Get The App

ડીઝલમાં ભાવવધારાના કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ક્વોરી ઉદ્યોગ મુશ્કેલીમાં

- રાજ્યભરમાં થઈ રહેલા વિરોધને સમર્થન આપ્યું : ખનીજ વહન કરતા 3000 ડમ્પરોનું અને 100 પથ્થરની ખાણોનું કામ અટકી પડશે

Updated: Jun 17th, 2020

GS TEAM

Google News
Google News
ડીઝલમાં ભાવવધારાના કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ક્વોરી ઉદ્યોગ મુશ્કેલીમાં 1 - image


સાયલા, તા.17 જૂન 2020, બુધવાર

તાજેતરમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે જેના કારણે સમગ્ર દેશ સહિત રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ અંગે સાયલા ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા પણ ભાવ વધારાના વિરોધને સમર્થન આપ્યું હતું અને યોગ્ય પગલા ભરવાની માંગ કરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકામાં મોટાપ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ આવેલો છે અને અંદાજે ૩૦૦૦ જેટલાં ડમ્પરો દ્વારા ખનીજ સંપત્તિનું અમદાવાદ, બગોદરા, ધોળકા, સાણંદ, બહુચરાજી, હારીજ, શંખેશ્વર જેવી અલગ-અલગ જગ્યાઓ પર ડમ્પર મારફતે વહન કરવામાં આવે છે. ત્યારે આ ડમ્પરમાં મોટા પ્રમાણમાં ડિઝલનો ઉપયોગ થતો હોય છે પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા ડિઝલમાં ભાવ વધારો કરવામાં આવતાં ટ્રાન્સપોર્ટ એસોસીએશનને હાલાકી પડી રહી છે એક તરફ કોરોના મહામારીમાં ધંધો અને રોજગારો ચોપટ થઈ ચુક્યાં છે તેમજ ચોમાસું પણ માથે દસ્તક દઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ ડિઝલના વધતાં જતાં ભાવથી ટ્રાન્સપોર્ટ એસોસીએશન મુશ્કેલી ભોગવી રહ્યું છે આ ઉપરાંત અંદાજે ૧૦૦ જેટલી પથ્થરની ખાણો પણ સાયલા તાલુકામાં આવેલી છે જેમાં હિટાચી મશીનોમાં પણ મોટાપાયે ડિઝલનો વપરાશ થતો હોય છે ત્યારે આ મામલે ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ ગભરૃભાઈ રબારીના જણાવ્યા મુજબ વધતાં જતાં ડિઝલના ભાવોથી ધંધો કરવો મુશ્કેલી બન્યો છે તેમજ રોજબરોજ વધતાં ડિઝલના ભાવથી સામેની પાર્ટીને કાર્ટીંગના ભાવો આપવા મુશ્કેલ બન્યાં છે આમ એક તરફ ડિઝલના ભાવ વધ્યાં છે ત્યારે તે મુજબનું ભાડું મળતું નથી આથી ડમ્પરચાલકોને હાલાકી પડી રહી છે. જેથી સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે અને પેટ્રોલ સહિત ડિઝલનો ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :