ગાડીમાં ચોરી કરી લઈ જતા પોલીસે તેમનો પીછો કરતા ઘાસપુરથી ઝુડ તરફ જતા રસ્તા પર વાછરડી ભરેલ ગાડી રોડ ઉપર મુકી આ શખ્સો નાસી જતા પાટડી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
દરમિયાનમાં, આ ગુનામાં સંડોવાયેલા મહંમદ હનીફ ઉર્ફે બાબુ અબ્દુલ હમીદ ઉર્ફે જાકીર શેખ (રહે.અમદાવાદ) અને મોહસીન ઉર્ફે સમીર લંગડો મુનીર પઠાણ(રહે. અમદાવાદ) નામના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે દાણીલીમડા ઢોરબજાર ચાર રસ્તા પાસેથી ઝડપી લઈ પાટડી પોલીસને સોંપ્યા છે. ઝડપાયેલા બન્ને આરોપી સાયલેન્સર ચોરી અને ઢોર ચોરીના ગુનામાં અગાઉ પણ જેલની હવા ખાઈ ચુક્યા છે.