FOLLOW US

લીંબડી નગરપાલિકા દ્વારા લેગસી વેસ્ટરના નિકાલની કામગીરી આરંભાઇ

Updated: May 22nd, 2023


- સ્વચ્છતા ઝૂંબેશને વેગ મળશે

- 30 દિવસમાં 15 હજાર ટન કચરાનો નિકાલ કરવામાં આવશે

લીંબડી : લીંબડી રાજકોટ હાઈવે પર નંદનવન હોટલની બાજુમાં આવેલ સૌકા રોડ પર પાલિકા દ્વારા ડમ્પ સાઈટ બનાવામાં આવી હતી. જેમાં શહેરના કચરો એકઠો કરવામાં આવતો હતો. ત્યારે તે કચરાનો નિકાલ કરવા માટે પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતો. 

જ્યારે હાલ લીંબડી નગરપાલિકા દ્વારા વર્ષોથી ડમ્પ સાઈટ પર એકઠા થયેલા લેગસી વેસ્ટરના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ લેગસી વેસ્ટરના કચરાનો અંદાજે ૩૦ દિવસમાં ૧૫ હજાર ટન કચરાનો નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, કારોબારી ચેરમેન મનુભાઈ જોગરાણા, ચીફ ઓફિસર તુષાર ઝાલરીયા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Gujarat
IPL-2023
Magazines