FOLLOW US

સુરેન્દ્રનગરની બેંકોમાં 2000 ની નોટો બદલવા લાંબી લાઇનો લાગી

Updated: May 23rd, 2023


- નોટો બદલવા લોકોની દોડાદોડ

- ખાનગી બેંકોમાં આઇડી પ્રુફ માંગવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી

સુરેન્દ્રનગર : કેન્દ્ર સરકારે ભારતીય ચલણમાંથી રૂા.૨૦૦૦ની નોટ પરત ખેંચવાની જાહેરાત કર્યાબાદ મંગળવારથી બેંકોમાં રૂા.બેહજારની નોટો બદલી આપવાની કામગીરી શાંતિપુર્વક શરૂ થયેલ છે. નોટબંધી જેવી લાઈનો કે અફડાતફડી કયાંય જોવા મળેલ નથી. સરકારી બેંકોમાં આઈ.ડીપ્રુફ વિના રૂા.૨૦૦૦ની નોટ બદલી આપવામાં આવે છે.. જ્યારે ખાનગી બેંકોમાં આઈ.ડી.પ્રુફનો આગ્રહ રાખવામાં આવતો હોવાનું જાણવા મળે છે.

કેન્દ્ર સરકારે રૂા.૨૦૦૦ ની નોટ ચલણમાંથી ધીમેધીમે પાછી ખેંચવાની જાહેરાત કરેલ છે. જે લોકો પાસે હાલમાં રૂા.૨૦૦૦ની નોટ હોય તે રૂા.૨૦,૦૦૦ ની મર્યાદામાં બેંકમાં ભરીને બદલાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવેલ છે અને મંગળવારથી બેંકમાં રૂા.૨૦૦૦ની નોટ બદલી આપવાનું શરૂ કરવામાં આવેલ છે પ્રાથમ દિવસે બેંકોમાં આ કામગીરી શાંતિપુર્વક સરળતાથી ચાલી હતી. કેન્દ્ર સરકારે ચીવટપુર્વક આયોજન બધ્ધ રીતે આ કામગીરી શરૂ કરી હોવાથી નોટબંધી જેવી લાંબી લાઈનો કે, અફડાતફડી કયાંય જોવા મળેલ નથી મળતી માહિતી મુજબ સરકારી બેંકોમાં રૂા.૨૦,૦૦૦ સુધીની રૂા.૨૦૦૦ની નોટો આઈ.ડી. પ્રુફ વિના સ્વીકારવામાં આવે છે. જ્યારે ખાનગી બેંકો ૨૦૦૦ની નોટ બદલી આપવા માટે આઈ.ડી.પ્રુફનો આગ્રહ રાખતી હોવાનું જાણવા મળે છે.

જોકે રૂા.૨૦૦૦ ની નોટો લોકો બેંકમાં ભરવાને બદલે બજારમાં નાની મોટી ખરીદીમાં વટાવી લેતા હોવાથી રૂા.૫૦૦,૨૦૦ અને ૧૦૦ ની નોટો ચલણમાં ઘટતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા હોવાનું જાણવા મળે છે. મળતી વિગત મુજબ લોકો પેટ્રોલપંપ ઉપર બે હજારની નોટ આપીને બસોનું પેટ્રોલ પુરાવે છે કરીયાણુ કટલરી, હોઝીયરી, ની ખરીદીમાં પણ લોકો બે હજારની નોટ વટાવતા હોવાથી બજારમાં હવે બે હજારની નોટો ફરતી થઈ હોવાનું જાણવા મળે છે કેન્દ્ર સરકારે રૂા.૨૦૦૦ ની નોટ પાછી ખેંચી લેવાની જાહેરાત કરવા છતાં લોકમાનસ ઉપર કે રોજબરોજના કામોમાં રૂા.૨૦૦૦ની નોટબંધીની ખાસ અસર જોવા મળતી નથી જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યુ છે.

Gujarat
IPL-2023
Magazines