સુંદરી ભવાની ગામે દિવાલ ધરાશાયી થતા ત્રણનાં મોત
- હળવદ પંથકમાં પહેલો વરસાદ કાળ બનીને ત્રાટક્યો
- દીવાલના કાટમાળ નીચે દટાઇ ગયેલા બે પુત્ર અને પૂત્રવધુના અકાળે મોતથી પરિવારમાં આક્રંદ : નાનકડા ગામમાં શોક વ્યાપી ગયો
હળવદ : હળવદ તાલુકાના સુંદરીભવાની ગામમાં બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મોડી સાંજે તેજ પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ શરૃ થઇ ગયો હતોત્તે દરમિયાન દીવાલ પડતા કાટમાળ નીચે દબાઇ જતાં બે પુત્રો અને એક પુત્રવધુનું મોત નિપજ્યું હતા.
તાલુકાના સુંદરીભવાની ગામે આજે મોડી સાંજે વાડી વિસ્તારમાં ગફલભાઈ સુરાભાઈ દેગામાની વાડીમાં દીવાલ ધરાશયી થઇ હતી. આ દિવાલના કાટમાળ નીચે સેલાભાઇ ગફિલ દેગામાં, વાઘજીભાઇ ગફિલ દેગામાં અને રાજુબેન વાઘજી દેગામાંનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ છે.
આ ઘટનાના પગલે પરિવારજનોમાં આક્રંદ વ્યાપી ગયો હતો અને નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.